ડૉગી પોઝિશનમાં પ્રેગ્નન્સી રહેવાના કોઈ ચાન્સ ખરા?

21 November, 2022 05:23 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

ઘણી વ્યક્તિને આ પોઝિશન વધારે પસંદ હોય છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મારી એજ ૩૬ વર્ષની છે. મારાં મૅરેજને સાત વર્ષ થયાં છે અને અમારે એક સંતાન છે. મારી વાઇફ પણ સેક્સલાઇફમાં રસ લેતી હોવાથી અમે કંઈક નવું કે એક્સાઇટિંગ કરીને એન્જૉય કરવાની કોશિશ કરીએ છીએ. હમણાં અમે બૅકથી વજાઇનલ પેનિટ્રેશનની પોઝિશન ટ્રાય કરી. શરૂમાં વાઇફને એમ કે આ એનલ સેક્સની પોઝિશન છે, પણ ટ્રાય કરવા પૂરતું માની અને તેને મજા પણ આવી. ઇન ફૅક્ટ, પાછળથી પેનિટ્રેશન કરવાનું મને વધારે ગમ્યું. પહેલાં મને ડિસ્ચાર્જ થવામાં થોડી વાર લાગતી, પણ પાછળની પોઝિશનથી બધું જાણે પર્ફેક્ટ થાય છે. જોકે મારી વાઇફને એમાં હજી પણ શરમ આવે છે. શું આ પોઝિશનમાં પણ સ્ત્રીને પ્રેગ્નન્સી રહી શકે ખરી? અમે હમણાં બીજું બાળક નથી ઇચ્છતાં. તો આ પોઝિશનમાં પણ કૉન્ડોમ વાપરવું જરૂરી છે? શું આ પોઝિશનથી કોઈ નુકસાન થાય? મારી વાઇફને એવું છે કે આ પોઝિશનથી વજાઇના મોટી થઈ જશે. ગાઇડ કરશો. : બોરીવલી

તમે જે કહો છો એ પોઝિશનને ડૉગી પોઝિશન કહે છે. બન્નેને જો આ પોઝિશન પસંદ હોય તો તમે અવશ્ય એ કરી શકો છો. દેખીતી રીતે એ એનલ સેક્સ લાગે એવું બને, પણ એવું નથી. ઘણી વ્યક્તિને આ પોઝિશન વધારે પસંદ હોય છે, કારણ કે એમાં પુરુષ પાર્ટનર બન્ને હાથે સ્ત્રીના બૉડીને એક્સપ્લોર કરી શકે છે તો તેના બન્ને હાથ બ્રેસ્ટ પર પણ સરળતાથી પહોંચી શકતા હોવાથી ફીમેલને પણ એમાં વધુ આનંદ આવી શકે છે. સેક્સલાઇફમાં આવેલી મૉનોટોની તોડીને આ પોઝિશન નવીનતા આપે છે. ડૉગી પોઝિશનમાં વધારે આનંદ આવવાનું બીજું કારણ એ કે એમાં વજાઇનાની પકડ પણ વધુ મજબૂત બનતી હોય છે. 

પશુઓ હંમેશાં આ પોઝિશનમાં જ સેક્સ કરી શકે છે. એને લીધે આ પોઝિશનને પશુઆસન પણ કહે છે, જ્યારે માનવજાતિમાં સ્ત્રી અને પુરુષ બન્નેનાં મોઢાં સામસામાં હોય છે. તમારી વાઇફને આ વાતને કારણે શરમ કે સંકોચ થતાં હોઈ શકે છે, પણ જો બન્નેને એમાં આનંદ આવતો હોય તો એમ કરવામાં કશું નુકસાન નથી.

આ પોઝિશનમાં વજાઇના લૂઝ થઈ જાય એ માત્ર ભ્રમ છે તો આ પોઝિશનમાં પ્રેગ્નન્સી રહેવાની પૂરતી શક્યતા રહે છે. એટલે બાળક જોઈતું ન હોય તો કૉન્ડોમનો ઉપયોગ કરવો આવશ્યક છે.

columnists sex and relationships life and style health tips