ઇન્દ્રિય મોટી હોવાથી પાર્ટનર રિલેશન માટે રાજી નથી થતી

11 January, 2023 04:58 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

ઇન્દ્રિય લાંબી હોવાથી ક્યારેય કોઈની સેક્સલાઇફ બગડતી નથી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

લોકો લાંબી અને મોટી ઇન્દ્રિય માટે ભગવાનને પ્રાર્થના કરે છે, પણ મારા કેસમાં અવળી વાત છે. મારી ઉંમર પ૬ વરસ છે. હું ડિવૉર્સી છું, પણ મેં બે-ચાર નિયમિત એવી ફ્રેન્ડ્સ રાખી છે જેની સાથે હું ફિઝિકલી આગળ વધુ છું. તેઓ પ્રોફેશનલ્સ છે, તે દરેકની સાથે મેં માંડ ત્રણથી ચાર વાર સંબંધ બાંધ્યો હશે, પણ દરેક વખતે તેનું કહેવું એક જ હતું કે મારી પેનિસની સાઇઝ ખૂબ મોટી અને જાડી હોવાથી તેને ખૂબ દુખાવો થાય છે. ઉત્તેજના વખતે મારું શિશ્ન સાતથી આઠ ઇંચ લાંબું થાય છે. દરેક વખતે ઇન્ટરકોર્સ પછી મારી એ બધી પાર્ટનરને પીડા થતી હતી. હવે તેઓ મને એકાંતમાં મળવા પણ રાજી નથી. કારણ પૂછું તો એવું જ કહે છે કે તારું પેનિસ લાંબું છે એટલે આપણે સેક્સ નહીં કરીએ. લાંબી ઇન્દ્રિય મારી સેક્સલાઇફ બગડશે તો નહીં?  ભાઈંદર

મહાશય શાંત, તમારે બહુ મોટી ભ્રમણા ભાંગવાની જરૂર છે. તમે કહો છો કે તમારી ઇન્દ્રિય સાતથી આઠ ઇંચની છે, પણ એ કંઈ એવી મોટી ન કહેવાય, જેટલો મોટો હાઉ તમે મનમાં ઊભો કર્યો છે. ઇન્દ્રિય લાંબી હોવાથી ક્યારેય કોઈની સેક્સલાઇફ બગડતી નથી, કારણ કે યોનિમાર્ગના મસલ્સ ખૂબ જ ફ્લેક્સિબલ હોય છે ને એટલે જ તો ડિલિવરી વખતે એમાંથી આખું બાળક બહાર નીકળી શકે છે. તમે જ વિચારો, શું બાળકના માથાનો ઘેરાવો અને તમારી ઇન્દ્રિયની જાડાઈ સરખી છે ખરી?

તેમને જે તકલીફ થાય છે એ ટેક્નિકલ પ્રૉબ્લેમ છે. જ્યાં સુધી પાર્ટનર બરાબર ઉત્તેજિત ન થઈ હોય ત્યાં સુધી યોનિમાર્ગના સ્નાયુઓ રિલૅક્સ થઈને ફ્લેક્સિબલ નથી થતા. તમારે વધુ ફોરપ્લેમાં સમય ગાળવો જરૂરી છે. એ પછી ડાયરેક્ટ ઇન્દ્રિય પ્રવેશ કરાવવાને બદલે પહેલાં એક-બે આંગળી અંદર નાખીને જોવી. જરૂર પડ્યે લુબ્રિકેશન વાપરવું, જેથી ઇન્દ્રિય પ્રવેશ વખતે ઘર્ષણ ટળશે અને એટલે દુખાવો ઓછો થશે. 

આ પણ વાંચો : બ્રેસ્ટફીડ વખતે પ્રેગ્નન્સી ન રહે એવું વાઇફ કહે છે, શું એ સાચું છે?

યોનિમાર્ગ ખૂબ જ ફ્લેક્સિબલ છે એટલે એક વાર ઇન્દ્રિય પ્રવેશ થયા પછીની મૂવમેન્ટમાં વાંધો નહીં આવે. ઇલૅસ્ટિસિટી મૅક્સિમમ મળે એ માટે પણ ફીમેલ પાર્ટનરને સમાગમ પહેલાંના સંવનનથી ઉત્તેજિત કરવાનું ખૂબ જ જરૂરી છે.

columnists sex and relationships life and style health tips