ઇન્દ્રિયની ડાબી બાજુ સોપારી જેટલો ભાગ ઊપસી આવ્યો છે

13 October, 2021 07:38 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

બાકી બ્લડ-પ્રેશર સિવાય બીજી કોઈ તકલીફ નથી. હસ્તમૈથુન દરમ્યાન જ મને ખબર પડે છે કે ઇન્દ્રિયની ડાબી તરફ ગાંઠ જેવું ઊપસેલું છે. હસ્તમૈથુનની આ આડઅસર હોય એવું બને ખરું?

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૬૧ વર્ષ છે. છેલ્લા ચારેક મહિનાથી મને હસ્તમૈથુન દરમ્યાન તકલીફ પડે છે. વાઇફ બે વર્ષ પહેલાં અવસાન પામી એટલે હસ્તમૈથુનનું પ્રમાણ પહેલાં કરતાં વધી ગયું. છેલ્લા થોડા મહિનાથી ઇન્દ્રિયની ડાબી બાજુએ સોપારી જેટલો ભાગ ઊપસી આવ્યો છે. એ ભાગ દબાવવાથી પીડા નથી થતી. હસ્તમૈથુન કરું તો એ પછી સારોએવો દુખાવો થાય છે. આને કારણે મારે હસ્તમૈથુન બંધ કરી દેવું પડ્યું છે. મને ઘણા વખતથી રાતે વારંવાર યુરિન પાસ કરવા ઊઠવું પડે છે. ડૉક્ટરનું કહેવું હતું કે પ્રોસ્ટેટ ફૂલી રહી છે. બાકી બ્લડ-પ્રેશર સિવાય બીજી કોઈ તકલીફ નથી. હસ્તમૈથુન દરમ્યાન જ મને ખબર પડે છે કે ઇન્દ્રિયની ડાબી તરફ ગાંઠ જેવું ઊપસેલું છે. હસ્તમૈથુનની આ આડઅસર હોય એવું બને ખરું?
ભાઈંદરના રહેવાસી

તમારા વર્ણન પરથી હર્નિયા હોવાની શક્યતા વધારે લાગે છે. ઘણી વાર મનમાં ચાલતાં ઉત્પાત અને ચિંતાને લીધે નાની લાગતી તકલીફ પણ મોટી બને એ પછી નજર સામે આવે. અંગત સલાહ છે કે ચારેક મહિના સુધી તમે આ વાતને તમારા સુધી રાખી પણ હવે આ લક્ષણોને સાવ હળવાશથી ન લેવાં જોઈએ. ક્લિનિકલ તપાસ દ્વારા ચોક્કસ નિદાન કરવા માટે વહેલી તકે ડૉક્ટરને કન્સલ્ટ કરા.
હર્નિયા હોય તો એ તમને કેટલીક કાળજીઓ રાખવાનું સૂચવશે. જેમ કે વધુ પડતું વજન ન ઊંચકવું. કમરથી નીચેના અંગો પર પ્રેશર ન આવે એનું ધ્યાન રાખવું. રોજ પેટ સાફ થઈ જાય એની કાળજી રાખવી. જો કબજિયાત રહેશે અને મળ કઠણ થઈ જશે તો ટૉઇલેટ જતી વખતે વધારે જોર કરવાથી હર્નિયામાં વધારે તકલીફ થશે. વધુ પડતી ખાંસી પણ ન થવી જોઈએ, નહીંતર પ્રેશરને કારણે હર્નિયાની સમસ્યા પરેશાની વધારી શકે. આવા સંજોગોમાં સંભોગ કે હસ્તમૈથુન ન કરવું જોઈએ. ફૅમિલી ડૉક્ટર પાસે જવાનો સમય મારી દૃષ્ટિએ પૂરો થઈ ગયો છે, હવે તમારે વહેલી તકે સારા સર્જ્યનને કન્સલ્ટ કરવા જરૂરી છે. તેમને જરૂર લાગે તો ઑપરેશન પણ કરાવવું પડે. પ્રોસ્ટેટની તકલીફ હોય તો ૬૦ વર્ષની ઉંમર પછી નિયમિત રીતે દર વર્ષે એની તપાસ કરાવવી જરૂરી છે.

sex and relationships columnists