પ્રસૂતિ પછી વજાઇના લૂઝ થતાં પેનિટ્રેશનમાં મજા નથી આવતી

26 April, 2022 02:18 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

વજાઇનાનાં મસલ્સ લૂઝ થઈ ગયાં હોવાથી મૂવમેન્ટ ફીલ નથી થતી. ખૂબ ટ્રાય કરું તો પણ સેક્સ દરમ્યાન તેમને ઇજેક્યુલેશન થતું જ નથી. શું મસલ્સ લૂઝ થવાને લીધે જ આમ થતું હશે?

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૩૦ વર્ષ છે અને મારા હસબન્ડની ૩૪ વર્ષ. આઠ મહિના પહેલાં જ અમે પેરન્ટ્સ બન્યાં છીએ. પ્રેગ્નન્સીના છેલ્લા મહિનાઓમાં અમે સેક્સ અવૉઇડ કરતાં હતાં. ડિલિવરી પછી એક મહિનો સ્ટિચિઝ રુઝાવામાં ગયો અને એ પછી અમે સેક્સ શરૂ કર્યું, સેક્સલાઇફ આમ નૉર્મલ છે, પણ એમાં પ્રૉબ્લેમ આવે છે. અમે ઘણી ટ્રાય કરીએ છીએ છતાં પણ મારા હસબન્ડ ક્લાઇમૅક્સ સુધી પહોંચી નથી શકતા એટલે હું તેને ઓરલ સેક્સ કે પછી મૅસ્ટરબેટ કરી આપું છું. મને પોતાને પણ ડિલિવરી પછી સેક્સનું મન નથી થતું અને સેક્સમાં એવી મજા નથી આવતી જેવી પહેલાં આવતી. વજાઇનાનાં મસલ્સ લૂઝ થઈ ગયાં હોવાથી મૂવમેન્ટ ફીલ નથી થતી. ખૂબ ટ્રાય કરું તો પણ સેક્સ દરમ્યાન તેમને ઇજેક્યુલેશન થતું જ નથી. શું મસલ્સ લૂઝ થવાને લીધે જ આમ થતું હશે?
મુલુંડ

હા, ખાસ કરીને નૉર્મલ ડિલિવરી પછી આવું થવાના ચાન્સિસ વધારે હોય છે. આમ તો વજાઇનાનાં મસલ્સ સ્થિતિસ્થાપક હોય, પણ ડિલિવરી પછી એમાં થોડીક ઢીલાશ આવી જાય એવું બની શકે. જો ક્લાઇમૅક્સ સુધી પહોંચી ન શકાતું હોય, પણ ઓરલ સેક્સ કે પછી મૅસ્ટરબેટથી ઇજેક્યુલેશન સહજતાથી થતું હોય તો એનો મતલબ છે કે વજાઇનામાં પેનિસને પૂરતી પકડ ફીલ નથી થતી. 
વજાઇનાના ટીશ્યુઓને મજબૂત કરવા કીગલ તરીકે ઓળખાતી એક્સરસાઇઝ નિયમિત કરવી જોઈએ, જેમાં વજાઇનાના સ્નાયુઓને સંકોચન આપી પછી અને રિલૅક્સ કરવાના હોય છે. જેમ યુરિન પાસ થતું રોકવું હોય તો એ ભાગના સ્નાયુઓને સંકોચવા પડે એમ થોડીક ક્ષણો માટે સંકોચન અને વિસ્તરણ એમ ૧૦-૧૦ આવર્તન દિવસમાં લગભગ ત્રણથી ચાર વખત કરવાથી સ્નાયુઓની ઇલૅસ્ટિસિટી વધશે પણ હા, એક્સરસાઇઝથી ઇન્સ્ટન્ટ રિઝલ્ટ નહીં મળે. આ બેનિફિટ જોવા મળે ત્યાં સુધી સેક્સ દરમ્યાન પેનિટ્રેશન પછી તમારે પાર્ટનરની વેસ્ટ કે પછી થાઈ ફરતે પગથી આંટી મારીને ક્રોસ બનાવી દેવો અને એમ છતાં પણ જો કોઈ ફરક ન લાગે તો ગાયનેકોલૉજિસ્ટને કન્સલ્ટ કરો. તે વજાઇનામાં એક એકસ્ટ્રા સ્ટિચ લઈને યોનિની પેનિસ પર પકડ મજબૂત બનાવી શકે છે.

sex and relationships columnists