ઇન્દ્રિય પર કયા તેલના માલિશથી લાભ થાય?

07 September, 2022 12:33 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

કોપરેલની માલિશથી ઇન્દ્રિય મજબૂત થશે કે ઉત્તેજનાની સમસ્યા ચાલી જશે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મારી ઉંમર ૪૭ વર્ષ છે. તમે કહેતા હો છો કે ઇન્દ્રિય પર તેલની માલિશ કરવી જોઈએ પણ એના માટે કયું તેલ વાપરવું જોઈએ? શિયાળામાં આખા શરીરે માલિશ કરાવું ત્યારે આયુર્વેદિક તેલ વાપરું છું. શું એ જ પ્રાઇવેટ પાર્ટ્સ માટે વપરાય? મને હમણાંથી ઉત્તેજના આવવામાં તકલીફ પડે છે અને વાઇફનો મેનોપૉઝ હોવાથી તેને સંભોગમાં ખાસ રસ નથી પડતો એટલે તેલ સાથે હસ્તમૈથુન કરીને સંતોષ લઉં છું. શું તેલમાં ખાસ દવા નાખવી જોઈએ કે પછી તેલ લગાવ્યા પછી સ્ટ્રોક લગાવવામાં મારી ભૂલ થતી હશે? મારું વજન વધારે છે અને મને બ્લડ-પ્રેશર અને શુગરની તકલીફ છે એટલે અત્યારથી જ મારે કાળજી રાખવી જરૂરી છે. મને યોનિપ્રવેશ થાય એટલું કડકપણું હોય છે, પણ એમાં બહુ મજા નથી આવતી. 
બોરીવલી

બ્લડ-પ્રેશર અને બ્લડ-શુગરની તકલીફ એ ઓવરઑલ લાઇફ માટે જ નહીં, સેક્સ્યુઅલ લાઇફ પર પણ માઠી અસર કરે છે. બીજું, મેં ક્યારેય કહ્યું જ નથી કે કોપરેલની માલિશથી ઇન્દ્રિય મજબૂત થશે કે ઉત્તેજનાની સમસ્યા ચાલી જશે. હા, હસ્તમૈથુન દરમ્યાન કે ફોરસ્કિન પાછળ સરકાવવામાં તકલીફ પડતી હોય તો તેલનો ઉપયોગ કરીને હસ્તમૈથુન કરવામાં આવે તો ફરક પડી શકે છે. જોકે એમાં પણ તેલનો ઉપયોગ માત્ર લુબ્રિકેશન પૂરતો જ છે. તમે મોંઘાંદાટ શક્તિવર્ધક આયુર્વેદિક તેલ વાપરો એને બદલે સાદું અને આર્ટિફિશ્યલ ફ્રેગરન્સ વિનાનું કોપરેલ જ હિતાવહ છે. આર્ટિફિશ્યલ ફ્રેગરન્સ માટે વપરાતાં કેમિકલ પ્રાઇવેટ પાર્ટને નુકસાન પહોંચાડી શકે છે.

બીજું, તમે તમારું વજન વધારે હોય તો સૌથી પહેલાં એને કન્ટ્રોલમાં લો. એ માટે નિયમિત કસરત, પ્રાણાયામ કરો અને ડાયટમાં પૂરતી કાળજી રાખો. લાઇફસ્ટાઇલ સુધારો, નહીંતર બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝની સાથે-સાથે કૉલેસ્ટરોલની સમસ્યા પણ આવશે અને એ સમસ્યાને કારણે તમારે વધારે હેરાન થવું પડશે. મેનોપૉઝ દરમ્યાન સેક્સમાં ઇન્ટરેસ્ટ ન હોય એવું નથી હોતું. મૂડ સ્વિંગ્સ વધતાં હોય છે, જો એને સાચવવાની આવડત કેળવી લેશો તો વાઇફ પણ સેક્સમાં એટલો જ રસ દાખવશે માટે બહેતર છે કે તમે વાઇફને સેક્સ માટે સીધી જ તૈયાર કરવાને બદલે પહેલાં પ્રણયક્રિયા કરો, જે તેના મૂડને એ દિશામાં લઈ જવાનું કામ કરે.

columnists sex and relationships life and style health tips