ફરવા જવું છે? આ રહ્યા મે મહિનામાં મુલાકાત લેવા જેવા સ્થળો

Published: Apr 28, 2019, 13:33 IST | Falguni Lakhani
 • મોઆત્સુ ફેસ્ટિવલ નાગાલેન્ડની ઓ ટ્રાઈબ આ ફેસ્ટિવલને સેલિબ્રેટ કરે છે. આ સમયે રોપણીની સિઝન ખતમ થાય છે. જેની ઉજવણી કરવામાં આવે છે. ફેસ્ટિવલની બધી એક્ટિવિટીઝ લણણીને લગતી હોય છે. તમે આ ફેસ્ટમાં ગાવાનું, નાચવાનું અને તામઝામની આશા રાખી શકો છો. આ ફેસ્ટિવલમાં સ્ત્રી અને પુરૂષો ખુબ જ સરસ તૈયારથઈને આવે છે. આગની આસપાસ બેસીને તેઓ ખાઈ પીને મજા કરે છે. (તસવીર સૌજન્યઃ ટ્વિટ્ટર) ક્યારેઃ દર વર્ષે મે મહિનાના પહેલા અઠવાડિયામાં ક્યાં: મોકોક્ચુંગ જિલ્લાના ગામડાઓમાં(નાગાલેન્ડ)

  મોઆત્સુ ફેસ્ટિવલ

  નાગાલેન્ડની ઓ ટ્રાઈબ આ ફેસ્ટિવલને સેલિબ્રેટ કરે છે. આ સમયે રોપણીની સિઝન ખતમ થાય છે. જેની ઉજવણી કરવામાં આવે છે. ફેસ્ટિવલની બધી એક્ટિવિટીઝ લણણીને લગતી હોય છે. તમે આ ફેસ્ટમાં ગાવાનું, નાચવાનું અને તામઝામની આશા રાખી શકો છો. આ ફેસ્ટિવલમાં સ્ત્રી અને પુરૂષો ખુબ જ સરસ તૈયારથઈને આવે છે. આગની આસપાસ બેસીને તેઓ ખાઈ પીને મજા કરે છે.

  (તસવીર સૌજન્યઃ ટ્વિટ્ટર)

  ક્યારેઃ દર વર્ષે મે મહિનાના પહેલા અઠવાડિયામાં
  ક્યાં: મોકોક્ચુંગ જિલ્લાના ગામડાઓમાં(નાગાલેન્ડ)

  1/9
 • રમઝાન મુસ્લિમોનો આ પવિત્ર મહિનો તાજું સ્ટ્રીટ ફૂડ ખાવા માટેનો ઉત્તમ અવસર છે. રમઝાનમાં મુસ્લિમો સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી ઉપવાસ કરે છે. અને સાંજે મુસ્લિમ વિસ્તારોની શેરીઓ લોકોથી ઉમટી પડે છે. અને મોડી રાત સુધી ચાલે છે. રમઝાન પછી ઈદ-ઉલ-ફિત્ર આવે છે. ક્યારેઃ મે 6 થી જૂન 5 સુધી ક્યાં: મુંબઈ અને દિલ્હી, સાથે લખનૌ અને હૈદરાબાદ

  રમઝાન
  મુસ્લિમોનો આ પવિત્ર મહિનો તાજું સ્ટ્રીટ ફૂડ ખાવા માટેનો ઉત્તમ અવસર છે. રમઝાનમાં મુસ્લિમો સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી ઉપવાસ કરે છે. અને સાંજે મુસ્લિમ વિસ્તારોની શેરીઓ લોકોથી ઉમટી પડે છે. અને મોડી રાત સુધી ચાલે છે. રમઝાન પછી ઈદ-ઉલ-ફિત્ર આવે છે.

