પ્રાઇવેટ પાર્ટની સ્કિન એકદમ કાળી છે, એને વાઇટ કરવા શું કરવું?

23 August, 2022 05:30 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

એક વાત સમજી લો કે માત્ર તમે જ નહીં, તમામ મનુષ્યોના પ્રાઇવેટ પાર્ટની ત્વચા તેમની ત્વચાના ઓવરઑલ ટોનથી થોડી ડાર્ક જ હોય છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મારી ઉંમર ૨૬ વર્ષની છે. ટૂંક સમયમાં મારાં અરેન્જ્ડ મૅરેજ થવાનાં છે. હું દેખાવમાં ગોરી છું, પણ મારા પ્રાઇવેટ પાર્ટની સ્કિન એકદમ કાળી છે. આ પહેલાં મારા બૉયફ્રેન્ડ સાથે સંબંધો હતા ત્યારે તેને પણ એ વાત ગમતી નહોતી. તેણે મને વજાઇનલ વૉશ વાપરીને એ ભાગ સફેદ કરવાનું કહેલું. તેણે મને શેવિંગની આદત પાડી દીધી જેને લીધે વજાઇનલ ભાગના વાળ વધુ જાડા થતા ગયા છે. મને ચિંતા એટલા માટે થાય છે કે મારા ફિયાન્સેને મારી બૉડીના અન્ય પાર્ટમાં હેર હોય એ પણ ગમતા નથી. તે તો મને દર ૨૦-૨૫ દિવસે વૅક્સ કરી લેવાનું કહે છે. જ્યારે તે મારા પ્રાઇવેટ પાર્ટના વાળનો ગ્રોથ અને કાળાશ જોશે તો કેવું રીઍક્ટ કરશે એ બાબતનો ડર સતત રહ્યા કરે છે. શું વજાઇનલ વૉશ વાપરવાથી એ ભાગ ગોરો થાય? એ સેફ છે? કાળાશ દૂર કરવા બ્લીચિંગ થઈ શકે? માટુંગા

એક વાત સમજી લો કે માત્ર તમે જ નહીં, તમામ મનુષ્યોના પ્રાઇવેટ પાર્ટની ત્વચા તેમની ત્વચાના ઓવરઑલ ટોનથી થોડી ડાર્ક જ હોય છે. બીજું, કુદરતે એ ભાગના પાર્ટને સાચવવા માટે ત્યાં વાળ ઉગાડ્યા છે. જો ફિઝિક્લ ઇન્ટિમસી દરમ્યાન વાળ ન ગમતા હોય તો તમે શરીરના બાકી વાળ દૂર કરાવો છો એેમ ત્યાં પણ શેવિંગ કરી શકે છો. બને ત્યાં સુધી એ ભાગના વાળને કાતરથી ટ્રિમ કરવાનું રાખવું. હવે તો અનેક પ્રકારનાં ક્રીમ પણ આવી ગયાં છે એટલે તમે એ પણ વાપરી શકો, પણ શેવિંગ કરવાથી વધુ કાળાશ આવે એવું બની શકે છે. વજાઇનાની આસપાસના વાળ કાઢવા વૅક્સિંગ, થ્રેડિંગ કે બ્લીચિંગ કરાવવું હિતાવહ નથી. એ કરવાથી ઇનગ્રોન હેટની સમસ્યા થઈ શકે છે અને વાળના મૂળમાં પાક થઈ શકે છે જે તમને પેઇન આપી શકે છે. જોકે આ બધા કરતાં પણ અગત્યની એક વાત છે એ તમારે સમજવી જોઈએ.

ગોરી ચામડી જ સુંદર કહેવાય એ માન્યતા છોડો. પ્રાઇવેટ પાર્ટ વધુ સુંદર કે ગોરો દેખાય એના કરતાં એ સ્વચ્છ અને સ્વસ્થ હોય એ જરૂરી છે. દિવસમાં બે વાર સાબુથી એ ભાગ સાફ કરવાનું રાખો. સેક્સ-લાઇફમાં કાળી-ગોરી ત્વચાથી કોઈ ફરક નથી પડતો. પ્લેઝર સમયે એ પણ યાદ નથી રહેતું કે એ પાર્ટ કેવો દેખાય છે.

columnists sex and relationships