પેનિસની નસો દેખાતી નથી અને પહેલાં જેવું રહ્યું નથી, શું કરું?

14 June, 2021 02:09 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

છેલ્લા એક વર્ષથી હું બુટી જેલ વાપરું છું. એનાથી મને સારું લાગે છે, પણ ખાવામાં જરાક વધારે ખારું આવી જાય તો પેનિસ નબળું પડી જાય છે. મારે સ્પેશ્યલિસ્ટ પાસે જવું જોઈએ? લોહી વધારવાની કોઈ દવા સજેસ્ટ કરી શકો?

GMD Logo

મૅસ્ટરબેશનને લીધે મારા પેનિસનો આકાર બદલાઈ ગયો છે. ડૉક્ટરને બતાવવા છતાં હજી સુધી કોઈ ફાયદો નથી થયો. તેમનું કહેવું છે કે મૅસ્ટરબેશનને લીધે હવે લોહીનું સર્ક્યુલેશન બરાબર નથી થતું. પેનિસની નસો નથી દેખાતી અને એ હોવું જોઈએ એવું રહ્યું નથી. છેલ્લા એક વર્ષથી હું બુટી જેલ વાપરું છું. એનાથી મને સારું લાગે છે, પણ ખાવામાં જરાક વધારે ખારું આવી જાય તો પેનિસ નબળું પડી જાય છે. મારે સ્પેશ્યલિસ્ટ પાસે જવું જોઈએ? લોહી વધારવાની કોઈ દવા સજેસ્ટ કરી શકો?
વિલે પાર્લેના રહેવાસી

 તમે જે બુટી જેલની વાત કરો છો એના વિશે હું બહુ જાણતો નથી, પણ માલિશમાં ઘણી વાર એવું બનતું હોય છે કે માલિશ થયા પછી થોડો સમય એ ભાગ વધુ તંદુરસ્ત જોવા મળે. બીજી વાત, તમે કહ્યું કે પેનિસમાં લોહીનું સર્ક્યુલેશન બરાબર નથી થતું. જો ડૉક્ટરે માત્ર નરી આંખે જોઈને આવું તમને કહ્યું હોય અને તમે એ વાત માન્યા હોય તો એક દુહો યાદ આવે છે... એકને કહી, દૂસરેને માની
ગુરુ નાનક કહે, દોનોં જ્ઞાની.
ઇન્દ્રિય પર નસો દેખાય કે નહીં એનાથી કોઈ ફરક પડતો નથી. જે ડૉક્ટરે તમને કહ્યું છે અને તમે એ વાત સાંભળી લીધી પણ એને સત્ય માનવાની જરૂર નથી. ખરું કહું તો આ ઊંટવૈદું માત્ર છે. સેક્સ વખતે જે ક્રિયા વજાઇના કરે છે એ જ ક્રિયા મૅસ્ટરબેશન વખતે મુઠ્ઠી કરે છે. સેક્સ પછી જેમ ઇન્દ્રિયનો આકાર બદલાતો નથી એ જ રીતે મૅસ્ટરબેટ કરવાથી પણ પેનિસનો આકાર બદલાતો નથી. આ સાવ જ વાહિયાત અને ખોટી વાત છે એટલે તમે પહેલું કામ ડૉક્ટર બદલવાનું કરો. ધારો કે તેણે પ્રૉપર ચેકઅપ કર્યું હોય અને એ પછી એક્ઝામિન કર્યું હોય તો સમજી શકાય કે પેનિસમાં લોહીનું સર્ક્યુલેશન બરાબર નહીં થતું હોવાની વાતમાં તથ્ય છે પણ તમે જે વિગત આપી છે એના આધારે તો એમ જ કહેવું પડે કે એવું ચેકઅપ થયું નથી અને તેણે સરસ રીતે તમને મૂર્ખ બનાવી દીધા. પણ મનમાં આવી શંકા આવી ગઈ હોય તો એક વખત કોઈ સારા સર્જ્યનને મળી તેની સલાહ લઈ લો જેથી શંકાનું નિરાકરણ થઈ જાય.

columnists sex and relationships dr. mukul choksi