ગોવામાં હનીમુન પર જતાં પહેલા આ કપલની વાત જરૂરથી સાંભળી લો...

30 April, 2019 02:42 PM IST  | 

ગોવામાં હનીમુન પર જતાં પહેલા આ કપલની વાત જરૂરથી સાંભળી લો...

Image Courtesy: Imagesbazaar

ગોવા પોતાના મનમોહક સમુદ્ર કિનારા માટે વિશ્વભરમાં લોકપ્રિય છે. ચમકતી રેતી. ગગનચૂંબી નાળિયેરના વૃક્ષ, સમુદ્રી મોજા અને મજેદાર સીફુડ..... ગોવાનું નામ લેતાં જ આંખો સામે આ બધું તરવરવા લાગે છે. વેડિંગ સીઝન શરૂ થઇ ગઇ છે ત્યારે હનીમૂનની પ્લાનિંગ પણ કરતાં જ હશો. શક્ય છે કે તમે તમારું હનીમૂન યાદગાર બનાવવા માટે ટ્રાવેલ પેકેજ લેવાનું વિચારી રહ્યાં છો તો કોઇ પણ પ્લાન બનાવતાં પહેલા આ કપલના ગોવાના અનુભવને એકવાર જરૂરથી વાંચજો.

સમર્થ અને પ્રતિભા બન્નેના લગ્ન ઉતાવળમાં થયા અને એવામાં તેમને હનીમૂનની પ્લાનિંગ કરવા માટે પણ વધુ સમય મળ્યો નહીં. જો તમારી સાથે પણ એવું જ કંઇક થાય છે તો તમે આ બન્નેના સ્વાનુભવો સાથે જોડાયેલી ભૂલોથી કંઇક પાઠ શીખીને હનીમૂન પ્લાન કરી શકો છો, અને તેમની સલાહથી તમે તમારા હનીમૂનને યાદગાર પણ બનાવી શકશો. તો ચાલો એમની પાસેથી જ જાણીએ તેમનો ગોવામાં હનીમૂનનો અનુભવ.

ઑનલાઇન હૉટલ પર હંમેશા વિશ્વાસ ન કરી શકાય

ગોવા જતાં પહેલા તેમણે ઑનલાઇન હૉટેલ બુક કરી હતી. પણ જેવા ફોટોઝ ઇન્ટરનેટ પર હતાં, તેવું હકીકતે નહોતું. ગોવા પહોંચ્યા પછી એવું થયું કે હોટેલ અહીં પહોંચ્યા પછી બુક કર્યું હોત તો સારું થયું હોત કે પછી હોટલ બુક કરતાં પહેલા સોશિયલ મીડિયા પર તેના રિવ્યૂઝ ચેક કર્યા હોત તો સારુ થયું હોત.

રાત્રે 1.30 વાગ્યે કલંગૂટ બીચથી વાસ્કો પાછા આવતી વખતે અમે ગૂગલ મેપની મદદ લીધી જેના કારણે અમે રસ્તો ભટકાઇ ગયા અને 45 કિમીનો પ્રવાસ ખાલી રસ્તા પર અમારે 2 કલાકમાં પૂરો કરવો પડ્યો, જે ખૂબ જ સૂમસામ અને ભયાવહ પણ હતો.

કેટલાક લોકોથી સાવધ રહેવું

ગોવાના ભીડ-ભાડવાળા બીચ પર કેટલાક લોકો તમને એવા પણ મળશે જે તમને વૉટર સ્પોર્ટ્સને નામે લલચાવશે. બનાના રાઇડ, બંપર રાઇડ અને પેરાસ્લાઇંગના નામે તમારી પાસેથી મોટી રકમ પડાવી લેવાનો પ્રયત્ન કરશે. સ્પોર્ટ્સને નામે સ્થાનિક લોકો મનમરજી ચલાવશે અને વિના સુરક્ષાએ તમને પાણીમાં મધદરિયે ઉતારી દેવામાં આવશે. પહેલી વાર ગોવા જવાને નામે તે પણ ખૂબ જ ઉત્સાહિત હતા. બમ્પર રાઇડ જેવી ખરાબ રાઇડમાં બેસવાથી તેમની ડોકમાં મચકોડાટ આવી ગયો હતો અને બનાના રાઇડમાં કોઇપણ ચેતવણી વગર સમુદ્રમાં લઇ જઇને ફેંકી દેવામાં આવ્યા. જ્યારે લાઇફ જેકેટ સાવ ખરાબ હતી જેના કારણે તે ડૂબી પણ ગયા હોત.

ડિસેમ્બરમાં પણ ગરમીની સીઝન

સમુદ્ર કિનારે આવેલું હોવાને કારણે ગોવામાં બારેમાસ ગરમીનું વાતાવરણ હોય છે. ડિસેમ્બર મહિનામાં પણ બપોરે ફરતાં તેમની સ્થિતિ ગરમીને કારણે લથડી અને શરીર પર ટેનિંગ થઇ એ નફામાં.

હોટેલની લોકેશન સારી હોવી જોઇએ

હોટલ નક્કી કરતાં પહેલા ટૂરિસ્ટ પ્લેસ અને તેનું અંતર તેમજ અન્ય લોકેશન્સનું ખાસ ધ્યાન રાખવું. ફરવ માટે નોર્થ ગોવામાં સારા સ્થળો છે અને તમે સાઉથ ગોવામાં રોકાશો તો તકલીફ અને મુશ્કેલી વધી શકે છે.

શાકાહારીઓ માટે છે કેટલાય ઑપ્શન્સ

કહેવાય છે કે ગોવામાં શાકાહારીઓના જમવા માટે કોઇ ખાસ ઑપ્શન્સ હોતા નથી, પણ તેમને એવો અનુભવ થયો નથી. સાઉથથી લઇને નોર્થ સુધી બધે જ તેમને શાકાહારી રેસ્ટોરન્ટ મળ્યા.

ગોવાની નાઇટ લાઇફની વાત જ જુદી છે

સવારે અને સાંજના સમયે સમુદ્ર હંમેશા સારો લાગતો હોય છે. પણ રાતે તેનો એક જુદો જ અનુભવ હોય છે. સમદ્રના મોજા તેનો અવાજ અને બીચ પર વગાડવામાં આવતાં ગીતો અહીંની નાઇટ લાઇફની રોનકને અનેક ગણી વધારી દે છે.

આ પણ વાંચો : ફરવા જવું છે? આ રહ્યા મે મહિનામાં મુલાકાત લેવા જેવા સ્થળો

ગોવામાં બીચ સિવાય પણ છે ઘણું બધું

ગોવામાં બીચ સિવાય પણ જે સૌથી જાણીતા ટૂરિસ્ટ સ્પોટ છે, તે છે દૂધસાગર ફોલ. જેને તમે ચેન્નઇ એક્સપ્રેસ ફિલ્મમાં જોયું હશે. ગાઢ જંગલ અને પથરાળ રસ્તાઓ પર બનેલા દૂધસાગર ફૉલને જોવું એક નવા વિશ્વને જોવા જેવું છે. જ્યાં તમને નૈસર્ગિક સુંદરતા અને ઝરણાંઓની મસ્તી જોવા મળશે.

travel news