અચાનક જ વીર્ય ઘટી ગયું છે અને સાવ પાણી જેવું આવવા માંડ્યું છે

15 December, 2021 03:55 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

અત્યાર સુધીમાં મેં વીસેક વખત વીર્યદાન કર્યું છે. શું હવે એનો ઉપયોગ ત્યાં નહીં થઈ શકે? શું હું ખરેખર પુરુષાતન ગુમાવી બેસીશ? 

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૫૦ વર્ષની છે. મારા મૅરેજને ૨૦ વર્ષ થયાં છે. શરીરમાં કોઈ રોગ નથી પણ હમણાં એક પ્રૉબ્લેમ શરૂ થયો હોય છે. સામાન્ય રીતે હું એકાદ-બે દિવસે મૅસ્ટરબેશન કરતો હોઉં છું અને વીકમાં એકાદ વાર વાઇફ સાથે સંભોગ માણું છું, પણ છેલ્લા એકાદ મહિનાથી મારા વીર્યની ક્વૉન્ટિટી ઘટી ગઈ છે અને એ પાતળું થઈ ગયું છે. મારા ફ્રેન્ડનું  કહેવું છે કે વધુ પડતા મૅસ્ટરબેશનને લીધે એવું બન્યું છે. સાહેબ, મેં એક વાત કોઈને કહી નથી, પણ હું નિયમિત સ્પર્મ-ડોનર છું. અત્યાર સુધીમાં મેં વીસેક વખત વીર્યદાન કર્યું છે. શું હવે એનો ઉપયોગ ત્યાં નહીં થઈ શકે? શું હું ખરેખર પુરુષાતન ગુમાવી બેસીશ? 
ઘાટકોપરના રહેવાસી

તમે જે ઉંમર કહી છે અને સમાગમ તથા મૅસ્ટરબેશનની જે તમે માત્રા કહી છે એ જોતાં કહી શકાય કે તમે લાઇફને બરાબર માણી છે, પણ તમારો પ્રશ્ન અને તમારી શંકા એ બે વચ્ચે તાલમેલ નથી. યાદ રાખજો, વધુ વીર્ય વહી જવાથી વીર્યની ક્વૉન્ટિટીમાં ઘટાડો આવે એવું બને, વીર્ય પાતળું પણ પડી શકે; પણ એનાથી શુક્રાણુ નબળા થઈ જાય એવું નથી હોતું. વીર્યના એક ટીપામાં રહેલા શુક્રાણુમાં પણ એ જ તાકાત છે જે ચમચી ભરીને આવેલા વીર્યમાં છે. એવું માનવું ગેરવાજબી છે કે વીર્ય સંઘરી રાખવાથી શુક્રાણુ સ્ટ્રોન્ગ થાય. જો એમ થતું હોય તો જેમના શુક્રાણુ નબળા હોય તેને મેડિસિન લેવાને બદલે એક મહિનો બ્રહ્મચર્ય પાળી લેવું જોઈએ, જેથી તે જ્યારે પણ પછી વીર્યનો ઉપયોગ કરે ત્યારે એ એકદમ સ્ટ્રોન્ગ હોય, પણ એવું નથી હોતું.
વીર્યની ક્વૉન્ટિટીના આધારે ક્યારેય પુરુષાતન કે મર્દાનગી નક્કી નથી થતાં. તમારી ઉંમર થઈ છે એની અસર હવે શરીરમાં દેખાય એ સ્વાભાવિક છે અને સારી વાત એ છે કે તમે સેક્સનો આનંદ લઈ રહ્યા છો. અત્યારે તમારા મનમાં ઉચાટ છે અને એ ઉચાટ ભાઈબંધોએ આપેલી ભ્રમણાના કારણે છે. તમે સ્પર્મ ડોનેશનમાં ઍક્ટિવ છો એ સારી વાત છે અને સૌથી અગત્યની વાત છે. એજ્યુકેટેડ વ્યક્તિ એ દિશામાં આગળ વધે એ જરૂરી છે, પણ સમય જતાં હવે તમારે એ ડોનેશન રોકવું જોઈએ, એ તમને સ્પર્મ બૅન્કમાંથી કહેશે.

sex and relationships columnists