પ્રેગ્નન્સી પછી ક્યારે ફિઝિકલ રિલેશન શરૂ કરી શકાય?

06 April, 2021 03:07 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

ફિઝિકલ રિલેશનશિપ એક જાતીય આવેગ છે, જે અત્યંત સામાન્ય છે. હું કહીશ કે યુવાવસ્થામાં એ આવેગ ન આવે તો જ ચિંતા

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૨૮ વર્ષની છે. દોઢ વર્ષ પહેલાં મારાં મૅરેજ થયાં. અમારી મૅરેજ-લાઇફને અમે સાચી રીતે માણી પણ નહોતી ત્યાં હું પ્રેગ્નન્ટ થઈ ગઈ. અત્યારે મને આઠમો મહિનો ચાલે છે. મારે આપની પાસેથી જાણવું છે કે ડિલિવરી પછી અમે ફરીથી ફિઝિકલ રિલેશનશિપ ક્યારથી શરૂ કરી શકીએ? આ સમય દરમ્યાન મને ઘણી વખત ફિઝિકલ રિલેશનશિપનું મન થાય છે, પણ આઠમા મહિનાની ડિલિવરી સાથે રિલેશન જોડવામાં ડર લાગે છે તો મારે શું કરવું જોઈએ, શું આ ખરાબ વાત કહેવાય?

ઘાટકોપરના રહેવાસી

નૉર્મલ ડિલિવરીમાં વજાઇનલ પાર્ટમાં એક પાતળો કાપો મૂકવામાં આવે છે, જેથી બાળક સહેલાઈથી બહાર આવી શકે. કાપાનો એ ઘા રુઝાઈ જાય પછી ફિઝિકલ રિલેશનશિપ શરૂ કરી શકાય. પર્સનલ પાર્ટ પર મૂકવામાં આવેલા કાપામાંથી જો બ્લડ નીકળતું હોય કે ઇચિંગ થતું હોય તો ફિઝિકલ થવું હિતાવહ નથી. ડિલિવરી પછી બ્લીળડિંગની સમસ્યા વધારે હોય તો પણ ‌રિલેશનશિપ બાંધવાનું અવૉઇડ કરવું જોઈએ. સામાન્ય સંજોગોમાં બેથી ત્રણ વીકમાં આ સમસ્યા પૂરી થઈ જાય છે એટલે એ પછી જો ઇચ્છા હોય તો ફિઝિકલ રિલેશનશિપ બાંધવામાં જોખમ નથી.

ફિઝિકલ રિલેશનશિપ એક જાતીય આવેગ છે, જે અત્યંત સામાન્ય છે. હું કહીશ કે યુવાવસ્થામાં એ આવેગ ન આવે તો જ ચિંતા. જેમ બપોરે પેટ ભરીને જમ્યા પછી માણસને રાતે ફરીથી ભૂખ લાગે છે એવું જ ફિઝિકલ રિલેશનનું છે. સમયાંતરે ફિઝિકલ રિલેશનશિપની ઇચ્છા થાય તો એને જરા પણ ખરાબ માનવાની ભૂલ કરવી નહીં. તમારો ડર સાચો છે, આઠમા મહિને રિલેશનશિપ બાંધવું જોખમી છે. વાત્સ્યાયને અમુક આસન એવાં સૂચવ્યાં છે જે પ્રેગ્નન્સીના આ સમયગાળા દરમ્યાન પણ માણી શકાય છે, પણ એવું કરવાને બદલે બહેતર છે કે રિલેશનશિપ બાંધવાનું ટાળીને ફોર-પ્લેથી આનંદ લેવામાં આવે. આનંદ મહત્ત્વનો છે, ઇન્ટરકોર્સ નહીં, માટે એવી ભૂલ કરવી નહીં જેને લીધે પેટમાં રહેલા બાળકને નુકસાન પહોંચે.

columnists sex and relationships