મારી ચાર વર્ષની દીકરી ખોટા ટૅન્ટ્રમ્સ નાખે છે, શું કરવું?

14 May, 2021 03:07 PM IST  |  Mumbai | Sejal Patel

હજી તે ચાર વર્ષની છે, પણ તેનું ધાર્યું ન થાય તો ખૂબ ટૅન્ટ્રમ્સ નાખે. જોરજોરથી ભેંકડો તાણે અને આંખમાંથી એક આંસુ પણ ન નીકળતું હોય.

GMD Logo

ઘરમાં એકનું એક બાળક હોય તો ક્યારેક એને બહુ મોઢે ચડાવી મારવામાં આવે છે. આવું જ કંઈક મારી દીકરી સાથે થઈ રહ્યું છે. હજી તે ચાર વર્ષની છે, પણ તેનું ધાર્યું ન થાય તો ખૂબ ટૅન્ટ્રમ્સ નાખે. જોરજોરથી ભેંકડો તાણે અને આંખમાંથી એક આંસુ પણ ન નીકળતું હોય. મને ખબર પડે છે કે આ તેની ખોટી ડિમાન્ડ છે, છતાં તેને શાંત કરવા માટે તેનું કહ્યું માનવું પડે એવી સ્થિતિ આવે છે. પહેલાં તો પગ પછાડતી અને ફ્લોર પર આળોટતી, પણ અમે ગાંઠતા નહીં એટલે તે હવે ઘરની બહાર નીકળી જાય છે. તે બહાર ન જાય એ માટે અમે પીગળી જઈએ અને હવે તેને અમારો વીક પૉઇન્ટ મળી ગયો છે.  ધાર્યું પાર પાડવા માટેના ટૅન્ટ્રમ્સ પર મારા ગુસ્સાની કોઈ અસર નથી રહી, શું કરવું?

 બાળક સાથે ડીલ કરવું, બાળકને કશુંક શીખવવું કે બાળકને પોતાની વાત મનાવવી હોય તો ગુસ્સો કરવાનું સૌથી પહેલાં છોડી દેવું. હા, એનો મતલબ એ નથી કે તેના તમામ ટૅન્ટ્રમ્સ ચલાવી લેવાં. ઇન ફૅક્ટ, એક પણ ટૅન્ટ્રમ્સ ચલાવી ન લેવાં અને એ પણ જરાય ટૅમ્પર ગુમાવ્યા વિના. તમે ટેમ્પર ગુમાવ્યો એટલે બાજી તમારા હાથમાંથી ગઈ એટલું સમજી લેવાનું. 
તમારો ટેમ્પર ચાર વર્ષની બાળકીમાં હાથમાં હોય એટલા નબળા તો આપણે ન જ બનવું જોઈએને? જ્યારે બાળક ખોટા ભેંકડા તાણે ત્યારે તરત રીઍક્ટ કરવાનું ટાળવું. તેને મનાવવું પણ નહીં અને ગુસ્સો પણ ન કરવો. જસ્ટ ઇગ્નોર કરો. જ્યારે તેને એમ થાય કે મારી તો કોઈને કંઈ પડી જ નથી ત્યારે તેને ખૂબ શાંતિથી સમજાવો કે રડ્યા વિના, હાઇપર થયા વિના, ગુસ્સો કર્યા વિના શાંતિથી તેને શું તકલીફ છે એની વાત કરશે તો જ તમે સાંભળશો. 
ત્રીજી અને સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત એ છે કે તેને ખબર પડે કે અમુક વર્તન કરવાથી મમ્મી પીગળી જાય છે એટલે તે વારંવાર એવું કરવા લાગે ત્યારે એ પૅટર્નને તોડવી જરૂરી છે. જેવું તે ટૅન્ટ્રમ્સ શરૂ કરે કે તરત જ દરવાજો બંધ કરીને તે ઘરની બહાર નીકળી ન શકે એ ઍન્શ્યૉર કરો. જ્યારે તેનાં નકલી રોદણાં રડવાનાં હથિયારો તમારી પર બેઅસર થતા લાગશે ત્યારે જ તે સાચું શું અને ખોટું શું એ સમજતી થશે. 

sejal patel columnists sex and relationships