જૂની દોસ્ત સાથે આગળ વધવું છે પણ સફળ નથી થવાતું...

10 November, 2021 01:33 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

ઉત્તેજના હોવા છતાં વહેલું સ્ખલન થઈ જાય તો ઘણી વાર ઉત્તેજના આવે જ નહીં. મારા સર્કલમાં મારાથી સિનિયર લોકો કામતૃપ્તિ માણી શકે છે તો મારે આટલી વહેલી નિવૃત્તિ લઈ લેવાની?

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૫૩ વર્ષની છે. બિઝનેસમાં સફળતા મળી છે, પણ જીવનમાં એકેય સંબંધોમાં સારું પરિણામ નથી મળ્યું. પત્ની સહિત બધાં સાથે સંબંધોમાં તાણ રહ્યા કરે છે. પત્નીએ બીજું સંતાન થયાં પછી બેડરૂમમાં સહકાર આપવાનું ઘટાડી દીધું. જેને લીધે મારી કામક્ષમતા સાવ જ ઘટી ગઈ હોવાથી મેન્ટલી ડિસ્ટર્બ રહેતો હતો. એવામાં એક જૂની દોસ્ત સાથે નજદીકી વધી છે, પણ હવે મારામાં ઉત્થાન અને સ્ખલનમાં ખામી દેખાવા લાગી છે. ઉત્તેજના હોવા છતાં વહેલું સ્ખલન થઈ જાય તો ઘણી વાર ઉત્તેજના આવે જ નહીં. મારા સર્કલમાં મારાથી સિનિયર લોકો કામતૃપ્તિ માણી શકે છે તો મારે આટલી વહેલી નિવૃત્તિ લઈ લેવાની? મને ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશર છે એટલે એ બન્નેની સાથે લઈ શકાય એવી કોઈ મેડિસિન હોય તો પ્લીઝ સૂચવો.
જોગેશ્વરીના રહેવાસી

અંગત સંબંધોની અસર સેક્સલાઇફ પર ચોક્કસપણે પડે છે અને તમારી વાત વાંચતાં તો એવું જ લાગે છે કે તમે માનસિક રીતે સંબંધોથી થાક્યા છો, એની અસર હવે શારીરિક સંબંધો પર દેખાય છે. સંબંધોમાં પરસ્પર પ્રેમ હોય તો જ એ સંબંધો શરીરસુખ આપવાનું કામ કરે અને આ પરસ્પર પ્રેમ ત્યારે જ જન્મે જ્યારે સંબંધો જાળવી રાખવાની ઉષ્મા બન્ને પક્ષે સમાન હોય. સંબંધોમાં વાંક કોનો છે અને કોણ વધુ દોષી છે એ જોવાનું બંધ નહીં કરો ત્યાં સુધી સંબંધોમાં તંગદિલી રહેવાની જ. સ્ટ્રેસની સાથોસાથ ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશર પણ જાતીય જીવનમાં સંતોષના મુદ્દે તકલીફ પડી શકે છે તો અધૂરામાં પૂરું, જૂની ફ્રેન્ડ. આમ જોઈએ તો એ સંબંધો પણ એક્સ્ટ્રા મરાઇટલ રિલેશન જ થયા એટલે એનું પણ સ્ટ્રેસ. તમે કહો છો કે ક્યારેક ઉત્તેજના આવે તો સ્ખલન ન થાય અને સ્ખલન થાય તો ઉત્તેજના ન આવે. આ જે ચિહ્નો છે એ પણ સ્ટ્રેસ સાથે જ જોડાયેલા છે. બહેતર છે કે મનમાંથી તમામ પ્રકારની સ્ટ્રેસ દૂર કરો અને સાથોસાથ તમે ડૉક્ટરને પણ કન્સલ્ટ કરો. એ તમને ચોક્કસ કોઈ મેડિસિન સજેસ્ટ કરશે જે લેવાની પણ ચાલુ કરો, પણ એની સાથોસાથ તમે તમારા અભિગમ પર ચેન્જ કરવાની દિશામાં હકારાત્મક બનો.

sex and relationships columnists