ડૉગી પોઝિશનથી સંતોષ મેળવવાનું હાનિકર્તા નથીને?

02 August, 2021 11:57 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મેં ટ્રાય કરી તો સાચે જ પહેલાં કરતાં વધારે મજા આવી. આનું શું કારણ હોઈ શકે? ડૉગી જેવી વાઇલ્ડનેસ આવવાને કારણે એમ થતું હશે? શું આ પોઝિશન સેફ છે? વાઇફને એમાં મજા નથી આવતી.

પ્રતીકાત્મક તસવીર

મારી એજ ૩૩ વર્ષ છે. પર્સનલ લાઇફમાં હું કે મારી વાઇફ બહુ એક્સપરિમેન્ટિવ નથી. મૉનોટોનીને કારણે છેલ્લા થોડા સમયથી એક્સાઇટમેન્ટ લેવલ પર પહોંચવામાં મને વાર લાગે છે અને ડિસ્ચાર્જ મોડું થાય છે. મને ઇચ્છા થાય પછી પેનિસ હાર્ડ થવામાં તકલીફ નથી, પણ ડિસ્ચાર્જ ખૂબ લંબાયેલું હોય છે. જાણે કે સેક્સનું એક્સાઇટમેન્ટ પહેલાં થતું એવું નથી રહ્યું. મારા એક ફ્રેન્ડનું કહેવું છે કે પાછળથી એટલે કે ડૉગી પોઝિશનથી એક્સાઇટમેન્ટ લેવલ જલદી આવશે. મેં ટ્રાય કરી તો સાચે જ પહેલાં કરતાં વધારે મજા આવી. આનું શું કારણ હોઈ શકે? ડૉગી જેવી વાઇલ્ડનેસ આવવાને કારણે એમ થતું હશે? શું આ પોઝિશન સેફ છે? વાઇફને એમાં મજા નથી આવતી.
જુહુના રહેવાસી

 પહેલી વાત એ કે આ સેફ પોઝિશન છે એટલે ચિંતાનું કોઈ કારણ નથી. એવું જોવા મળ્યું છે કે પુરુષ પાછળથી જ્યારે ડૉગી સ્ટાઇલથી સેક્સ કરે ત્યારે તેનામાં એક્સાઇટમેન્ટ લેવલ અનેકગણું વધી જાય છે. જોકે તેનામાં ડૉગી જેવી વાઇલ્ડનેસ નથી આવતી એટલે એ બાબતમાં ગભરાટ રાખવાની કે કોઈ જ છોછ રાખવાની જરૂર નથી. 
જો કોઈ વ્યક્તિ સેક્સ સમયે એક્સાઇટમેન્ટ લેવલ પર સહેલાઈથી ન પહોંચતી હોય એટલે કે પેનિસની હાર્ડનેસ અકબંધ હોય પણ માનસિક આનંદની ચરમસીમા ન મળતી હોય તો તે ડૉગી પોઝિશનમાં સેક્સ કરે તો તેની સેક્સની ઇચ્છામાં નોંધનીય વધારો થાય છે અને તે સહેલાઈથી એક્સાઇટમેન્ટ લેવલ પર પહોંચે છે. 
યાદ રાખજો કે માણસ જ એવું પ્રાણી છે જેમાં સેક્સ વખતે બન્ને સાથીનાં મોં સામસામે હોય છે. બાકી દુનિયાનાં બધાં પ્રાણીઓ સમાગમ કરે છે ત્યારે તેમનાં મોં સામસામે નહીં પણ આગળ-પાછળ હોય છે. માણસ સેક્સ માણવા માટે કરે છે, માત્ર સંતાનપ્રાપ્તિ માટે નહીં. સ્ત્રીઓને સેક્સ દરમ્યાન પાર્ટનરના ચહેરા પર વ્યક્ત થતી લાગણીઓ અને હૃદયની ઊર્મિઓને નિહાળવાનું ગમતું હોવાથી કદાચ આ પોઝિશનમાં તેમને બહુ સંતોષ નહીં મળતો હોય એવું ધારી શકાય છે.

sex and relationships columnists Dr. Mukul Choksi