ચેસ્ટ સાવ ફ્લૅટ છે, બ્રેસ્ટ ભરાવદાર કરવા શું કરવું?

31 January, 2023 04:53 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

વાત સાચી છે અને સાયકોલૉજિકલી પુરવાર પણ થઈ છે કે બ્રેસ્ટનો ઉભાર પુરુષોનું ધ્યાન પહેલાં ખેંચે અને પુરુષ પણ ભરાવદાર બ્રેસ્ટ ધરાવતી છોકરી તરફ વધારે અટ્રૅક્ટ થાય

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મારી ઉંમર ૨૪ વર્ષની છે, હું કૉર્પોરેટ કંપનીમાં જૉબ કરું છું. મારી ચેસ્ટનો ભાગ સામાન્ય છોકરાઓને હોય એ પ્રકારનો મોટા ભાગે સ્ટ્રેઇટ કહેવાય એવો છે. પહેલાં મને એનો કોઈ સંકોચ નહોતો થતો, પણ હવે જ્યારે જૉબ કરું છું ત્યારે બીજાની કમ્પેરિઝનમાં મને ફ્લૅટ બ્રેસ્ટને લીધે થોડી શરમ આવે છે. ઑફિસ જતાં પહેલાં જે વાત મારા ધ્યાનમાં નથી હોતી એ વાત ઑફિસ પ્રિમાઇસિસમાં ગયા પછી મારા પર રીતસર પ્રેશર ઊભું કરી દે છે. મને એવું જ લાગ્યા કરે છે કે ઑફિસમાં બધા બીજી છોકરી સામે એના બ્રેસ્ટને કારણે જુએ છે અને મને ફ્લૅટ બ્રેસ્ટને કારણે ઇગ્નોર કરે છે. બ્રેસ્ટ ડેવલપ કરવા માટે હું શું કરું, સાચે જ મને બહુ શરમ આવે છે. બોરીવલી

તમારા જેવો પ્રૉબ્લેમ આજે ૧૦માંથી ૪ છોકરીઓને છે. કમ્પેરિઝન હંમેશાં દુખી કરે, હેરાન કરે એટલે પહેલાં તો જાતને બીજાઓની સાથે સરખાવવાની બંધ કરી દો. વાત સાચી છે અને સાયકોલૉજિકલી પુરવાર પણ થઈ છે કે બ્રેસ્ટનો ઉભાર પુરુષોનું ધ્યાન પહેલાં ખેંચે અને પુરુષ પણ ભરાવદાર બ્રેસ્ટ ધરાવતી છોકરી તરફ વધારે અટ્રૅક્ટ થાય, પણ એનો અર્થ એવો નથી કે અલ્પવિકસિત બ્રેસ્ટને લીધે કામેચ્છામાં ઘટાડો થાય. ઊલટું અલ્પવિકસિત બ્રેસ્ટને લીધે સેક્સ્યુઅલ સન્સેશન વધારે તીવ્રતાથી અનુભવી શકાતાં હોય છે. ફ્લૅટ ચેસ્ટ ધરાવતી છોકરી ઉત્તેજિત પણ ઝડપથી થાય છે જે સેક્સ્યુઅલ લાઇફ માટે બહુ સારી વાત કહેવાય.

આ પણ વાંચો :  હસબન્ડ સૅટિસ્ફૅક્શન નથી આપતા એટલે વેઇટ વધવા માંડ્યું છે

માત્ર ફ્લૅટ ચેસ્ટ એ જ તમારો પ્રશ્ન હોય તો મારે તમને કહેવાનું કે એ તમારા મનમાં ઘર કરી ગયેલી દેખાદેખીની વાત છે એને તમે ફોકસ ન કરો. બ્રેસ્ટની સાઇઝ વધારવા માટે સર્જરી છે, પણ એવું બ્યુટિફિકેશન ન કરાવો એ હિતાવહ છે. બહેતર છે કે તમે એવા કૉસ્ચ્યુમ પહેરો, એવાં અન્ડરગાર્મેન્ટ્સ પહેરો જેને લીધે તમારા બ્રેસ્ટનો ઉભાર દેખાય. હવે એવાં પૅડ સાથેનાં અન્ડરગાર્મેન્ટ્સ પણ આવે છે. એનો ઉપયોગ કરશો તો તમે જે શરમજનક અવસ્થા અનુભવો છો એવું નહીં થાય. 

જોકે કૃત્રિમ બ્રેસ્ટ સર્જરી માત્ર તમને આત્મસંતોષ આપશે, પણ તમારા જીવનસાથી કે સેક્સ-પાર્ટનર થોડા સમયમાં એ આર્ટિફિશ્યલ બ્રેસ્ટથી ત્રસ્ત થઈ જશે.

columnists sex and relationships health tips life and style