અચાનક જ સેક્સમાંથી રસ ઊડી ગયો છે

01 December, 2021 05:22 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મને લાગે છે કે ધીમે-ધીમે નપુંસક થઈ રહ્યો છું. હું એ પણ જોઉં છું કે વાઇફ પણ હવે મને બેડ પર અવગણે છે. એને ટચ પણ કરું તો તરત જ મને કહી દે છે કે રહેવા દો, તમારાથી કંઈ થશે નહીં. 

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૪પ વર્ષની છે. હું કૉલેજમાં ભણતો ત્યારથી મને સ્મોકિંગની આદત હતી. વીસેક વર્ષ સ્મોકિંગ કર્યા પછી મેં પાનમસાલા ખાવાના શરૂ કર્યા. મારી આ આદતોના કારણે હવે મને પ્રૉબ્લેમ દેખાવો શરૂ થયો છે. આ પ્રૉબ્લેમ મને મારી સેક્સલાઇફમાં દેખાય છે. કહેવામાં સંકોચ થાય એવો પ્રૉબ્લેમ હું અત્યારે ફેઝ કરું છું. થોડા સમયથી મારી પેનિસ નાની થતી જાય છે. ઉત્થાન બરાબર થયા પછી પણ એ નાની જ દેખાય છે અને એ હવે વાઇફ પણ ફીલ કરે છે. ક્યારેક તો પૂરતી ઉત્તેજના પણ નથી આવતી. છ મહિનાથી ટબૅકો ખાવાનું તો બંધ કર્યું છે, પણ એનાથી કોઈ ફરક નથી પડ્યો અને ધીમે-ધીમે હવે મારું ઉત્થાન પણ ઓછું થવા માંડ્યું છે. હવે માંડ બે-ચાર ટીપાં સ્પર્મ આવે છે. મને લાગે છે કે ધીમે-ધીમે નપુંસક થઈ રહ્યો છું. હું એ પણ જોઉં છું કે વાઇફ પણ હવે મને બેડ પર અવગણે છે. એને ટચ પણ કરું તો તરત જ મને કહી દે છે કે રહેવા દો, તમારાથી કંઈ થશે નહીં. 
ભાંડુપના રહેવાસી

જુઓ, તમે જે વર્ણન કર્યું છે એ વાંચતાં તમને સૌથી પહેલાં તો એ ઍડ્વાઇઝ આપવાની કે તમારા મનમાં રહેલા તમામ ભ્રમ કાઢી નાખો. તમે અત્યારે ભ્રમથી પીડાઈ રહ્યા છો માટે પહેલી જરૂરિયાત એ છે કે તમે એમાંથી બહાર આવો. સેક્સ અને સાઇકોલૉજી બન્નેને સીધો સંબંધ છે. તમે મનથી શું વિચારો છો અને માનો છો એ સેક્સલાઇફમાં ખૂબ જ મોટો ભાગ ભજવે છે. સિગારેટ અને પાનમસાલા ખાવાનું છોડીને તમે બહુ સારું પગલું ભર્યું છે. હવે એ દિશામાં જોતા પણ નહીં અને ધારો કે એનું નામ પણ બોલાઈ જાય તો તરત જ પહેલાં નાહવા જજો. તમારી માટે ટબૅકો એ હવે પાપથી બદતર કંઈ નથી. તમને જે પ્રૉબ્લેમ છે એ પ્રૉબ્લેમને વિડ્રોઅલ સિમ્પ્ટમ્સ કહે છે. ટબૅકો છોડવાના કારણે આવી અસર ઊભી થઈ શકે છે પણ હા, એમ છતાં આવું ધારી લેવાને બદલે તમારે એનું સાચું નિદાન પણ કરવું જોઈએ. તમે મનગમતા પૉર્ન વિડિયો જોઈને મૅસ્ટરબેશન કરો અને રિઝલ્ટ જુઓ. એવું લાગે તો એકાદ-બે વાર વાયેગ્રા લઈને પણ ટ્રાય કરી જુઓ, પણ પહેલી શરત, મનમાંથી ડર કાઢી નાખો.

sex and relationships columnists