  ક્યારેઃ મે 6 થી જૂન 5 સુધી
  ક્યાં: મુંબઈ અને દિલ્હી, સાથે લખનૌ અને હૈદરાબાદ

  2/9
 • ધ યોગ શાલા એકસ્પો ભારતના સૌથી પહેલા આંતરરાષ્ટ્રીય યોગ અને આયુર્વેદ વેલનેસ એક્સ્પોમાં એટલે ધ યોગ શાલા એક્સપો. સાથે ઓર્ગેનિક ફૂડ અને કપડા, હર્બલ કોસ્મેટિક્સ પણ. આ વખતે એક્સપોમાં 20 દેશોના 150 એક્ઝિબિટર્સ અને સ્પીકર્સ ભાગ લઈ રહ્યા છે. જેમાં વર્કશોપ, સેમિનાર, હેલ્થ કન્સલટેશન, એસ્ટ્રોલોજી કન્સલટેશનનો પણ સમાવેશ થાય છે. તસવીર સૌજન્યઃ ImagesBazaar/Getty Images ક્યારેઃ 10 થી 12 મે ક્યાં: પ્રગતિ મેદાન, દિલ્હી

  ધ યોગ શાલા એકસ્પો
  ભારતના સૌથી પહેલા આંતરરાષ્ટ્રીય યોગ અને આયુર્વેદ વેલનેસ એક્સ્પોમાં એટલે ધ યોગ શાલા એક્સપો. સાથે ઓર્ગેનિક ફૂડ અને કપડા, હર્બલ કોસ્મેટિક્સ પણ. આ વખતે એક્સપોમાં 20 દેશોના 150 એક્ઝિબિટર્સ અને સ્પીકર્સ ભાગ લઈ રહ્યા છે. જેમાં વર્કશોપ, સેમિનાર, હેલ્થ કન્સલટેશન, એસ્ટ્રોલોજી કન્સલટેશનનો પણ સમાવેશ થાય છે.
  તસવીર સૌજન્યઃ ImagesBazaar/Getty Images

  ક્યારેઃ 10 થી 12 મે
  ક્યાં: પ્રગતિ મેદાન, દિલ્હી

  3/9
 • થ્રિસ્સુર પૂરમ કેરાલાના ટેમ્પલ ફેસ્ટિવલમાં સૌથી મોટો ફેસ્ટિવલ એટલે થ્રિસ્સુર પૂરમ ફેસ્ટિવલ. જેમાં 30 શણગારેલા હાથીઓ અને 250 મ્યુઝિશિયન્સ ભાગ લે છે. આ તહેવારનું અનોખું આકર્ષણ છે. જેને જોવા માટે વિદેશઓ પણ મોટા પ્રમાણમાં ઉમટી પડે છે.   ક્યારેઃ 13 મે ક્યાં: વડક્કમનાથન ટેમ્પલ, થ્રિસ્સૂર, કેરાલા

  થ્રિસ્સુર પૂરમ
  કેરાલાના ટેમ્પલ ફેસ્ટિવલમાં સૌથી મોટો ફેસ્ટિવલ એટલે થ્રિસ્સુર પૂરમ ફેસ્ટિવલ. જેમાં 30 શણગારેલા હાથીઓ અને 250 મ્યુઝિશિયન્સ ભાગ લે છે. આ તહેવારનું અનોખું આકર્ષણ છે. જેને જોવા માટે વિદેશઓ પણ મોટા પ્રમાણમાં ઉમટી પડે છે.
   
  ક્યારેઃ 13 મે
  ક્યાં: વડક્કમનાથન ટેમ્પલ, થ્રિસ્સૂર, કેરાલા

  4/9
 • ડુંગરી મેલા મનાલીમાં 3  દિવસીય ડુંગરી મેળાનું આયોજન થયા છે. મહાભારતમાં ભીમના પત્ની હિંડિબાના માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે. તેમના મંદિરનું આ વિસ્તારમાં ખૂબ જ મહત્વ છે. આસપાસના ગામમાંથી દેવી દેવતાઓને રથમાં આ ફેસ્ટમાં ભાગ લેવા માટે લઈને આવવામાં આવે છે. અહીં પરંપરાગત નૃત્ય અને ગીતોની રમઝટ જોવા મળે છે. (તસવીર સૌજન્યઃ punyadarshan.com) ક્યારેઃ 14 થી 16 મે ક્યાં: હિડિંબા મંદિર, મનાલી, હિમાચલ પ્રદેશ

