ટ્રેકિંગ પર જવાનો પ્લાન હોય તો અપનાવો આ ટિપ્સ

08 June, 2019 04:02 PM IST  | 

ટ્રેકિંગ પર જવાનો પ્લાન હોય તો અપનાવો આ ટિપ્સ

રણબીર કપૂર તસવીર સૌજન્ય - ફેસબુક

આજકાલ ટ્રેકિંગ પર જનારા લોકોની સંખ્યામાં વધારો થતો જાય છે. લોકો દૂર-દૂર પહાડી વિસ્તારમાં ટ્રેકિંગનો પ્લાન બનાવે છે. આ વેકેશનમાં તમારો પણ ટ્રેકિંગ પર જવાનો પ્લાન હોય તો અમે તમને કેટલીક ટિપ્સ આપીએ જે તમને ટ્રેકિંગ દરમિયાન કામ લાગશે. તે ઉપરાંત થોડું ફિટ પણ રહેવાશે અને ટ્રેકિંગ દરમિયાન પ્રેક્ટિસથી કોઈ થાક પણ નહીં લાગે. તો વાંચો કઈ છે ઉપયોગી ટિપ્સ

કેવી રીતે કરશો તૈયારી

ટ્રેકિંગ કેમ્પને ભલે ગમે એટલો સમય હોય પણ તમે ટ્રેકિંગને લઈને તમારી તૈયારીઓ અગાઉથી શરૂ કરી શકો છો. ધીમે ધીમે તમારી ફિટનેસ કેળવાતા તાકાતમાં વધારો થશે. ખ્યાલ આવી જશે કે, ટ્રેકિંગ માટે તમે કેટલા તૈયાર છો અને હજી કેટલી પ્રેક્ટિસ કરવાની જરૂર છે.

કમ્ફર્ટેબલ શૂઝની પસંદગી કરો

ટ્રેકિંગ પર જવા માટે સૌથી પહેલા યોગ્ય શૂઝની પસંદગી કરો અને સારી ક્વૉલિટીના ફૂટવેર પસંદ કરો. શૂઝ પહેરીને વૉકિંગ ટ્રેનિંગ પણ ખૂબ જરૂરી છે. એન્કલ પ્રોટેક્શન સાથે સપોર્ટિવ શૂઝ ખૂબ જરૂરી છે પણ એન્કલ કફથી થોડા બચીને રહેવું જોઈએ. જેનાથી થોડી મુશ્કેલી થઈ શકે છે.

મોજાની પસંદગી પણ આવી રીતે કરો

શૂઝની સાથે-સાથે સારી ગુણવત્તાવાળા મોજા પણ સાથે રાખવા જરૂરી છે. શૂઝ સારા હોય પણ યોગ્ય મોજા ન હોય તો ટ્રેકિંગ ટ્રિપમાં મુસીબત ઉભી થઈ શકે છે. જો વોટરપ્રૂફ મળે તો તે સૌથી બેસ્ટ માનવામાં આવે છે. જે ઝડપથી પાણીથી નીતરી જાય છે અને વજન પણ લાગતો નથી. સરળતાથી કેરી કરી શકો છો.

પગની સ્ટ્રેન્થ

આ ટ્રેકિંગ માટે ખૂબ જરૂરી છે. વૉકિંગ ટ્રેકિંગ સિવાય પણ જે વસ્તુથી શરીરને અને પગને મજબૂતી મળે તેવું કામ કરવું જોઈએ. ખાસ કરીને જીમમાં લેગપ્રેસ અને સ્ક્વોટ્સ જેવી કસરત ખાસ કરવી જોઈએ અને પગ સ્ટ્રોન્ગ બનાવવા જોઈએ. ટ્રેકિંગમાં સૌથી વધુ ધ્યાન પગનું રાખવું જોઈએ અને સૌથી વધારે મહેનત પગને પડે છે. પગ મજબૂત બને તો ટ્રિપમાં કોઈ મુશ્કેલી નહીં પડે. તે ઉપરાંત જેમ જેમ ફિટનેસ સારી બને તેમ બેસ્ટ પોઈન્ટ્સ પર ટ્રેકિંગની પસંદગી કરવી જોઈએ.

આ પણ વાંચો : ચારધામને શું કહેશો ધરતી પરનું સ્વર્ગ કે સ્વર્ગ પરની ધરતી

પેકિંગ આવી રીતે કરવી

ટ્રેકિંગ દરમિયાન ખાસ ધ્યાન રાખવું કે જરૂરિયાત કરતા વધારે સામાન નહીં લઈ જવો. ખાવા-પીવાની વસ્તુ, પાણી, કપડાં અને બીજી કેટલીક જરૂરી વસ્તુઓ સાથે લઈ જવી જેનો વજન સાવ ઓછો હોય એ વાતનું ધ્યાન રાખવું. સામાન જેટલો ઓછો હશે તેટલી મુશ્કેલી ઓછી થશે. જો કૅમેરો સાથે જવાના હોય તો તેની એક અલગથી બેગ કરવાને બદલે કોઈ બેગમાં તેને પેક કરીને સાચવીને લઈ જવો. આ બેગ ક્યાંય અથડાઈ નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સાથે જ દવાઓ પણ સાથે લઈ જવી જેથી કઈ તકલીફ નહીં થાય.

travel news