બૉયફ્રેન્ડ ચૅટિંગ દરમ્યાન વિયર્ડ અને બોલ્ડ મૅસેજ કરે છે

11 June, 2021 02:07 PM IST  |  Mumbai | Sejal Patel

તેના બોલ્ડ મેસેજીસ માટે ચિંતા કરવા જેવું છે કે નહીં એ નક્કી કરતાં પહેલાં તેની અન્ય બિહેવિયરને પણ જોવી જોઈએ

પ્રતીકાત્મક તસવીર

કૉલેજના લાસ્ટ યરમાં ભણું છું અને બૉયફ્રેન્ડ છે. હું તેને દસ વર્ષથી ઓળખું છું ને છેલ્લાં એક વર્ષથી અમે કમિટેડ છીએ. મૉડર્ન વિચારોવાળી છું એટલે લગ્ન પહેલાં ચોક્કસ હદ સુધીની ઇન્ટિમસીમાં મને કોઈ વાંધો નથી. એમ છતાં મારા બૉયફ્રેન્ડની બિહેવિયર માટે મને ક્યારેક ડર લાગે છે. અમે સાથે હોઈએ ત્યારે તો તેણે એવું કંઈ વિયર્ડ નથી કર્યું, પણ તેના વૉટ્સઍપ મેસેજિસ બહુ જ બોલ્ડ હોય. તેની દરેક કમેન્ટમાં પર હરીફરીને ફિઝિકાલિટીની જ વાત આવતી હોય. હા, એ પણ કહી દઉં કે અત્યાર સુધીમાં તેણે એક પણ ચીજ મારી મરજી વિના નથી કરી. પેરન્ટ્સની હાજરીમાં ખૂબ સભ્યતાથી વર્તે છે, પણ ચૅટિંગમાં તે એકદમ બોલ્ડ થઈ જાય. તેને કહું કે મને આવું નથી ગમતું તો કહે આ રિલેશનમાં આટલી ફ્રીડમ તો હોવી જ જોઈએને? એક વર્ષ પહેલાંની વાત કરું તો નવ વર્ષ દરમ્યાન કદી અમારી વચ્ચે એવી વાતો નથી થઈ, જ્યારથી કમિટમેન્ટ અને ઇન્ટિમસી આવી છે ત્યારથી તે છૂટ લે છે. સાચું કહું તો ક્યારેક લાગે છે કે આ તો ચાલે, પણ ક્યારેક લાગે છે કે તે વધુપડતો કામુક તો નથીને?

કમિટેડ રિલેશનશિપનો શરૂઆતનો ગુલાબી ગાળો હોય ત્યારે પરસ્પર પ્રત્યે અપાર આકર્ષણ હોય એ સ્વાભાવિક છે. ફિઝિકલ અટ્રૅક્શન પણ હોય જ અને એ બાબતે મુક્તપણે ચર્ચા થઈ શકે એટલી મૅચ્યોરિટી બન્ને પક્ષે હોવી જરૂરી પણ છે.

તેના બોલ્ડ મેસેજીસ માટે ચિંતા કરવા જેવું છે કે નહીં એ નક્કી કરતાં પહેલાં તેની અન્ય બિહેવિયરને પણ જોવી જોઈએ. શું તે માત્ર તમારી સાથે જ આ પ્રકારની વાતો કરે છે કે પછી તે ટેક્સ્ટિંગની બાબતમાં બધાની સાથે આટલી છૂટ લે છે? બીજાની હાજરીમાં તેનું વર્તન કેવું હોય છે? પેરન્ટ્સ અને અન્ય લોકોની હાજરીમાં તે રિસ્પેક્ટફુલી બિહેવ કરે છે અને અંગત રીતે એકલા હો ત્યારે પણ તે તમારી નામરજીને સન્માન આપે છે. આ બે બાબતો બતાવે છે કે જાતીય બાબતોથી તે બેકાબૂ થઈને દોરવાતો નથી. હા, જો તેની ફેન્ટસી જોખમી, ડિસરિસ્પેક્ટફુલ કે હિંસક હોય તો એ તમે કોઈ પણ હિસાબે ચલાવી લેશો નહીં એની સ્પષ્ટતા કરી દેવી જરૂરી છે.

columnists sex and relationships sejal patel