  ડુંગરી મેલા
  મનાલીમાં 3  દિવસીય ડુંગરી મેળાનું આયોજન થયા છે. મહાભારતમાં ભીમના પત્ની હિંડિબાના માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે. તેમના મંદિરનું આ વિસ્તારમાં ખૂબ જ મહત્વ છે. આસપાસના ગામમાંથી દેવી દેવતાઓને રથમાં આ ફેસ્ટમાં ભાગ લેવા માટે લઈને આવવામાં આવે છે. અહીં પરંપરાગત નૃત્ય અને ગીતોની રમઝટ જોવા મળે છે.
  (તસવીર સૌજન્યઃ punyadarshan.com)

  ક્યારેઃ 14 થી 16 મે
  ક્યાં: હિડિંબા મંદિર, મનાલી, હિમાચલ પ્રદેશ

  5/9
 • શોપઆર્ટ આર્ટશોપ ફેસ્ટિવલ કલાકારો હિમાલયમાં જાય, ત્યાં ગામડામાં રહે, કૃતિઓ બનાવે અને તેને વેચે. આ યુનિક ફેસ્ટ છેલ્લા 3 વર્ષથી આયોજિત થાય છે. ગામડાઓને વધુ સારા બનાવવા અને તેમને રહેવા માટેની સારી જગ્યા તરીકે સ્થાપિત કરવા તેનો હેતુ છું. આ ફેસ્ટિવલ ફોરટેબલ્સ પ્રોજેક્ટ અંતર્ગત આવે છે. જેની 8 વર્ષ પહેલા એક ગામડામાં શરૂઆત થઈ હતી. ક્યારેઃ 15મેથી 15 જૂન સુધી ક્યાં:  ગુનેહાર ગામ, હિમાચલ પ્રદેશ

  શોપઆર્ટ આર્ટશોપ ફેસ્ટિવલ
  કલાકારો હિમાલયમાં જાય, ત્યાં ગામડામાં રહે, કૃતિઓ બનાવે અને તેને વેચે. આ યુનિક ફેસ્ટ છેલ્લા 3 વર્ષથી આયોજિત થાય છે. ગામડાઓને વધુ સારા બનાવવા અને તેમને રહેવા માટેની સારી જગ્યા તરીકે સ્થાપિત કરવા તેનો હેતુ છું. આ ફેસ્ટિવલ ફોરટેબલ્સ પ્રોજેક્ટ અંતર્ગત આવે છે. જેની 8 વર્ષ પહેલા એક ગામડામાં શરૂઆત થઈ હતી.

  ક્યારેઃ 15મેથી 15 જૂન સુધી
  ક્યાં:  ગુનેહાર ગામ, હિમાચલ પ્રદેશ

  6/9
 • ઊટી સમર ફેસ્ટિવલ તમિલનાડુનું જાણીતું હિલ સ્ટેશન એટલે ઊટી. દર વર્ષે મે મહિનામાં આ જગ્યા જીવંત થઈ જાય છે. કારણ કે ત્યારે થાય છે ઊટી સમર ફેસ્ટિવલનું આયોજન. જેમાં હોય છે સ્પાઈસ શો, રોઝ શો, ફ્લાવર શો, ફ્રુટ શો. સાથે શોપિંગની મજા માણવા માટે રાત્રિ બજાર તો ખરું જ. તસવીર સૌજન્યઃ ootyonline.com ક્યારેઃ 17 થી 26 મે દરમિયાન ક્યાં: ઊટી અને તેની આસપાસના વિસ્તારમાં, તમિલનાડુ

  ઊટી સમર ફેસ્ટિવલ
  તમિલનાડુનું જાણીતું હિલ સ્ટેશન એટલે ઊટી. દર વર્ષે મે મહિનામાં આ જગ્યા જીવંત થઈ જાય છે. કારણ કે ત્યારે થાય છે ઊટી સમર ફેસ્ટિવલનું આયોજન. જેમાં હોય છે સ્પાઈસ શો, રોઝ શો, ફ્લાવર શો, ફ્રુટ શો. સાથે શોપિંગની મજા માણવા માટે રાત્રિ બજાર તો ખરું જ.
  તસવીર સૌજન્યઃ ootyonline.com

