વીકમાં માંડ એકાદવાર જ ઉત્થાન થાય છે, તો મારે શું કરવું જોઈએ?

01 September, 2021 01:12 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

હસ્તમૈથુન પણ બિલકુલ મૂકી દીધું તોયે સંતોષ આપવામાં નિયમિતતા નથી રહેતી. મેં ડૉક્ટર પાસે મારા રિપોર્ટ કરાવ્યા, પણ એ બધા નૉર્મલ આવ્યા છે કારણ વિના ક્યારેય આવું બને ખરું? 

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર પ૮ વર્ષની છે. બે વર્ષ પહેલાં વોલન્ટિયર રિટાયર્મેન્ટ લીધું છે. છેલ્લા એકાદ વર્ષથી સમાગમ દરમ્યાન ઇન્દ્રિયમાં યોગ્ય કડકપણું આવવામાં નિયમિતતા નથી રહેતી. વીકમાં માંડ એકાદ વાર પ્રયત્નમાં વાંધો ન આવે, પણ જો વીકમાં એકથી વધારે વાર મન થાય તો પછી નિષ્ફળતા જ મળે, શરીર સાથ ન આપે. એવું પણ મેં જોયું છે કે મિની વેકેશનમાં ક્યાંક ગયા હોઈએ ત્યારે ઘણી વાર ઉપરાઉપરી બે-ત્રણ દિવસ ઇન્ટિમસી માટેની મોકળાશ મળી જાય પણ, રજાના એ દિવસોમાં દરરોજ વાઇફને સંતોષ આપવાનું શક્ય નથી બનતું. હસ્તમૈથુન પણ બિલકુલ મૂકી દીધું તોયે સંતોષ આપવામાં નિયમિતતા નથી રહેતી. મેં ડૉક્ટર પાસે મારા રિપોર્ટ કરાવ્યા, પણ એ બધા નૉર્મલ આવ્યા છે કારણ વિના ક્યારેય આવું બને ખરું? 
કાંદિવલીના રહેવાસી

અત્યારે તમે અઠવાડિયામાં એકાદ વખત સમાગમ કરો ત્યારે વાંધો નથી આવતો, પણ જો એમાં વધારો કરો કે પછી દર બે દિવસે ઇન્ટિમસી માણવાની કોશિશ કરો તો તમને તકલીફ પડી રહી છે એ ઉંમરસહજ લક્ષણ હોઈ શકે એવી શક્યતા વધારે દેખાય છે.
તમે ડૉક્ટરોને મળીને રિપોર્ટ કરાવ્યા એ કહ્યું પણ તમે સેક્સોલૉજિસ્ટ કે સાઇકિયાટ્રિસ્ટને મળ્યા કે નહીં એની સ્પષ્ટતા નથી કરી. આવા સમયે તમારે તેમને પણ કન્સલ્ટ કરવા જોઈએ. કોને મળવું જોઈએ એ તમારા ફૅમિલી ડૉક્ટર સારું ગાઇડ કરશે. બને પણ ખરું કે તમારો આ જે પ્રોબ્લેમ છે એ સાવ જ સામાન્ય હોય અને મેડિસિનથી એને કવરઅપ કરી શકાય એમ હોય, પણ હા એ નિદાન આવે કે પછી એનું નિરાકરણ મળે એ પહેલાં આ વાતને તમે જરા પણ મન પર હાવી થવા ન દો. કારણ કે સેક્સનો સૌથી મોટો દુશ્મન જો કોઈ હોય તો સ્ટ્રેસ છે. સ્ટ્રેસની સીધી આડઅસર સેક્સલાઇફ પર પડે છે અને અત્યારના તબક્કે તમે સ્ટ્રેસ ન લો એ બહુ જરૂરી છે.
જ્યારે સમાગમ દરમ્યાન પત્નીને સંતોષ આપી નથી શક્યા એવું તમને લાગે ત્યારે તમે આંગળી કે મુખમૈથુનથી સંતોષ આપી શકો છો. 

sex and relationships columnists dr mukul choksi