ઑગસ્ટમાં લોન્ગ વીકએન્ડમાં છે ફરવા જવાનો પ્લાનિંગ, તો આ જગ્યાએ જઈ શકો છો

09 August, 2019 05:56 PM IST  |  મુંબઈ ડેસ્ક

ઑગસ્ટમાં લોન્ગ વીકએન્ડમાં છે ફરવા જવાનો પ્લાનિંગ, તો આ જગ્યાએ જઈ શકો છો

લાંબી રજાઓમાં ફરવા લાયક સ્થળો

જો તમે ઑગસ્ટમાં આવતાં લોન્ગ વીકએન્ડમાં ફરવા જવાની પ્લાનિંગ કરો છો તો તમારી માટે લાવ્યા છીએ કેટલાક બેસ્ટ વિકલ્પ, આ જગ્યાઓ જોવાનું જરાપણ મિસ ન કરતાં.

રોજેરોજ ઘરથી ઑફિસ અને ઑફિસથી ઘરનું કામ કરતાં જીવનમાં એક પ્રકારની ઉદાસીનતા આવવા લાગે છે અને આ ઉદાસીનતા ખતમ કરવા માટે ટ્રાવેલિંગ બેસ્ટ ઑપ્શન છે. જો તમે સારી અને સુંદર જગ્યાઓએ રજા માણવા જવાની ઇચ્છા ધરાવો છો તો રોજબરોજના જીવનમાંથી બ્રેક મેળવી શકો છો. સાથે જ તમે પણ સંપૂર્ણપણે રીફ્રેશ થઈ શકો છો. આ 12થી 15 ઑગસ્ટ વચ્ચે ફરવા જવાનું વિચારો છો તો તમે આ જગ્યાઓએ જવાનું પ્લાનિંગ કરી શકો છો.

જયપુર

રાજસ્થાનની રાજધાની અને ગુલાબી નગરી નામે જાણીતા જયપુરમાં કિલ્લા અને રાજા રજવાડાઓની શાન જોવાની સાથે સાથે તમે રાજસ્થાની સંસ્કૃતિ પણ માણી શકો છો. અહીં તમને લોકસંસ્કૃતિની અનૂઠી ઝલક જોવા મળે છે.

ઋષિકેશ

દેવભૂમિ અને વર્લ્ડ યોગા કેપિટલના નામે જાણીતા ઋષિકેશમાં પણ તમે શાંતિ અને સુખ-ચેનની સાથે સાથે એડવેન્ચર એક્ટિવિટીઝની પણ મજા માણી શકો છો. અહીં તમે કેપિંગ, રાફ્ટિંગ, બંજી જમ્પિંગથી લઈને યોગ, ધ્યાન અને પ્રાણાયમ બધું જ કરી શકો છો.

બીર બિલિંગ

જો તમને એડવેન્ચર એક્ટિવિટીઝ ગમે છે તો તમારે એકવાર તો અહીં જવું જ જોઈએ. હિમાચલના આ સુંદર શહેરમાં ફરતાં ફરતાં તમે અહીં પેરાગ્લાઇડિંગનો આનંદ પણ માણી શકો છો.

આ પણ વાંચો : પ્રેગ્નેન્સીના 33માં અઠવાડિયે એમી જેક્સને કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો

મેક્લોડગંજ

હિમાચલના કાંગડા ડિસ્ટ્રિક્ટમાં આવેલું મેક્લોડગંજ નૈસર્ગિક સૌંદર્યનો ખજાનો છે. અહીં તમે મોનાસ્ટ્રી તિબ્બતી લાઈબ્રેરી પણ ફરી શકો છો અહીનાં લોકલ કૅફેમાં ફૂડ પણ એન્જૉય કરી શકો છો.

travel news mumbai travel