એક્સ-ગર્લફ્રેન્ડને લીધે વાઇફ સાથેની લાઇફ ડિસ્ટર્બ થઈ છે

15 November, 2021 11:36 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

બે મહિનાથી સતત આ પ્રૉબ્લેમ ફેસ કરું છું, મને ડાઉટ છે કે મારી વાઇફને પણ હવે મારા પર શંકા છે. સેક્સમાં સૅટિસ્ફૅકશન આપી શકતો ન હોવાથી વાઇફનો મૂડ પણ બગડી જાય છે. શું કરવું હવે?

પ્રતીકાત્મક તસવીર

મારા મૅરેજને એક વર્ષ થયું છે. મૅરેજ પહેલાં એક ગર્લફ્રેન્ડ સાથે મારે ફિઝિકલ રિલેશન પણ હતાં. જોકે એ પછી મેં અરેન્જ મૅરેજ કર્યા અને એ પણ મારી ઇચ્છાથી જ. મારી વાઇફ લુકવાઇઝ બહુ સરસ છે અને બધી રીતે કો-ઑપરેટિવ છે. સેકન્ડ લૉકડાઉન ખુલ્યા પછી અચાનક જ મારી એક્સ-ગર્લફ્રેન્ડના ફોન શરૂ થયા. નૅચરલી, લાગણી તો હજી પણ હોય જ. તેના ઘરે મળ્યાં એટલે અજાણતા જ બન્નેએ છૂટછાટો લઈ લીધી, પણ હવે તે વધુ ઇન્ટિમસીની માગણી કરે છે જેને લીધે હું બહુ ગડમથલમાં આવી ગયો છું, મારે શું કરવું જોઈએ. સેક્સની ઇચ્છા પણ ઘટી ગઈ છે. ક્યારેક પત્નીને મન છે એવું લાગે તો સેક્સ કરું છું, પણ એ વખતે ત્રણ-ચાર મિનિટમાં જ સ્ખલન થઈ જાય. બે મહિનાથી સતત આ પ્રૉબ્લેમ ફેસ કરું છું, મને ડાઉટ છે કે મારી વાઇફને પણ હવે મારા પર શંકા છે. સેક્સમાં સૅટિસ્ફૅકશન આપી શકતો ન હોવાથી વાઇફનો મૂડ પણ બગડી જાય છે. શું કરવું હવે?
ગોરેગામના રહેવાસી

તમારા સવાલમાં સેક્સોલૉજી કરતાં સાઇકોલૉજી વધુ મહત્ત્વની છે. તકલીફ મનમાં હોય ત્યારે એનાં સૉલ્યુશન બહાર શોધવાથી કોઈ પરિણામ ન મળે એ સ્વાભાવિક છે. જો શારીરિક કારણોસર પ્રૉબ્લેમ હોય તો મેડિસિન મદદરૂપ થાય, પણ જ્યાં મનમાં જ ઉદ્વેગ છે ત્યાં મેડિસિનનો પણ કોઈ અર્થ નથી. એક્સ-ગર્લફ્રેન્ડનો સાથે લગ્ન પહેલાંનો સંબંધ હતો ને હવે એને છુપાવવા માટે થઈને તમે મૅરેજ પછી રિલેશન રાખશો તો વધારે હેરાનગતિ થશે. હવે વાઇફને જ વફાદાર રહેશો તો ગર્લફ્રેન્ડ તમને કોઈ પણ રીતે બ્લૅકમેઇલ નહીં કરી શકે. 
મન ઉદાસ હોય કે પછી અપસેટ હોય ત્યારે તમે બહારથી ગમે એવી પોઝિશન અપનાવો, એની અસર કેવી રીતે થાય? ભલે મેલ સુપિરિયર પોઝિશનની સરખામણીએ ફીમેલ સુપિરિયર પોઝિશનમાં સમાગમ કરવાથી સ્ખલન લંબાય છે. જોકે એ વખતે પણ તમારું ઍન્ગ્ઝાયટી લેવલ તો એનું એ જ રહે છેને? તમારે પહેલાં મનને ચિંતામુક્ત કરવાનું છે, એ પછી તો શીઘ્ર સ્ખલન આપમેળે કાબૂમાં આવી જશે.

sex and relationships columnists