વાઇફને અમુક સ્પર્શ બહુ ગમે છે તો ક્યારેક ઇરિટેટ થાય છે

01 November, 2021 12:26 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

ક્યારેક તે સહેજ દબાણમાં પણ ખૂબ દુખાવો થાય છે એવું કહે છે તો ક્યારેક તે એ સ્પર્શ એન્જૉય પણ કરે છે અને પછી અચાનક જ મારો હાથ ખેંચીને દૂર કરવાનો પ્રયત્ન કરવા માંડે છે.

પ્રતીકાત્મક તસવીર

મારાં લગ્નને અઢી વર્ષ થયાં છે. મારી વાઇફ પણ ઇન્ટિમસી દરમ્યાન ઍક્ટિવ હોય છે. પેનિટ્રેશન કરતાં તેને આંગળીથી થતા સ્ટિમ્યુલેશનથી વધારે સંતોષ મળતો હોય એવું લાગે છે, પણ હમણાં-હમણાંથી હું તેની ક્લિટોરિસને સ્ટિમ્યુલેટ કરતો હોઉં છું ત્યારે પહેલાં તેને ગમતું હોય, પણ પછી અચાનક જ તે અકળાઈ ઊઠે છે. તેને શું ગમે છે અને શું નહીં, ક્યાં સ્પર્શ કરવાથી તેને ગમે છે એ હું વારેઘડીએ તેને પૂછતો રહું છું. તેની ગમતી ચેષ્ટાઓ જ હું કરું છું છતાં ક્યારેક તે અકળાઈ જાય છે. બ્રેસ્ટની બાબતમાં પણ એવું જ છે. ક્યારેક તે સહેજ દબાણમાં પણ ખૂબ દુખાવો થાય છે એવું કહે છે તો ક્યારેક તે એ સ્પર્શ એન્જૉય પણ કરે છે અને પછી અચાનક જ મારો હાથ ખેંચીને દૂર કરવાનો પ્રયત્ન કરવા માંડે છે. મને સમજાતું નથી કે મારે હવે શું કરવું? 
ઘાટકોપરના રહેવાસી

એકબીજાને ગમતા સ્ટિમ્યુલેટિંગ પૉઇન્ટ્સ જાણીને એ મુજબની ચેષ્ટાઓ કરવી ખૂબ સારી વાત છે, પરંતુ એવું જરૂરી નથી કે કોઈ એક રીત કે ચેષ્ટા આજે ગમતી હોય એટલે એ કાયમ માટે મનગમતી બની જાય. અમુક સ્થિતિ કે સંજોગોમાં અમુક રીત બહુ આનંદ આપતી હોય એવું બને, પણ સ્થિતિ બદલાય ત્યારે એ જ રીત કે ચેષ્ટા એટલી ન પણ ગમે કે પછી ઇરિટેશન આપે.
ક્લિટોરિસ એ ફીમેલ બૉડીનો ખૂબ જ સેન્સેટિવ પાર્ટ છે. એ જગ્યાએ કરવામાં આવતું સ્ટિમ્યુલેશન સરળતાથી ચરમસીમાનો અનુભવ આપે છે, પણ એક વાર પરાકાષ્ઠાનો અનુભવ થઈ જાય એ પછી કેટલીક સ્ત્રીઓમાં એ પાર્ટ અત્યંત સેન્સેટિવ બની જાય છે એટલે એ પછી જો તમે પહેલાં જેટલી જ ગતિથી આંગળીની મૂવમેન્ટ ચાલુ રાખો તો તેને માટે પહેલાં જે સુખનો ભાગ હતો એ જ ભાગ અસુખમય બની જાય અને ઇરિટેશન થવા માંડે. તે તમારો હાથ હટાવવાની કોશિશ કરે ત્યારે એક અર્થ સરે છે કે તેને ઑર્ગેઝમ અનુભવાઈ ચૂક્યું છે અને હવે તે સ્પર્શ પ્રત્યે વધુ સંવેદનશીલ થઈ ગઈ છે. પિરિયડ્સ પહેલાંના ટાઇમમાં બ્રેસ્ટમાં હેવીનેસ આવી જાય છે, જેને કારણે એની સેન્સિટિવિટી વધી જાય છે, જેને લીધે એ જગ્યાનો સ્પર્શ ગમતો નથી કે પછી ઇરિટેશન ઊભી કરવાનું કામ કરે છે.

sex and relationships columnists