  ક્યારેઃ 17 થી 26 મે દરમિયાન
  ક્યાં: ઊટી અને તેની આસપાસના વિસ્તારમાં, તમિલનાડુ

  7/9
 • માઉન્ટ આબુ સમર ફેસ્ટિવલ લોકગીતોથી થાય છે માઉન્ટ આબુના સમર ફેસ્ટિવલની શરૂઆત. રાજસ્થાનના આ રમણીય હિલ સ્ટેશનમાં યોજાતા સમર ફેસ્ટિવલમાં નક્કી લેકમાં બોટ રેસ યોજાય છે. સાથે રોલર સ્કેટિંગની સ્પર્ધા પણ થાય છે. અને સમાપન થાય છે આતશબાજી સાથે. શામ-એ-કવ્વાલી આ ફેસ્ટનું મુખ્ય આકર્ષણ છે. ક્યારેઃ મે 17-18 ક્યાં: માઉન્ટ આબુ, રાજસ્થાન

  માઉન્ટ આબુ સમર ફેસ્ટિવલ
  લોકગીતોથી થાય છે માઉન્ટ આબુના સમર ફેસ્ટિવલની શરૂઆત. રાજસ્થાનના આ રમણીય હિલ સ્ટેશનમાં યોજાતા સમર ફેસ્ટિવલમાં નક્કી લેકમાં બોટ રેસ યોજાય છે. સાથે રોલર સ્કેટિંગની સ્પર્ધા પણ થાય છે. અને સમાપન થાય છે આતશબાજી સાથે. શામ-એ-કવ્વાલી આ ફેસ્ટનું મુખ્ય આકર્ષણ છે.

  ક્યારેઃ મે 17-18
  ક્યાં: માઉન્ટ આબુ, રાજસ્થાન

  8/9
 • બુદ્ધ પૂર્ણિમા બુદ્ધ પૂર્ણિમા અથવા તો બુદ્ધ જયંતિની ઉજવણી ભગવાન બુદ્ધને યાદ કરીને કરવામાં આવે છે. બૌદ્ધોને તે સૌથી પવિત્ર તહેવાર છે. જેમાં પ્રાર્થના, પ્રવચનો, બૌદ્ધ સાહિત્યનું વાંચન, ધ્યાન, રથયાત્રા જેવા કાર્યક્રમ થાય છે. ભારતીય રેલવેએ દેશના તમામ બુદ્ધને લગતા સ્થાનોએ જવા માટે ખાસ ટ્રેન પણ ચાલુ કરવામાં આવી છે. ક્યારેઃ 18 મે 2019 ક્યાં: દેશભરના બૌદ્ધ મંદિરોમાં, ખાસ કરીને બોધગયામાં

  બુદ્ધ પૂર્ણિમા
  બુદ્ધ પૂર્ણિમા અથવા તો બુદ્ધ જયંતિની ઉજવણી ભગવાન બુદ્ધને યાદ કરીને કરવામાં આવે છે. બૌદ્ધોને તે સૌથી પવિત્ર તહેવાર છે. જેમાં પ્રાર્થના, પ્રવચનો, બૌદ્ધ સાહિત્યનું વાંચન, ધ્યાન, રથયાત્રા જેવા કાર્યક્રમ થાય છે. ભારતીય રેલવેએ દેશના તમામ બુદ્ધને લગતા સ્થાનોએ જવા માટે ખાસ ટ્રેન પણ ચાલુ કરવામાં આવી છે.

  ક્યારેઃ 18 મે 2019
  ક્યાં: દેશભરના બૌદ્ધ મંદિરોમાં, ખાસ કરીને બોધગયામાં

  9/9
 • loading...

ફોટોઝ વિશે

મે મહિનો એટલે વેકશનનો મહિનો. ફરવાનો મહિનો. તો ચાલો અમે તમને જણાવીએ એવા સ્થળો જેમની તમે મે મહિનામાં મુલાકાત લઈ શકો છો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK