બધું ગમતું કરું છું, છતાં વાઇફ ઇરિટેટ થાય છે

25 April, 2022 09:06 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

હું તેની સાથે જે કંઈ કરું છું એ બધું પૂછીને જ કરતો હોઉં છું છતાં પણ આ પ્રકારનું ઇરિટેશન આવવાનું કારણ શું હોય શકે? મને પ્લીઝ ગાઇડ કરશો?

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

મારી ઉંમર ૩૧ વર્ષ છે અને મારી વાઇફની ૨૯ વર્ષ. અમારી મૅરેજ લાઇફને ત્રણ વર્ષ થયાં છે. અમારી સેક્સલાઇફ પ્રમાણમાં સારી છે, પણ ક્યારેક મને કન્ફ્યુઝન થાય છે. તમારી ઍડ્વાઇઝ મુજબ અમે બન્નેએ એકબીજાના લાઇક્સ અને ડિસલાઇક્સ જાણી લીધા છે અને ફોર-પ્લે દરમ્યાન પણ અમે એકબીજાને આંખના ઇશારે પૂછી લેતા હોઈએ છીએ. વાઇફનું કહેવું છે કે હું તેની ક્લિટોરિસને આંગળીથી રમાડું તો તેને ખૂબ ગમે છે. મેં જોયું છે કે હું ત્યાં સ્પર્શ કરું ત્યારે તેને ગમતું હોય છે, પણ થોડી જ વારમાં તે અચાનક મારો હાથ ખેંચીને દૂર કરવા લાગે છે અને આવું હવે વાંરવાર બને છે. હું એ ભાગને વધારે ઇમ્પોર્ટન્સ આપીને એને એક્સાઇટ કર્યા કરું તો તે ઇરિટેટ થઈ જાય છે. હું તેની સાથે જે કંઈ કરું છું એ બધું પૂછીને જ કરતો હોઉં છું છતાં પણ આ પ્રકારનું ઇરિટેશન આવવાનું કારણ શું હોય શકે? મને પ્લીઝ ગાઇડ કરશો?
માટુંગા

એક વાત ક્યારેય ભૂલવી નહીં કે દરેક વ્યક્તિની પસંદ-નાપસંદ હંમેશાં એક જ રહે એવું જરા પણ જરૂરી નથી. ઉંમર, અવસ્થા અને સંજોગો બદલાતાં ગમા-અણગમાઓમાં પણ ચેન્જ આવે જ આવે. ક્યારેક જે-તે દિવસના મૂડના આધારે પણ ગમા-અણગમા બદલાતા હોય છે. સેક્સની બાબતમાં એવું જરૂરી નથી કે કોઈક ચેષ્ટા એક સમયે ગમી એ કાયમ માટે ગમતી જ રહે. અમુક સ્થિતિમાં જે રીત ગમતી હોય એ જ કદાચ અન્ય સ્થિતિમાં એટલી ન પણ ગમે. 
તમે જે વર્ણન કર્યું છે એવી ભૂલ ઘણા પુરુષો કરતા હોય છે. ફીમેલના શરીરમાં ક્લિટોરિસ ખૂબ જ સંવેદનશીલ પાર્ટ છે. ત્યાં આંગળીથી મર્દન કરવાથી ફીમેલને ગમે છે અને એનાથી તે એક્સાઇટમેન્ટનો અનુભવ પણ કરે છે. જોકે થોડી વાર પછી અને ખાસ તો ક્લાઇમૅક્સ પર પહોંચ્યા પછી એ ભાગ ખૂબ સેન્સિટિવ થઈ જતો હોય છે. ક્લાઇમૅક્સના એક્સ્પીરિયન્સ પછી પણ જો એટલી જ ગતિથી ફિંગરની મૂવમેન્ટ થતી રહે તો ફીમેલને બેચેની થવા માંડે છે અને તે પાર્ટનરનો હાથ હટાવવાની કોશિશ કરે છે. આ એક એવી સાઇન છે જે દરેક પુરુષે સમજવી જોઈએ. આવું બને ત્યારે માનવું કે તેને ઑર્ગેઝમ મળી ચૂક્યું છે અને હવે એ પાર્ટની સેન્સિટિવિટી વધી ગઈ છે. 

columnists sex and relationships