ડૉગી પોઝિશનથી બન્નેને ગમે છે, પણ પ્રૉબ્લેમ નહીં આવેને?

23 August, 2021 12:02 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

છેલ્લા થોડાક સમયથી અમને એકબીજાની સામે ફેસ રાખીને સેક્સ કરવાને બદલે પાછળથી સેક્સ કરવામાં મજા આવે છે. વાઇફને પણ આ સ્ટાઇલ ગમે છે. છેક અંદર સુધી પ્રેશર આવતું હોવાથી તેને પ્લેઝર મળે છે.

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૩૫ વર્ષ છે અને પત્ની ૩૧ વર્ષની. સરસ કૉર્પોરેટ જૉબ છે અને બે બાળકો સાથેની ફૅમિલી લાઇફ પણ એકદમ સરસ છે. હવે અમે એકદમ ફ્રીલી પર્સનલ લાઇફ માણવા માગીએ છીએ. વાઇફ પણ સપોર્ટિવ છે અને એટલે હવે અમે એક્સપરિમેન્ટ્સ પણ કરતા રહીએ છીએ. છેલ્લા થોડાક સમયથી અમને એકબીજાની સામે ફેસ રાખીને સેક્સ કરવાને બદલે પાછળથી સેક્સ કરવામાં મજા આવે છે. વાઇફને પણ આ સ્ટાઇલ ગમે છે. છેક અંદર સુધી પ્રેશર આવતું હોવાથી તેને પ્લેઝર મળે છે. જોકે તેને મનમાં એવું છે કે આ પોઝિશનથી સેક્સ કરવામાં તેના બૉડીનો શેપ બગડી જશે. શું એવું હોય ખરું? અમે બાળક નથી ઇચ્છતા. શું આ પોઝિશનમાં પણ સ્ત્રીને ગર્ભ રહી જાય?
માટુંગાના રહેવાસી

 પાછળથી પેનિટ્રેશન કરી શકાય એવી આ અવસ્થા ડૉગી પોઝિશન તરીકે બહુ પૉપ્યુલર છે. કામસૂત્રમાં વાત્સ્યાયને પણ એનો ઉલ્લેખ કર્યો છે. જો તમને બન્નેને એ પસંદ હોય તો તમે એ રીતે માણી જ શકો છો. ઘણાં કપલ છે જેમને આ પોઝિશનમાં સવિશેષ આનંદ આવે છે. એનું કારણ એ છે કે એમાં પુરુષના બન્ને હાથ વધારે ઍક્ટિવ રહે છે. તેના હાથ ફીમેલની બ્રેસ્ટ સાથે રહી શકે છે તો વજાઇનાના ફ્રન્ટ પાર્ટને મસાજ આપવાનું કામ પણ એ કરી શકે છે. નૅચરલી, આ એવી પોઝિશન છે જેનો સામાન્ય સંજોગોમાં પુરુષ કે સ્ત્રીને અનુભવ મળતો નથી હોતો અને એને લીધે આ પોઝિશનમાં તેમને નવીનતા પણ લાગે છે.
ડૉગી પોઝિશનમાં વધારે મજા આવવાનું એક કારણ એ પણ છે કે એ પોઝિશનમાં પેનિસ અને વજાઇનલ કનેક્શન પણ વધારે સ્ટ્રૉન્ગ રીતે બંધાતું હોય છે અને પેનિટ્રેશનનો અનુભવ છેક અંદર સુધી મળે છે. પોઝિશન કોઈ પણ હોય, જો સ્પર્મ વજાઇનામાં એન્ટર થાય તો પ્રેગ્નન્સી રહેવાની સંભાવના રહે જ છે. જો તમે કૉન્ડોમ વાપરતા હો તો દરેક પોઝિશનમાં એકસરખું પ્રોટેક્શન મળે છે. હા, અધવચ્ચે કૉન્ડોમ સરકી ન જાય એની કાળજી રાખવી જરૂરી છે.

sex and relationships columnists dr mukul choksi