સ્ખલન થાય ત્યારે માંડ થોડુંક વીર્ય નીકળે છે, શું કરું?

14 April, 2021 03:12 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

ઉંમરના કારણે જો હૉર્મોનનું પ્રમાણ ઓછું થયું હોય તો આ તકલીફ થઈ શકે

Mumbai

મારા શરીરમાં વીર્ય ઉત્પન્ન થતું નથી. પાંચ-છ મહિને સ્ખલન થાય ત્યારે માંડ થોડું વીર્ય નીકળે છે. શરૂઆતમાં વીર્ય યોગ્ય માત્રામાં નીકળતું, પણ પછી નબળાઈ અને દવાઓ ખાવાને કારણે એનું પ્રમાણ નહીંવત્ થઈ ગયું છે. મને ડાયાબિટીઝની સમસ્યા છે. મેં બાયપાસ અને વાલની સર્જરી કરાવી છે. કબજિયાતની સમસ્યાથી પણ પીડાઉં છું. મને વીર્ય ઉત્પન્ન થાય એ માટે ઉપાય બતાવશો જેથી હું શારીરિક સંબંધોનો પૂરો આનંદ ઉઠાવી શકું.

ભાઈંદરના રહેવાસી

તમે જે વર્ણન લખ્યું છે એના તમારી ઉંમર પચાસ-પંચાવનથી તો વધારે હશે એવું અનુમાન લગાવું છું.  વીર્ય ઉત્પન્ન નહીં થવાની ફરિયાદ આ ઉંમરે સહજ છે. ઉંમરના કારણે જો હૉર્મોનનું પ્રમાણ ઓછું થયું હોય તો આ તકલીફ થઈ શકે તો સાથોસાથ તમે જે દવા લેતા હો એની પણ આડઅસરરૂપ હોય એવું બની શકે. તમારા કહેવા મુજબ, તમને કબજિયાત રહે છે, જે સ્પર્મ એટલે કે વીર્યની ઉત્પત્તિમાં છે. આ બધાનો ઇલાજ છે. બહેતર એ જ છે કે તમે ઇલાજ માટે કોઈ ડૉક્ટરને મળો અને તે જે સૂચવે એ મેડિસિન લેવાનું શરૂ કરો. હા, કબજિયાત દૂર કરવા માટે હરડેનું ચૂર્ણ કે ગોળી લેવાનું શરૂ કરશો તો રાહત રહેશે. તમારા જમવામાં પણ રેચક પદાર્થ વધારી દેશો તો પણ ફાયદો થશે. દરરોજ સવારે ગરમ પાણીના બે ગ્લાસ પીવાનો પણ ક્રમ બનાવી લો અને જૂની ક‌બજિયાત હોય તો દિવસ દરમ્યાન ગરમ પાણીનું સેવન કરવાનું રાખો. આ ઉપરાંત તમે તમારા ખોરાકમાં લીલા શાકભાજી ખાવાનું વધારી દો. લીલા શાકભાજીમાં હૉર્મોનનું પ્રમાણ વધારે હોય છે. બે-ત્રણ મહિના આ પ્રયોગ કરશો તો તમારી તકલીફમાં તમને રાહત દેખાશે.

બીજી વાત. એવું માનવું ગેરવાજબી છે કે વીર્ય આવે તો જ શારીરિક આનંદ મળે. હા, આ ગેરવાજબી માન્યતા છે. ઉત્તેજના અને ચરમસીમા મહત્ત્વની છે. એ સમયે સ્ખલન ન થાય તો પણ ચરમસીમાનો આનંદ મળે એ જરૂરી છે માટે શારીરિક સંબંધોના આનંદને વીર્ય સાથે જોડવાને બદલે તમે એ સમયના આનંદને અકબંધ રાખીને આખી વાત જોવાનું શરૂ કરો, એ તમારા હિતમાં છે.

columnists sex and relationships