હસબન્ડને કૉન્ડોમનું ફીટિંગ ગમતું નથી એટલે હું પણ તેની ખુશી જાળવું છું

16 May, 2023 03:28 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

નૅચરલ ફૅમિલી પ્લાનિંગ ૧૦૦ ટકા સુરક્ષિત ન કહેવાય,

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

મારી ઉંમર ૨૫ વર્ષ છે. મારા મૅરેજને એક વરસ થયું છે. હજી બે-ત્રણ વર્ષ અમારે બાળકનું પ્લાનિંગ નથી કરવું, જેની માટે અમે હંમેશાં નૅચરલ ફૅમિલી પ્લાનિંગનો ઉપયોગ કરીએ છીએ. કુદરતી રીતે ફર્ટાઇલ દિવસો દરમ્યાન અમે કમ્પલ્સરી કૉન્ડોમ વાપરીએ અને બાકીના દિવસોમાં પુલઆઉટ મેથડ અને અન્ય એક્સપરિમેન્ટ્સ કરીએ. ક્યારેક પિરિયડ્સ દરમ્યાન સેક્સ કરીએ ત્યારે કૉન્ડોમ ન વાપરીએ તો ચાલે? દરેક વખતે મારા હસબન્ડ ઇજેક્યુલેશન બહાર જ કરે છે. ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ્સ મને નથી ફાવતી, કેમ કે એનાથી પિમ્પલ્સ ખૂબ થાય છે અને વજન વધવા લાગ્યું છે. ગોળી બંધ કરી ત્યારથી મારા પિરિયડ્સમાં ચાર-પાંચ દિવસ આમતેમ થઈ જાય તોયે ટેન્શન થઈ જાય છે. હજી અમે બાળક માટે કોઈ પણ ભોગે રેડી નથી. આ બધી પ્રૉબ્લેમ ફેસ કરવાનું એક માત્ર કારણ એ જ કે મારા હસબન્ડને કૉન્ડોમ વિના સમાગમ કરવાનું બહુ ગમે છે અને હું તેની એ ખુશીને ઇમ્પોર્ટન્સ આપવા માગું છું. મલાડ

નૅચરલ ફૅમિલી પ્લાનિંગ ૧૦૦ ટકા સુરક્ષિત ન કહેવાય, કેમ કે એ પહેલાંના અને પછીના દિવસો સાવ જ ઇન્ફર્ટાઇલ હોય છે એવી ધારણા ક્યારેક સાચી ન પડે અને અંધારામાં તીર મારવા જેવો ઘાટ સર્જાય જાય. બીજું, એટલું યાદ રાખો કે જો તમારા પિરિયડ્સના દિવસો ફિક્સ ન હોય તો તમે જે દિવસોની ગણતરીઓ કરો છો એ ખોટી પડી શકે છે. માસિક ચક્રના કયા દિવસો સેફ ગણાય અને કયા નહીં એ જનરલ ગાઇડલાઇન ત્યારે અને એ જ સમયે કામ કરે જ્યારે પિરિયડ્સમાં નિયમિતતા હોય. જોકે એ પછી પણ પ્રેગ્નન્સીને ટાળવા માટે એ ૧૦૦ ટકા સેફ તો નથી જ. મોટા ભાગે આ રીતે દિવસોની ગણતરી ફર્ટાઇલ દિવસો માટે કરાય ત્યાં સુધી ઠીક છે. બાકી પ્રેગ્નન્સીની દૃષ્ટિએ સેફ દિવસો અનિયમિત પિરિયડ્સના દિવસો પરથી નક્કી કરવામાં જોખમ છે.
અનિયમિત સાઇકલ હોય ત્યારે પિરિયડ આવતાં પહેલાંનું આગલું અઠવાડિયું ગણવામાં થાપ ખવાઈ જાય છે. એટલું જ નહીં, સેફ કહેવાતા સમયમાં પણ પ્રેગ્નન્સી રહી ગઈ હોવાના ચાન્સિસ ઓછા નથી. હંમેશાં કૉન્ડોમનો ઉપયોગ સેફ છે. બીજું, પિરિયડ્સ ચાલુ હોય એ દરમ્યાન કૉન્ડોમનો ઉપયોગ મસ્ટ છે. એનાથી ઇન્ફેક્શનની શક્યતાઓ નથી રહેતી.

columnists sex and relationships health tips life and style