3.2લાખમાં બૂક કર્યું લગ્ઝરી હૉલિડે,પહોંચીને ખબર પડી ત્યાં હોટેલ જ નથી

18 November, 2019 08:47 PM IST  |  Mumbai Desk

3.2લાખમાં બૂક કર્યું લગ્ઝરી હૉલિડે,પહોંચીને ખબર પડી ત્યાં હોટેલ જ નથી

તસવીર સૌજન્ય નવભારત ટાઇમ્સ

ખૂબ જ માથાજિક થાય છે જ્યારે તમે કોઇ હૉલિડે પ્લાન કરો છો. વાત મિત્રોની હોય કે પરિવાર સાથે રજાઓ પર જવાની. પ્લાનિંગ અને પૈસા બન્નેમાં ખૂબ જ વિચારવું પડે છે. એક 5 સભ્યોના પરિવારે પણ એક લગ્ઝરી હૉલિડે પ્લાન કર્યું. 3.2 લાખમાં સારી બુકિંગ્સ કરી. પણ જ્યારે રજાઓ ઉજવવા પહોંચ્યા તો તે કોઇક ભયાવહ સપના જેવું હતું. વેબસાઇટ પર જે તસવીરોને જોઇને તેમણે હોટેલની બૂકિંગ કરી હતી, હકીકત તો કંઇક જુદી જ હતી.

બે અઠવાડિયા માટે કરાવી હતી બૂકિંગ
'ડેલી મેલ'ની રિપોર્ટ પ્રમાણે, બ્રિટેનના આ પરિવારે મિસ્ત્ર ફરવાનો પ્લાન બનાવ્યો. 'લવ હૉલિડેઝ' નામની એક ટ્રાવેલ કંપની પાસે બે અઠવાડિયા માટે આખી બૂકિંગ કરાવી છે. 'ક્રિસ્ટલ બીચ એક્વા પાર્ક એન્ડ હોટેલ'માં બુકિંગ થઈ. 3.2 લાખ રૂપિયાનું બિલ બનાવ્યું. ઑનલાઇન પેમેન્ટ પણ થઈ ગઈ. પણ જ્યારે પરિવાર મિસ્ત્ર પહોંચ્યું તો ત્યાં તે હોટેલ હતી જ નહીં. એટલું જ નહીં, જેને બીજી હોટેલમાં તેમને લઈ જવામાં આવી, તેને તોડવામાં આવી રહી હતી.

જે હોટેલમાં રોકાવાનું હતું, તે તોડવામાં આવી રહી હતી...
કહેવામાં આવી રહ્યું છે કે મિસ્ત્ર પહોંચવા પર પરિવારે એક વૈકલ્પિક હોટેલમાં લઈ જવામાં આવ્યા. 'પેરેડાઇઝ' નામની હોટેલને તોડવાની પ્રક્રિયા ચાલતી હતી. બે દિવસ સુદી પરિવાર પાસે આ હોટેલમાં રોકાવા સિવાય અન્ય કોઇ વિકલ્પ ન હતો.

તૂટેલા ફર્નિચર, ખરાબ બાથરૂમ, તૂટેલી દિવાલો..
'ધ સન' સાથે વાતચીતમાં પરિવારના લોકોએ કહ્યું, 'હોટેલનું ફર્નિચર તૂટેલું હતું. ફ્લોર ખૂબ જ ખરાબ હતું, દીવાલો અને સીલિંગની હાલત પણ તૂટેલી-ફૂટેલી હતી. સ્વિમિંગ પૂલ સંપૂર્ણપણે ખરાબ હતો અને લીલું પડી ગયું હતું. અમને જ્યારે રૂમ આપવામાં આવ્યો તો અમે ડઘાઇ ગયા, બાથરૂમના આખા ફ્લોર પર ગંદકી હતી.'

આ પણ વાંચો : સાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો

'અમે રડવા જેવા થઈ ગયા હતા'
પરિવારના એક સભ્ય માર્કે કહ્યું, "મને અને મારા આખા પરિવાર માટે આ ભયાવહ હતું. અમારા બધાંની સ્થિતિ રડવા જેવી થઈ ગઈ હતી. એવું લાગતું હતું કે, અણે બધાં બીમાર પડી જશું. અમે ઘણાં બધાં પૈસા ખર્ચ કરી દીધા હતા, અમારા અમૂલ્ય સપનાઓને ગ્રહણ લાગી ચૂક્યું હતું."

travel news