તમે દુબઈનો પ્લાન કરી રહ્યા છો? તો આ લેખ તમારા માટે છે:પાંડે ચાલ્યો દુબઈ

22 November, 2019 03:59 PM IST  |  Mumbai

તમે દુબઈનો પ્લાન કરી રહ્યા છો? તો આ લેખ તમારા માટે છે:પાંડે ચાલ્યો દુબઈ

દુબઈ (PC : Jagran)

વેકેશનમાં વિવિધ સ્થળોએ ફરવા જવાનું કોને ન ગમે? તમે પણ નવાં સ્થળોએ ફરવા જવાની યોજના બનાવતા જ હશો. પણ જો તમે ફરવા જવા માટે દુબઇનો પ્લાન કરી રહ્યા હોવ તો થોડો સમય રોકાઇ જજો. આ લેખ તમારા માટે જે છે કે જે લોકો દુબઇ ફરવા જઇ રહ્યા હોવ. ખાસ કરીને જે લોકો પહેલીવાર દુબઇ જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તેવા લોકો માટે Gujaratimidday.com એક ટ્રાવેલની સીરિઝ લઇને આવી રહ્યું છે. જેનું નામ છે ‘પાંડે ચાલ્યો દુબઇ’

‘મિડ-ડે ગુજરાતી’ના પત્રકાર ઉમેશ દેશપાંડે તાજેતરમાં દિવાળી-વેકેશન દરમ્યાન પહેલી વાર પરિવાર સાથે દુબઈ ફરવા ગયા હતા. ત્યારે આ પ્રવાસ દરમ્યાન તેમને પડેલી મુશ્કેલીઓ અને તકલીફોને કઇ રીતે ઉકેલી છે તે જણાવ્યું છે અને સાથે પત્રકાર ઉમેશ દેશપાંડે તમને એ પણ જણાવશે કે જો તમે પહેલીવાર દુબઇ જઇ રહ્યા હોવ તો શું કરવું અને શું ન કરવું તે તમામ બાબતોનું સચોત જ્ઞાન આપશે.

આ પણ જુઓ : ફૉરેનમાં ફરવા માટે આ છે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન

‘પાંડે ચાલ્યો દુબઈ’ શ્રેણીમાં દુબઈ પ્રવાસના ખટમીઠા અનુભવો તેમણે રોચક શૈલીમાં લખ્યા છે. કુલ પાંચ હપ્તામાં પ્રકાશિત કરવામાં આવશે. આ પ્રવાસવર્ણન દ્વારા તમને દુબઈ અને અબુ ધાબીમાં આવેલાં વિવિધ સ્થળો વિશે મનોરંજન સાથે માહિતી મળશે. દર શનિવારથી Gujaratimidday.com પર પહેલી શ્રેણી રજૂ કરવામાં આવશે. તો થઈ જાઓ તૈયાર દુબઈના પ્રવાસ માટે જેનું નામ છે ‘પાંડે ચાલ્યો દુબઈ’

travel news dubai