સેક્સલાઇફની મૉનોટોની તોડીને તરોતાજા કરી નાખે એવું ફર્નિચર ટ્રાય કરવા જેવું ખરું

29 November, 2021 09:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સોફા પર સૂવાથી સ્ત્રીઓને મેન્સ્ટ્રુઅલ ક્રૅમ્પ્સમાં પણ રાહત રહે છે. મેકર્સનો દાવો છે કે આ ફર્નિચરથી વાત્સ્યાયન ઋષિએ કામસૂત્રમાં દર્શાવેલી સેંકડો પોઝિશન્સ યુગલને વધુ નજીક લાવી દેશે 

સેક્સલાઇફની મૉનોટોની તોડીને તરોતાજા કરી નાખે એવું ફર્નિચર ટ્રાય કરવા જેવું ખરું

દિલ્હીના એક યંગ કપલે જાતે પ્રયોગ કરીને કામસૂત્રનાં લગભગ ૧૦૦ આસન અજમાવી શકાય એવું ફર્નિચર તૈયાર કર્યું છે. આ સોફા પર સૂવાથી સ્ત્રીઓને મેન્સ્ટ્રુઅલ ક્રૅમ્પ્સમાં પણ રાહત રહે છે. મેકર્સનો દાવો છે કે આ ફર્નિચરથી વાત્સ્યાયન ઋષિએ કામસૂત્રમાં દર્શાવેલી સેંકડો પોઝિશન્સ યુગલને વધુ નજીક લાવી દેશે 

એક સમય હતો કે જ્યારે લવ-લાઇફને સ્પાઇસ્ડ અપ કરવા માટે લોકો એફ્રોડિસીએક ચીજોની શોધમાં લાગેલા રહેતા. એ પછી યુગ આવ્યો દવાઓ લઈને જાતીય જીવનની સમસ્યાઓનું સમાધાન શોધવાનો. એમ છતાં જ્યારે વાત અંગત જીવનમાં આવેલી મૉનોટોનીની હોય ત્યારે આ દવાઓ પણ નકામી થઈ જાય. અનેક વાર ફિઝિકલ ફિટનેસ બરાબર ન હોવાને કારણે ગણતરીપૂર્વકની ત્રણ-ચાર પોઝિશન્સથી જ સંતોષ માની લેતાં યુગલો માટે એક નવો ઑપ્શન છે. આ ઑપ્શન છે ફર્નિચર. યસ, પલંગ, ચૅર કે સોફા પર કેટલીક ઓછી જાણીતી ઇન્ટિમેટ રિલેશનની વિવિધ પોઝિશન્સ કરવાનું સંભવ નથી હોતું જેનો ઉકેલ આપ્યો છે લવરોલર્સ ફર્નિચરે. આ ફર્નિચરમાં 
સોફા અને પિલોનો સમાવેશ થાય છે. મેકર્સનું કહેવું છે કે આ ફર્નિચર 
ભારતીય યુગલોને ગમે છે ખરું પણ ઓપનનેસ દાખવીને ઓછા લોકો 
ખરીદે છે. જ્યારે તેમનો મોટા ભાગનો માલ વિદેશોમાં જબરદસ્ત ડિમાન્ડ 
ધરાવે છે. 
લવરોલર્સ એક પ્રકારના સોફા જેવું છે જેનો કર્વ એ રીતનો છે જે રિલૅક્સિંગ સોફા જેવા શેપનો હોવાથી કામસૂત્રની પોઝિશન્સમાં સપોર્ટ કરે છે. આ ફર્નિચરની સાથે તમે કઈ-કઈ પોઝિશન્સ કરી શકો એનું ચિત્ર પણ પ્રોવાઇડ કરવામાં આવે છે. 
લવરોલર્સની ખાસિયત શું?  | લેધરનું કવર ધરાવતા આ સોફા જ છે, જે રિલૅક્સિંગ ચૅર કે તંત્ર ચૅર તરીકે 
પણ વાપરી શકાય. જોકે યંગ કપલ માટે એ બેસ્ટ લવમેકિંગ પોઝિશન્સ ઑફર કરતા હોવાનો દાવો એના 
ઇન્વેન્ટર ગૌરવ સિંહનો છે. આ સોફાનો ઉપયોગ કરીને રિલેશન બાંધવાથી ડીપ પેનિટ્રેશન થાય છે અને 
પ્રેગ્નન્સી રહેવાના ચાન્સિસ પણ વધતા હોવાનો દાવો થાય છે. બેઝિક, 
પ્રીમિયમ અને સિગ્નેચર એમ ત્રણ રેન્જમાં મળતા આ સોફા એસ્થેટિકલી પણ રૂમની શોભા વધારે એવા દેખાય છે. આ સોફા પર રિલૅક્સ થવાથી 
પિરિયડ્સ દરમ્યાન પેડુમાં આવતા ક્રૅમ્પ્સમાં પણ રાહત મળતી હોવાનો દાવો મેકર્સ કરે છે. 
કિંમત શું?  |  ૨૧,૯૯૯ રૂપિયાથી ૨૭,૯૯૯ રૂપિયાની 
રેન્જ છે. 
લવ પિલો | નહીં બહુ કડક અને 
નહીં બહુ સૉફ્ટ એવું તરંગના શેપનું ઓશીકું પણ આ જ કંપની બનાવે છે. વિવિધ રંગો અને સૉફ્ટ ફૅબ્રિક ધરાવતા આ પિલો કામસૂત્રમાં સૂચવવામાં 
આવે છે એ મુજબ ફીમેલની કમરની નીચે મૂકવાથી બન્ને પાર્ટનર્સને સરળતા રહે છે. 
કિંમત શું? | ૨૨૯૯ રૂપિયાથી ૪૫૦૦ રૂપિયા સુધીની રેન્જ

ઓનરે જાતે ટ્રાયલ કરીને તૈયાર કર્યા છે આ સોફા

આ ફર્નિચરની ખાસિયત એ છે કે એનું ડિઝાઇન‌િંગ ગૌરવ સિંહ અને તેની પત્ની અનામિકાએ જાતે ટ્રાયલ અને એરર કરીને તૈયાર કર્યું છે. ગૌરવે દિલ્હીની આઇઆઇટી દિલ્હીમાંથી મેકૅનિકલ એન્જિનિયરિંગ કર્યું છે અને એ પછી મૅનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું. કૉલેજ પછી તે પોતાનું કંઈક નવું કરવા માગતો હતો અને એવામાં તેને છાપામાં ડિવૉર્સના વધી રહેલા કેસિસ વિશે વાંચવા મળ્યું અને એમાં જાતીય અસંતોષ પણ એક કારણ હતું. તેણે નોકરી છોડીને એવું ફર્નિચર બનાવવાનું બીડું ઝડપ્યું જે યુગલોની લવમેકિંગ મોમેન્ટ્સને ખુશીથી ભરી દે. જ્યાં સુધી આ પ્રોડક્ટ તૈયાર નહોતી થઈ ત્યાં સુધી ગૌરવ-અનામિકા ટ્રાયલ કરતાં રહ્યાં અને ત્યાં સુધી કોઈને આ આઇડિયા વિશે કહેલું નહીં. જોકે ઑનલાઇન વેચાણ શરૂ થયા પછી હવે પરિવાર પણ ખુશ છે.

columnists sex and relationships