ઉત્થાન નથી થતું એટલે વાઇફને હવે સંતોષ નથી આપી શકતો

18 August, 2021 12:54 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

આ પ્રૉબ્લેમને લીધે ક્યારેક હું મારી વાઇફને સંતોષ આપી શકું છું તો ક્યારેક નહીં. મેં ડૉક્ટરની પણ ઍડ્વાઇઝ લીધી. તેમણે રિપોર્ટ કરાવ્યા, પણ મારા બધા રિપોર્ટ નૉર્મલ છે. હવે મારે કરવું શું?

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર પ૪ વર્ષની છે. છેલ્લાં ત્રણ વર્ષથી મને સમાગમ દરમ્યાન ઇન્દ્રિયમાં યોગ્ય કડકપણું આવતું હોય એવું નથી લાગતું. અઠવાડિયામાં એકાદ વાર સેક્સ કરું તો કોઈ પ્રૉબ્લેમ નથી થતો, પણ વીકમાં એક કરતાં વધારે વાર ટ્રાય કરું ત્યારે બહુ તકલીફ પડે છે. આ પ્રૉબ્લેમને લીધે ક્યારેક હું મારી વાઇફને સંતોષ આપી શકું છું તો ક્યારેક નહીં. મેં ડૉક્ટરની પણ ઍડ્વાઇઝ લીધી. તેમણે રિપોર્ટ કરાવ્યા, પણ મારા બધા રિપોર્ટ નૉર્મલ છે. હવે મારે કરવું શું?
જોગેશ્વરીના રહેવાસી

મૉડર્ન સાયન્સના લેટેસ્ટ સ્ટડી મુજબ પ૦થી પ૫ વર્ષની ઉંમર સુધી પહોંચતાં નવ ટકા પુરુષોને ઇન્દ્રિયમાં ઉત્થાનની સમસ્યા શરૂ થતી હોય છે એટલે એવું ધારી શકાય કે આ જે તમને પ્રૉબ્લેમ છે એ ઉંમરને લગતો છે, પણ તમે પ્રશ્ન બહુ અધૂરી માહિતી સાથે પૂછ્યો છે. ડૉક્ટરે તમારા કયા રિપોર્ટ કરાવ્યા એ વિશે કશું કહ્યું નથી. તમને સ્મોકિંગની, ટૉબેકોની કે પછી દારૂની લત છે કે નહીં એ પણ તમે કશું લખ્યું નથી.
તમારે કેટલીક બાબતમાં હવે કાળજી રાખવાની છે. ઘણી વાર પુરુષને એક જ પ્રકારનું શારીરિક સૌંદર્ય જોઈને આનંદ નથી આવતો અને એની સીધી અસર ઉત્થાન પર પડે છે માટે તમે પૉર્ન ક્લિપ્સ કે પછી પૉર્ન લિટરેચરનો સાથ લઈને સેક્સ કરવા વિશે વિચારશો તો તમને સાઇકોલૉજિકલ સપોર્ટ મળશે. તમે કહો છો કે તમે તમારી વાઇફને સંતોષ આપી નથી શકતા, પણ આ ફરિયાદ તેની છે કે તમારું અનુમાન છે? આ ફરિયાદ પત્નીની હોય તો તમે આંગળીથી અથવા તો મુખમૈથુનથી તેને સંતોષ આપી શકો છો. 
સંતોષ નથી આપી શકાતો એ વાતને મનમાં કૉમ્પ્લેક્સ તરીકે ઊભી ન કરો. નહીં તો માનસિક કારણોસર ઇન્દ્રિયમાં ઉત્તેજના આવવા પર માઠી અસર થઈ શકે છે. રિલેશનમાં પણ મોનોટોની આવી ગઈ હોય તો એમાં વિવિધતા લાવીને આગળ વધી શકો છો. ઉત્થાનની સમસ્યામાં દસમાંથી આઠ કેસમાં આત્મવિશ્વાસના અભાવે ઉત્થાન અટકતું હોય એવું જોવા મળે છે એટલે કૉન્ફ‌િડન્સ પર અસર ન થાય એનું ખાસ ધ્યાન રાખજો.

columnists sex and relationships dr. mukul choksi