ગર્ભાશયની થેલી કઢાવ્યા પછી વાઇફને સેક્સ પ્રત્યે રુચિ નથી

27 April, 2022 05:50 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મારી વાઇફને હવે સમાગમનું મન જ નથી થતું. શું આવું મન તેને ટેમ્પરરી રહેશે કે કાયમી? 

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૫૭ વર્ષની છે. મારી વાઇફને ગર્ભાશયમાં ફાઇબ્રૉઇડ્સની તકલીફ હોવાથી ખૂબ બ્લીડિંગ થતું હતું. દોઢ-બે મહિના પહેલાં અમે થેલી રીમૂવ કરાવી દીધી છે. આધુનિક ટેક્નિકથી સર્જરી કરી હોવાથી યોનિમાર્ગની બહારની તરફ ટાંકા નથી, માત્ર પેટ પર એક નાનો કાપો આવેલો. હવે તો એ પણ રુઝાઈ ગયો છે. પણ મારી વાઇફને હવે સમાગમનું મન જ નથી થતું. શું આવું મન તેને ટેમ્પરરી રહેશે કે કાયમી? 
વિલે પાર્લે

દોઢ-બે મહિના સર્જરીને થયા છે એટલે તમે નૉર્મલ ચેક-અપ તો કરાવી જ લીધું હશે. જો એમાં બધું બરાબર હોય તો તમે સેક્સલાઇફ શરૂ કરી શકો છો. ગર્ભાશય ઑપરેશનથી દૂર કરાવ્યા પછી પણ મહિલાની સેક્સલાઇફ નૉર્મલ રહી શકે છે. હવે પત્નીનું માસિકચક્ર બંધ થઈ જશે, પણ જાતીય જીવનમાં કોઈ વાંધો ન આવવો જોઈએ. મેનોપૉઝ પછી કે ગર્ભાશયની થેલી કઢાવ્યા પછી હવે પોતે સમાગમ કરવા સક્ષમ નથી રહી એવું જો મનમાં ઘર કરી ગયું હોય તો પણ મહિલાઓ અજાણતા જ સેક્સથી દૂર ભાગે છે. એમાં પાછું હૉર્મોન્સની ઊણપને કારણે યોનિમાર્ગમાં પૂરતી ચીકાશ નથી આવતી એટલે જો કોઈક પરાણે સમાગમ કરે તો ડ્રાયનેસ અને ઘર્ષણને કારણે થતી પીડાને કારણે સમાગમ ન કરવાનું મન બનાવી લે છે. 
આવી કોઈ ગેરમાન્યતા પત્નીના મનમાં હોય તો દૂર કરવી જરૂરી છે. એ પછી પણ તમે તરત જ તેને સમાગમ માટે દબાણ ન કરો એ બહેતર છે. શરૂઆતમાં માત્ર રોમૅન્ટિક ચેષ્ટાઓથી તેને ઉત્તેજિત કરો. પૂરતો સમય ફોર-પ્લેમાં ગાળ્યા પછી આંગળીથી ચેક કરી લો કે લુબ્રિકેશન પ્રૉપર છે કે નહીં. ધારો કે ઘણા પ્રયત્ન છતાં ચીકાશ ઉત્પન્ન ન થાય તોય ગભરાવાની જરૂર નથી. ચોખ્ખું સુગંધી દ્રવ્યો વિનાનું કોપરેલ તેલ લગાવીને યોનિમાર્ગમાં આર્ટિફિશ્યલ ચીકાશ પેદા કરીને સમાગમ ચોક્કસપણે થઈ શકે છે. ઇન્દ્રિપ્રવેશ અને મૂવમેન્ટમાં ડ્રાયનેસ નહીં રહે તો પત્નીને આનંદ આવશે. એ પછી સમાગમની ઇચ્છા થશે.
સેક્સને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી એટલે તમને થતી ઇચ્છા બહુ સહજ છે. એ વિશે મનમાં કોઈ હીન ભાવ લાવવો નહીં.

sex and relationships columnists