પેરન્ટ્સ પિયર્સિંગની પરમિશન નથી આપતા

06 May, 2022 04:34 PM IST  |  Mumbai | Sejal Patel

ટૅટૂ કે પિયર્સિંગ એ કંઈ એવી ચીજ નથી કે ન ગમ્યું તો કાઢીને બાજુમાં મૂકી દઈ શકાય

મિડ-ડે લોગો

 હું હજી દસમા ધોરણમાં ભણું છું. મારાં પેરન્ટ્સ આમ તો પોતાને બહુ ઓપન માઇન્ડેડ ગણાવે છે, પણ ક્યારેક ખોટાં રિસ્ટ્રિક્શન્સ અમારી પર લાદે છે. અમને કહે કે તમારે જે ફીલ્ડમાં આગળ વધવું હોય એમાં કરો. એમ છતાં કેટલીક એવી નાની બાબતોમાં તેઓ ઑર્થોડોક્સ છે. મારે નાક અને કાનમાં એકસ્ટ્રા પિયર્સિંગ કરાવવું છે, પણ તેમનું કહેવું છે કે આ તો ખોટા વેસ્ટર્ન વર્લ્ડના નખરાં છે. આવું બધું નહીં કરવાનું. તું અઢારની થાય એ પછીથી નક્કી કરજે. ઇન ફૅક્ટ, મારી મોટી બહેનને ટૅટૂ કરાવવું હતું તો એના માટે પણ તેમણે વીસ વર્ષની લિમિટ મૂકી હતી. જોકે બહેન વીસની થઈ ત્યાં સુધીમાં તેનો ટૅટૂ કરાવવાનો ચસકો ઊતરી ગયેલો. તેઓ મને પણ એમ જ કહે છે કે તું અઢારની થાય એ પછી જો તને મન હોય તો કરજે, ત્યાં સુધી નહીં. જ્યારે નાક અને ચૂંક માટેનાં કાણાં પડાવ્યા ત્યારે તો હું સમજણી પણ નહોતી, હવે જ્યારે હું સામેથી કરાવવા માગુ છું ત્યારે તેઓ મને નાની ગણે છે. બીજું, આ કંઈ વેસ્ટર્ન કલ્ચર થોડી છે? આપણા ઘણાં ગોડેસ છે જેમના કાનમાં એક કરતાં વધારે કાણાં તમને જોવા મળશે. મારે તેમને કન્વીન્સ કરવા હોય તો શું કરવું જોઈએ?

તમે સવાલ પૂછ્યું છે પેરન્ટ્સને કન્વીન્સ કરવા હોય તો શું કરવું જોઈએ? પણ હું તમને ત્યારે જ એનો ઉકેલ આપી શકું જ્યારે હું તમારી ડિમાન્ડથી કન્વીન્સ્ડ હોઉં, બરાબરને? 
હા, એક રીતે જોઈએ તો તમારી તમામ દલીલો લૉજિકલ છે. પરંતુ હ્યુમન સાઇકોલૉજીની વાત કરીએ તો સોળથી અઢાર વર્ષની ટીનેજનો સમય એવો છે જેમાં ઘણી વાર આપણે બીજાની દેખાદેખી કરીને મને પણ આવું કરવું છે એવું મન બનાવી લેતા હોઈએ છીએ. આ જીવનનો એવો ટ્રાન્ઝિશનનો ફેઝ છે જેમાં તમે અમુક ચીજો બહુ ઇન્ટેન્સલી ફીલ કરો છો, પણ દરેક વખતે એ ફીલિંગ કે એ લાઇકિંગ લૉન્ગ ટર્મ સુધી આગળ વધે એ જરૂરી નથી. જેવું તમારી બહેનનું ટૅટૂ બનાવવાનું ભૂત વીસ વર્ષ સુધીમાં હવા થઈ ગયું એવું જ કંઈક તમારી સાથે બને તો? વળી, ટૅટૂ કે પિયર્સિંગ એ કંઈ એવી ચીજ નથી કે ન ગમ્યું તો કાઢીને બાજુમાં મૂકી દઈ શકાય. એ ચીજો લાઇફટાઇમ તમારી સાથે કૅરી કરવી જ પડે. ધારો કે એ તમારું પર્મનન્ટ લાઇકિંગ હશે તો અઢારના થાઓ એ પછી કોઈ નહીં રોકે.
      

columnists