મારું શુગર-લેવલ હાઈ છે તો મારે લીધે વાઇફને ઇન્ફેક્શન લાગે?

07 April, 2021 02:00 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

શુગર-પ્રૉબ્લેમ હોય એ વ્યક્તિ સેક્સ માણી ન શકે એવું નથી હોતું પણ હા, વધારે પડતું શુગર-લેવલ મૂડ પર અસર કરે અને એ મૂડની અસર શારીરિક અંગો પર પણ દેખાય એવું બની શકે છે

પ્રતીકાત્મક તસવીર

હું પ૮ વર્ષનો પરિણીત પુરુષ છું. છેલ્લા થોડા સમયથી મને ડાયાબિટીઝ આવ્યું છે, જેમાં બહુ ઉતાર-ચડાવ રહે છે. મારું ઍવરેજ ડાયાબિટીઝ ૨૫૦થી ૩૦૦ વચ્ચે રહે છે. મારે જાણવું એ છે કે હું આટલા ડાયાબિટીઝ સાથે જો મારી વાઇફ સાથે સંભોગ કરું તો શું તેને ઇન્ફેક્શન લાગે? ઇન્ફેક્શન લાગે તો એ કેવા સ્તરનું હોય? મારા લિંગની બહારની ચામડી પણ એકદમ સૂકી થઈ ગઈ છે, પોપડા ઊખડે છે, કરચલી પડી ગઈ છે અને આગળના ભાગ પર ચાર-પાંચ કાપા પણ પડી ગયા છે. જોકે બાથરૂમ વખતે મને દુખાવો, બળતરા કે બીજી કોઈ જાતની સમસ્યા નથી થતી. એવું થવાનું કારણ શું હોઈ શકે?

ભાંડુપના રહેવાસી

 

જુઓ, તમે એક વાત સમજો. અત્યારે તમારો જે પ્રૉબ્લેમ છે એ પ્રૉબ્લેમમાં તમારી ફિઝિકલ નીડ કરતાં પણ વધારે જોખમી જો કોઈ હોય તો એ ડાયાબીટિઝ છે. ડાયાબિટીઝને કન્ટ્રોલમાં રાખવું અત્યંત જરૂરી છે. તમે જે આંકડા કહ્યા છે એ ઍવરેજ બ્લડ શુગર બહુ વધારે પડતું કહેવાય.

શુગર-પ્રૉબ્લેમ હોય એ વ્યક્તિ સેક્સ માણી ન શકે એવું નથી હોતું પણ હા, વધારે પડતું શુગર-લેવલ મૂડ પર અસર કરે અને એ મૂડની અસર શારીરિક અંગો પર પણ દેખાય એવું બની શકે છે. વધારે શુગર રહેતી હોય એવા સમયમાં બાંધવામાં આવેલા શારીરિક સંબંધોથી તમારી વાઇફને પણ ઇન્ફેક્શન થઈ શકે છે માટે આવી પરિસ્થિતિમાં સેફ સેક્સ જ બેસ્ટ રસ્તો કહેવાય. બહેતર છે કે તમે કૉન્ડોમ સાથે સેક્સ-સંબંધ બાંધો.

તમે જે લિંગની તકલીફ વર્ણવી છે એને માટે તમારે તમારા ફૅમિલી ડૉક્ટરને મળી લેવું જોઈએ. તમે હૂંફાળા ગરમ પાણીથી પ્રાઇવેટ પાર્ટને બરાબર ક્લીન કરો અને ડેટૉલ કે સેવલોનથી એને વ્યવસ્થિંત સાફ કરો જેથી નરી આંખે ન દેખાતા જંતુઓ મરી જાય અને આ સમસ્યા પાછી ન થાય, પણ શુગર-કન્ટ્રોલમાં રાખવાનું કામ તાત્કાલિક કરો, જેને માટે નિયમિત વૉકિંગ કરવાનું શરૂ કરો. હળવી એક્સરસાઇઝ અને સાથોસાથ આયુર્વેદમાં સૂચવેલા ઉપાયો કરીને પણ ડાયાબિટીઝ કન્ટ્રોલમાં કરી શકાય છે.

columnists sex and relationships