આ છે ગુજરાતનુ માધવપુર જ્યા છે બ્લુ પારદર્શી પાણી અને બ્રાઉન રેતી

12 April, 2019 05:40 PM IST  | 

આ છે ગુજરાતનુ માધવપુર જ્યા છે બ્લુ પારદર્શી પાણી અને બ્રાઉન રેતી

માધવપુર જ્યા છે બ્લુ પારદર્શી પાણી અને બ્રાઉન રેતી

ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે અને ગરમીથી બચવા અને ઉનાળુ વેકેશન માણવા પર્યટકો નવી નવી જગ્યાએ ફરવા જઈ રહ્યા છે. ગુજરાતના બીચ શોખિનો ગોવા, મુંબઈ અને ત્યારબાદ કેરળના બીચની પસંદગી કરતા હોય છે પણ ગુજરાતમાં પણ બીચ શોખિનો સોમનાથ અને પોરબંદર વચ્ચે આવેલા માધવપુરની મુલાકાત તમારી માટે યાદગાર બની રહેશે.

માધવપુર ઘેડ એટલે મનમોહક પરફેક્ટ બીચ અને સમુદ્ર કિનારે આવેલી બ્રાઉન રેતી. માધવપુરના આ બીચને પરફેક્ટ બનાવે છે સમુદ્રનું બ્લુ પાણી અને બીચ પર આવેલી બ્રાઉન કલરની રેતી. માધવપુરનું ઐતિહાસિક મહત્વ પણ ખાસ છે. માધવપુર ઘેડમાં શ્રી માધવરાયજીનું વર્ષો જૂનુ પૌરાણિક મંદિર પણ આવેલું છે. માનવામાં આવે છે કે આ મંદિર 14મી કે 15મી સદીમાં બનાવવામાં આવ્યું હતું.

 

આ પણ વાંચો: ગુજરાતનો ઈતિહાસ દર્શાવતી 10 જગ્યાઓ

 

ઉનાળાની બપોર દરિયા કિનારે બીચની મોજ માણવા માટેની બેસ્ટ પ્લેસ છે માધવપુર. આ સિવાય માધવપુરમાં તમને ડોલ્ફિન પણ જોવા મળી શકે છે. અહી ઘણી હિન્દી ફિલ્મો, સિરિયલ્સનુ શૂટિંગ પણ થઈ ચુક્યું છે બની શકે તમે મુલાકાતે જાઓને તમને શૂટિંગનો લ્હાવો પણ મળી શકે.

travel news