ચોમાસામાં ખાસ ફરવાલાયક છે જૂનાગઢની આ જગ્યા, કરો એક નજર

10 July, 2019 04:48 PM IST  |  જૂનાગઢ

ચોમાસામાં ખાસ ફરવાલાયક છે જૂનાગઢની આ જગ્યા, કરો એક નજર

વિલિંગ્ડન ડેમ

ગુજરાતીઓના ફરવાના શોખ વિશે તો દરેક લોકો જાણતા જ હશે. ગુજરાતમાં ફરવાની વાત આવે કે તરત સૌ કોઈના મોઢા પર એક વખત તો જૂનાગઢનું નામ આવી જ જાય છે. અહીંનો ગિરનાર પર્ત અને ઉપરકોટનો કિલ્લો જેવા ઘણા ફરવાલાયક સ્થળો દર વર્ષે લાખો પ્રવાસીઓને આકર્ષિત કરે છે. આ બધા વચ્ચે જૂનાગઢમાં એક સુંદર હરિયાળી જગ્યા આવેલી છે. આ જગ્યાની આહ્લાદક સુંદરતા જોઈને તમને કેરળની યાદ આવી જશે.

ગુજરાત જૂનાગઢ શહેરથી ફક્ત 3 કિલોમીટરથી દૂર વિલિંગ્ડન ડેમ આવેલો છે. આખા શહેરના લોકોને પીવાનું પાણી પુરૂ પાડતા વિલિંગ્ડન ડેમની સુંદરતા તમારૂં મન મોહી લેશે. ચારેતરફ લીલોત્તરી અને પહાડોથી ઘેરાયેલો આ ડેમ તમને મનની શાંતિનો અનુભવ કરાવશે.

વિલિંગ્ડન ડેમ કાળવા નદી પર બાંધવામાં આવ્યો છે. આ ડેમનું નામ તે સમયના ગર્વનર લોર્ડ વિલિંગ્ડનના નામથી આપવામાં આવ્યું હતું. ડેમની નજીક 2779 ફૂટ એટલે લગભગ 847 મીટર ઉંચા પગથીયા છે. જે જમીયલ શાહ દાતારના પ્રસિદ્ધ મંદિર સુધી જાય છે. આ મંદિરમાં હિન્દુ અને મુસ્લિમ બન્ને ભક્તો અપાર શ્રદ્ધા ધરાવે છે.

પાણીથી ભરેલા વિલિંગ્ડન ડેમની આસપાસ ચારેતરફ હરિયાળી અને ઊંચા પહાડો છે અને ચોમાસાની સીઝન દરમિયાન તેની સુંદરતા ચાર ચાંદ લાગી જાય છે.

આ પણ વાંચો : સાઉથ આફ્રિકામાં આવેલા મૉસેલ બે બીચ વિશે જાણી લો

અહીં પિકનિક માટે ઘણા લોકો આવતા હોય છે. ઉપરાંત અહીંથી નિકટમાં સક્કરબાગ મ્યુઝિયમ અને ઝૂ, દરબાર હોલ મ્યુઝિયમ, ગિરનાર પર્વત સહિતના ઘણા ફરવાલાયક સ્થળો આવેલા છે. જો તમે પણ થોડા સમયમાં ગિરનાર કે જૂનાગઢ જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો આ જગ્યાએ અચૂક મુલાકાત લઈ શકો છો.

junagadh travel news Places to visit in gujarat gujarat