વાઇફને સંતોષ ન મળતાં તે ચિડાયેલી રહે છે, કોઈ દવા છે?

10 May, 2021 02:42 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

અત્યારે મેં વચ્ચેનો રસ્તો કાઢ્યો છે, હવે હું તેની સાથે ફિઝિકલ રિલેશન બાંધવાનું ટાળું છું, પણ મને પ્લીઝ રસ્તો દેખાડો અને મને વહેલું સ્ખલન ન થાય એ માટે કઈ દવા લેવી?

GMD Logo

મારી ઉંમર ૩૦ વર્ષ છે, મૅરેજને ૭ વર્ષ થયાં છે. મૅરેજ પહેલાં મને વીકમાં ત્રણથી ચાર વાર મૅસ્ટરબેશનની આદત હતી, પણ એની આડઅસર મને હવે દેખાય છે. હું વાઇફ સાથે સંભોગ કરું ત્યારે તરત સ્ખલન થઈ જાય છે. હું કન્ટ્રોલ નથી કરી શકતો, જેને લીધે મારી વાઇફને સૅટિસ્ફૅશન આપી નથી શકતો અને એની અસર તેના સ્વભાવમાં દેખાય છે. તે આખો દિવસ ચિડાયેલી રહે છે. શું એવું બને ખરું કે તેને પ્લેઝર ન મળે તો તેનામાં ચીડિયાપણું આવી જાય. અત્યારે મેં વચ્ચેનો રસ્તો કાઢ્યો છે, હવે હું તેની સાથે ફિઝિકલ રિલેશન બાંધવાનું ટાળું છું, પણ મને પ્લીઝ રસ્તો દેખાડો અને મને વહેલું સ્ખલન ન થાય એ માટે કઈ દવા લેવી?
માટુંગાના રહેવાસી

 મને એક વાત કહેવા દો કે હસ્તમૈથુન અને શીઘ્ર સ્ખલનને કોઈ સંબંધ નથી અને ક્યારેય એવું બને નહીં કે હસ્તમૈથુનને કારણે શીઘ્ર સ્ખલન થાય. પહેલાં તો તમે તમારા મનની આ માન્યતા કાઢી નાખો. આપણે ત્યાં આ માન્યતા ખોટી રીતે લોકોના મનમાં ઘર કરી ગઈ છે. ડૉ. પ્રકાશ કોઠારી જેવા સિદ્ધહસ્ત સેક્સોલૉજિસ્ટથી માંડીને અનેક ડૉક્ટરોએ આ ગેરમાન્યતા મનમાંથી કાઢવાના પ્રયાસ કર્યા અને એમાં અમુક અંશે સફળ પણ થયા, એમ છતાં કેટલાક લોકો હજીય આવી વાતો મનમાં સંઘરી રાખે છે. 
સ્ખલન જલદી થતું હોય અને એને લીધે તમે વાઇફને ફિઝિકલ પ્લેઝર આપી શકતા ન હો તો તમારે એ સંતોષ માટેના અન્ય રસ્તા શોધવા જોઈએ. સંતોષ મહત્ત્વનો છે, સંભોગ નહીં અને સંતોષ માટે તમે તેને ઓરલ સેક્સથી લઈને મૅસ્ટરબેટ કરી આપવા જેવા રસ્તા વાપરી શકો છો. તેને પ્લેઝરનો અનુભવ થશે એ પછી તેનું ચિડાવાનું કોઈ કારણ નહીં રહે. તમારું અનુમાન સાચું છે કે પ્લેઝર ન મળે તો એની સીધી અસર સ્ટ્રેસ સ્વરૂપે દેખાય. પછી એ પુરુષ હોય કે સ્ત્રી માટે જાતીય સંબંધોમાં બન્નેને સંતોષ મળે એ આવશ્યક છે. આ માટે ઘણી દવા એવી આવે છે જે લેવાથી શીઘ્રપતનની સમસ્યાનું નિરાકરણ આવે, પણ એ માટે તમે ડૉક્ટરને રૂબરૂ મળો એ જરૂરી છે.

dr. mukul choksi sex and relationships columnists