મૅસ્ટરબેશનની આદતને લીધે પગમાં કળતર થાય?

08 November, 2021 11:24 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મહિનામાં સરેરાશ કેટલીવાર મૅસ્ટરેશન કરીએ તો શરીરને વીકનેસ ન લાગે. હવે મારા પેનિસમાં પણ ઢીલાસ આવી ગઈ છે. શું એવું બને?

મિડ-ડે લોગો

હું ૩૮ વર્ષનો ડિવૉર્સી છું. બહાર કોઈ રિલેશન નથી એટલે પ્લેઝર માટે મૅસ્ટરબેશનનો જ આશરો લઉં છું. જ્યારથી ફિઝિકલ સંબંધો બંધ થયા છે ત્યારથી મૅસ્ટરબેશનનું પ્રમાણ પણ વધ્યું છે. લગભગ એ જ ગાળાથી મને રાતે પગમાં કળતરની સમસ્યા ઊભી થઈ છે. પેઇનકિલર લઉં છું, પણ અસર ઊતરે એટલે ફરી પેઇન ચાલુ થઈ જાય છે. ક્યારેક તો દિવસમાં બે વાર મૅસ્ટરબેશન પણ કરું. હમણાં-હમણાં મેં નોટિસ કર્યું છે કે સ્પર્મ આવ્યા પછી પગમાં કળતર વધી જાય છે. મારા ફ્રેન્ડ્સ કહે છે કે વધુ પડતાં મૅસ્ટરબેશનને કારણે શરીર નબળું પડી જાય. હવે ફ્રીક્વન્સીમાં કન્ટ્રોલ કરું છું, પણ ખાસ ફરક નથી અને આખો દિવસ મનમાં સેક્સના જ વિચારો ચાલ્યા કરે છે. મહિનામાં સરેરાશ કેટલીવાર મૅસ્ટરેશન કરીએ તો શરીરને વીકનેસ ન લાગે. હવે મારા પેનિસમાં પણ ઢીલાસ આવી ગઈ છે. શું એવું બને?
માટુંગાના રહેવાસી

સૌથી પહેલાં તો એ વાત સમજી લો કે મૅસ્ટરબેશન હોય કે સેક્સ, એને અને શરીરની વીકનેસને કોઈ જ લેવાદેવા નથી. તમને રોજ જે પગ દુખે છે એ પાછળનું કારણ પગના સ્નાયુઓની તકલીફ હોઈ શકે છે. વિટામિન બી-12ના કારણે પણ પગમાં કળતર થઈ શકે, પણ એ તો રિપોર્ટ કરાવ્યા પછી જ ખબર પડે બહેતર એ છે કે તમે પગની કળતર માટે ફૅમિલી ડૉક્ટરને મળો. 
જો સંકોચ થતો હોય તો ફૅમિલી ડૉક્ટરને મૅસ્ટરબેશન વિશે નહીં કહો તો પણ ચાલશે, કારણ કે મૅસ્ટરબેશનને વીકનેસ સાથે કશું લાગતું-વળગતું નથી અને ખાસ તો તમે જે ફ્રીક્વન્સી કહી એમાં તો વીકનેસ ન જ આવે. તમારી ઉંમર પણ એવી નથી. વધુ બોલવાથી જેમ જીભને થાક નથી લાગતો કે વીકનેસ નથી આવતી કે પછી મૂંગા રહેવાથી તાકાતવાન નથી બનાતું એવું જ પ્રાઇવેટ પાર્ટ્સનું છે. પેનિસ અને જીભ બન્ને શરીરના સેન્ટરમાં છે, બન્નેમાં લોહીનો પ્રવાહ વધુ હોય છે અને બન્નેમાં હાડકાં નથી હોતાં. 
પેઇનકિલર્સ લીધા કરવાથી લાંબા ગાળે નુકસાન થઈ શકે છે માટે તમે તાત્કાલિક તમારા ફૅમિલી ડૉક્ટરને મળો અને તેને લેગ-ક્રૅમ્પની વાત કરો, જેથી એનું નિદાન થાય.

sex and relationships columnists