કોવિડ પિરિયડમાં બાળકનું પ્લાનિંગ કરવું જોઈએ કે નહીં?

03 May, 2021 11:40 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મારાં મૅરેજને અઢી વર્ષ થયાં છે. મારી વાઇફની ઇચ્છા હવે બાળકની છે. છેલ્લા દોઢ-બે મહિનાથી તે સતત બાળક માટે કહે છે અને હવે તેનું પ્રેસર વધ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૨૮ વર્ષની છે, હમણાં અમારી ઑફિસમાં સિસ્ટમ બની છે જે મુજબ, એક વીક મારે ઑફિસ જવાનું, જ્યારે બીજા વીકે મારા કલીગે ડ્યુટી પર જવાનું હોય છે. મારાં મૅરેજને અઢી વર્ષ થયાં છે. મારી વાઇફની ઇચ્છા હવે બાળકની છે. છેલ્લા દોઢ-બે મહિનાથી તે સતત બાળક માટે કહે છે અને હવે તેનું પ્રેસર વધ્યું છે. એનું માનવું છે કે જો આ સમયે બાળક કન્સિવ થાય તો જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં બાળક આવે. આ મહિનાઓ બન્નેની હેલ્થ માટે સારા રહે. આપની શું સલાહ છે? - ગોરેગામના રહેવાસી

 હું તમારી વાત સાથે સહમત છું. આ સમય બાળકનું પ્લાનિંગ ન કરવામાં આવે એ હિતાવહ છે. ખાસ કરીને એવી વ્યક્તિ માટે જેણે કોવિડની સેકન્ડ વેવ સમયે પણ ઘરની બહાર નીકળીને ડ્યુટી કરવાની હોય છે. હું કહીશ કે અત્યારે જે ઘરની બહાર નીકળતો હોય એ વ્યક્તિ માટે ફિઝિકલ રિલેશનશિપ પણ હિતાવહ નથી. એવું કરીને તે પોતાની વાઇફને અજાણતાં જ કોવિડ આપવાની ભૂલ કરી શકે છે. જો તમારે ઘરમાં જ રહેવાનું હોત કે પછી તમે વર્ક ફ્રૉમ હોમ કરી શકતા હોત તો ચોક્કસ બાળકના પ્લાનિંગ માટે આગળ વધવાની ઍડ્વાઇઝ આપી હોત પણ તમે બહાર નીકળો છો એવા સમયે આવી સલાહ આપવી યોગ્ય નથી. બહેતર છે કે તમે અત્યારનો આ સમય પસાર કરી નાખો. તમે તમારી વાઇફને પણ સમજાવો અને પેન્ડેમિક પસાર કરી નાખવાનું કહો. તમારું બહાર નીકળવાનું જ્યાં સુધી અટકે નહીં કે પછી તમે વૅક્સિનના બન્ને ડોઝ લઈને એક મહિના જેવો સમય પસાર ન કરી નાખો ત્યાં સુધી બાળકનું માંડી વાળો અને એ પછી તમે બાળકનું પ્લાનિંગ કરો. તમે જે ઉંમર કહી છે એ ઉંમર સાથે ચાર-છ મહિનામાં કશું ખાટું-મોળું નથી થઈ જવાનું. તમારાં મૅરેજને પણ એવો મોટો ટાઇમ પસાર થયો કે તમારી વાઇફ એ બાબતનું પણ ટેન્શન કરે. બહેતર છે કે આ સમય પાસ કરીને તમે બન્ને તમારા બન્ને માટે થોડો સમય જીવો. ફિઝિકલ રિલેશનમાં ઇન્ટિામેટ સંબંધ બાંધો તો લિપ્સ-ટુ-લિપ્સ કિફસ કરવાનું ટાળજો.

columnists dr. mukul choksi