બાલ્કની અને ટેરેસમાં સેક્સનું મન થાય પણ વાઇફનો સપોર્ટ નથી

11 October, 2021 11:10 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મારી વાઇફને સતત ડર રહ્યા કરે છે કે કોઈ જોઈ જશે તો? નેચરલી એ ડર મને પણ હોય છે. પાર્કિંગમાં સેક્સ કર્યા પછી હવે તે મને સપોર્ટ નથી કરતી.

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૩૧ વર્ષની છે. અમારે એક બાળક છે અને બીજું બાળક નથી ઇચ્છતાં. હમણાં થોડા સમયથી મારી સેક્સ માટેની ફૅન્ટસીમાં ચેન્જ આવ્યો છે. મને બેડરૂમને બદલે જુદી-જુદી જગ્યાએ સેક્સની ઇચ્છા થયા કરે છે. કિચન અને વૉશરૂમથી માંડીને મને બાલ્કનીમાં પણ સેક્સની ઇચ્છા થાય અને ટેરેસ પર પણ સેક્સ કરવાનું મન થઈ આવે. એક વખત તો અમે રાતે અમારા પાર્કિંગમાં કારમાં સેક્સ માણ્યું હતું. જોકે આ બધામાં મારી વાઇફને સતત ડર રહ્યા કરે છે કે કોઈ જોઈ જશે તો? નેચરલી એ ડર મને પણ હોય છે. પાર્કિંગમાં સેક્સ કર્યા પછી હવે તે મને સપોર્ટ નથી કરતી. મને એક તો એ જાણવું છે કે મારી આ ઇચ્છામાં કશું અનઍથિકલ કહેવાય ખરું? વાઇફ કહે છે કે આ વિકૃતિ છે. મારે આ ઇચ્છાઓ ચેન્જ કરવા માટે શું કરવું જોઈએ?
બાંદરાના રહેવાસી

ફર્સ્ટ ઑફ ઑલ, સેક્સની એક પણ ઇચ્છા અનઍથિકલ ન કહેવાય, જ્યાં સુધી તમે તમારા પાર્ટનર સાથે સેક્સ માણો છો. બીજી વાત, તમારી ઇચ્છાઓમાં કશું વિકૃતિ જેવું પણ નથી એટલે એ વાત તમારા અને તમારી વાઇફના મનમાંથી કાઢી નાખો એ પણ જરૂરી છે. રેગ્યુલર જગ્યા પર કે પછી રૂટિન રીતે સેક્સ કરવાને બદલે એક્સાઇટમેન્ટ સાથે જુદા પ્રકારની જગ્યા પર સેક્સ કરવાની ઇચ્છા થવી એમાં કશું નવું નથી. હા, આજકાલ આ ટ્રેન્ડ યંગ કપલમાં વધ્યો છે એ હકીકત છે. થોડા સમય પહેલાં એક કૉન્ડમ કંપનીએ અમેરિકામાં સર્વે કર્યો હતો એ સર્વે મુજબ, અમેરિકામાં કાર જ નહીં પણ એલિવેટર અને થિયેટરમાં પણ સેક્સ કરવાની ફેન્ટસી ધરાવતા લોકોની સંખ્યા બહુ મોટા પ્રમાણમાં છે, પણ એ ફેન્ટસી છે અને દરેક ફેન્ટસી ત્યારે જ અસરકારક બને જ્યારે પાર્ટનર એમાં સંપૂર્ણ ઇચ્છા સાથે જોડાઇ અને પૂરતો સાથ આપે. જો તમારી વાઇફને એ ફેન્ટસી ન ફાવતી હોય અને એ પૂર્ણ ઇચ્છા સાથે એમાં જોડાઈ ન શકતી હોય તો તમારી ફેન્ટસીને કોઈ ચરમસીમા નહીં મળે અને એવા સમયે તમે યંત્રવત્ રીતે જ આનંદ માણશો, એટલે બહેતર છે કે તમે એવી જ ફેન્ટસી કેળવો જેમાં તમારી વાઇફ પણ  સો ટકા આનંદ લઈ શકતી હોય.

sex and relationships columnists