વાઇફ પરંપરાગત સેક્સમાં જ સહકાર આપે છે, શું કરવું મારે?

17 January, 2022 04:41 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

પહેલાં તે એ બધાની બહુ મજા લેતી હતી અને મને પણ એટલી જ મજા આવતી હતી. શું કરવું જોઈએ મારે કે અમારી સેક્સ-લાઇફ પહેલાં જેવી કલરફુલ બની જાય?

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૩૨ વર્ષની છે. અમારાં લવ-મૅરેજ થયાં છે, સમસ્યા પણ આ લવ-મૅરેજની જ છે. મૅરેજ પહેલાં પણ મારી અને મારી વાઇફ વચ્ચે ફિઝિકલ રિલેશન હતાં અને અમે બહુ સારી રીતે એ માણતાં હતાં. કહો કે ચારથી છ કલાક સુધી અમારી સેક્સ-ડ્રાઇવ ચાલતી, પણ હવે એવું નથી બનતું. હવે વાઇફ ઑર્થોડોક્સ થવા માંડી છે. પહેલાં અમે સેક્સમાં જુદી-જુદી સ્ટાઇલ પણ ટ્રાય કરતાં, પણ હવે તે એવું કરવામાં સાથ નથી આપતી. એવું નથી કે તેને સેક્સમાં ઇન્ટરેસ્ટ નથી, પણ તેને સેક્સની ડિફરન્ટ સ્ટાઇલમાં રસ ન હોય એવું લાગે છે. પહેલાં તે એ બધાની બહુ મજા લેતી હતી અને મને પણ એટલી જ મજા આવતી હતી. શું કરવું જોઈએ મારે કે અમારી સેક્સ-લાઇફ પહેલાં જેવી કલરફુલ બની જાય?
અંધેરીના રહેવાસી

આ પ્રશ્ન માત્ર તમારો જ નહીં, લવ-મૅરેજ કરેલા ઑલમોસ્ટ દરેક ત્રીજા હસબન્ડનો છે. મોટા ભાગની ફીમેલ માને છે કે મૅરેજ પછી પરંપરાગત સેક્સ જ માણવું જોઈએ. આ માન્યતા પાછળ દરેક વ્યક્તિએ જુદું કારણ જાણવા મળ્યું છે. વાત એ જ છે કે જેને આજની જનરેશન ફૅન્સી સેક્સ-ડ્રાઇવ કહે છે એની માટે વાઇફ તૈયાર થવાને બદલે તે પરંપરાગત સેક્સમાં રસ દેખાડે છે.
મૅરેજ પછી આવતી જવાબદારીઓને કારણે આવું બનતું હોય અથવા એવું પણ કહી શકાય કે ફૅમિલીમાં રહેતા અન્ય સભ્યોની લાજશરમ પણ મન પર અસર કરવા માંડી હોય, કારણ કે જુદા-જુદા પ્રકારના સમાગમ દરમ્યાન એક્સાઇટમેન્ટનું લેવલ હાઈ થતું હોય એવા સમયે અવાજ પણ સહજ રીતે મોઢામાંથી નીકળી જાય, પણ મૅરેજ પછી એ જ અવાજ બહાર ન જાય એ વાતનો ભય મનમાં સતત રહ્યા કરતો હોય, જેને લીધે શારીરિક જરૂરિયાતને પૂરી કરવાના હેતુથી પરંપરાગત સેક્સ-લાઇફને સ્વીકારી લેવામાં આવતી હોય એવું બની શકે. આ બાબતમાં હસબન્ડે પોતાના ફૅમિલી એન્વાયર્નમેન્ટને ધ્યાનમાં રાખીને વાઇફને પ્રેમપૂર્વક એ દિશામાં વાળવી જોઈએ. તમે ફરવા જાઓ એ દરમ્યાન એકલા હો અને વાઇફ પૂરા મૂડ સાથે તમને બધી વાતમાં સપોર્ટ કરે તો માનજો કે તેને પણ બીજી પરિણીત મહિલાઓ જેવો મનમાં ડર છે.

columnists sex and relationships