ફ્લાઈટમાં બેઠેલા જાડા માણસથી દબાઈને એક માણસે વસૂલ્યા 9400 રૂપિયા

05 March, 2019 06:21 PM IST  | 

ફ્લાઈટમાં બેઠેલા જાડા માણસથી દબાઈને એક માણસે વસૂલ્યા 9400 રૂપિયા

પ્રતીકાત્મક તસવીર

આ વ્યક્તિએ લખ્યું છે કે એક જાડા માણસે તેની સીટનો એક તૃતીયાંશ ભાગ પચાવી પાડ્યો હતો. તેને કારણે તે અસહજ થઈ ગયો હતો. થોડીક વાર પછી તેણે તે જાડા માણસને કહ્યું કે, "સર મને દુઃખ છે પણ આવું નહીં ચાલે."

સોશિયલ મીડિયા પર એક વ્યક્તિની ટીકા થઈ રહી છે કારણકે તેણે ફ્લાઈટમાં બેઠેલા એક જાડા વ્યક્તિ પાસેથી 9400 રૂપિયાની માગ કરી કારણકે જાડો માણસ તે વ્યક્તિની સીટના અમુક ભાગમાં બેસી રહ્યો હતો. તેણે પોતાનો ગુસ્સો દર્શાવતા લખ્યું છે કે ફ્લાઈટ દરમિયાન તે પાંચ કલાક સુધી દબાઈને બેઠો હતો તેથી તેને વળતર મળવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે આ વ્યક્તિએ લખ્યું છે કે એક જાડા માણસે તેની સીટનો એક તૃતીયાંશ ભાગ પચાવી પાડ્યો હતો. તેને કારણે તે અસહજ થઈ ગયો હતો. થોડીક વાર પછી તેણે તે જાડા માણસને કહ્યું કે, "સર મને દુઃખ છે પણ આવું નહીં ચાલે. તમે મારી સીટ કબજે કરી રહ્યા છો." ત્યાર બાદ તેણે ફ્લાઈટ ટિકિટનું અડધું ભાડું માગ્યું. તેણે લખ્યું છે કે શરૂઆતમાં તેણે જાતે તેને ધક્કો મારવાનો પ્રયાસ કર્યો પણ તે નિષ્ફળ રહ્યો. પછીથી તેણે ફ્લાઈટ અટેન્ડેન્ટ સાથે વાત કરી. અટેન્ડેન્ટે તે જાડા વ્યક્તિને કહ્યું કે કદાચ તમારે બીજી સીટ લેવાની જરૂર છે પણ ફ્લાઈટ સંપૂર્ણપણે ફુલ હતી.

આ પણ વાંચો : પર્વતોના ખોળામાં વસેલું શહેર ધરમશાલા

જો કે, સોશિયલ મીડિયા પર કેટલાય લોકો જુદી જુદી આ ઘટના પર ટિપ્પણીઓ કરી રહ્યા છે. કેટલાક તેને વખોડી રહ્યા છે તો કેટલાક વખાણી રહ્યા છે. કેટલાક માનહાનિનો દાવો કરે છે તો કેટલાક ફરિયાદીનું સમર્થન પણ કરે છે.

travel news