નાના બ્રેસ્ટ ધરાવતી છોકરીઓ સેક્સમાં નીરસ હોય એ સાચું?

08 August, 2022 01:45 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

કૉલેજમાં મારી ગર્લફ્રેન્ડ્સ હતી, તેમના બ્રેસ્ટ્સ નાના હતા અને તેમને પણ ક્યારેય કિસથી આગળ જવામાં રસ નહોતો પડતો. પ્લીઝ, મને કહેશો કે એક્સાઇટિંગ સેક્સલાઇફ જોઈતી હોય તો બ્રેસ્ટની સાઇઝ કેટલી અગત્યની?

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

મારી ઉંમર ૨૫ વર્ષ છે. અરેન્જ્ડ મૅરેજ માટે છોકરીઓ જોવાનું ચાલી રહ્યું છે. મારા અનુભવી ફ્રેન્ડ્સનું કહેવું છે કે નાના બ્રેસ્ટ ધરાવતી ફીમેલ ઓછી રોમૅન્ટિક હોય છે અને સેક્સની બાબતમાં નીરસ હોય છે. મને પર્સનલી બ્રેસ્ટની સાઇઝથી ખાસ ફરક નથી પડતો, પણ ક્યારેક મિત્રોમાં ફરતી પૉર્ન-ક્લિપ્સમાં પણ ભારે બ્રેસ્ટ્સ ધરાવતી ગર્લ્સ જ જોઈ છે. મારા એક ફ્રેન્ડે કહ્યું કે તેની વાઇફને નાના બ્રેસ્ટ્સ હોવાથી તેની સેક્સલાઇફ ઘણી જ ડ્રાય છે. કૉલેજમાં મારી ગર્લફ્રેન્ડ્સ હતી, તેમના બ્રેસ્ટ્સ નાના હતા અને તેમને પણ ક્યારેય કિસથી આગળ જવામાં રસ નહોતો પડતો. પ્લીઝ, મને કહેશો કે એક્સાઇટિંગ સેક્સલાઇફ જોઈતી હોય તો બ્રેસ્ટની સાઇઝ કેટલી અગત્યની?
વિલે પાર્લે

તમારા સો-કૉલ્ડ એક્સ્પીરિયન્સ્ડ મિત્રો તમારા મનમાં તેમની ખોટી માન્યતા ઘુસાડવાની કોશિશ કરી રહ્યા છે એ કહેવું જરા પણ ખોટું નહીં કહેવાય. એટલે પ્લીઝ, તમે તમારા મનમાં આવી કોઈ ખોટી વાતો ઘુસાડશો નહીં. સેક્સ-હૉર્મોર્ન્સની કમી હોવાથી બ્રેસ્ટ નાના રહી જાય છે એ વાત તદ્દન વાહિયાત છે. રિયલિટી એ છે કે બ્રેસ્ટની સાઇઝને કામેચ્છા, કામતૃપ્તિ કે કામુકતા સાથે કોઈ જ લેવાદેવા નથી. સેક્સની બાબતમાં દરેક વ્યક્તિને ઉત્તેજિત કરતાં પરિબળો અલગ-અલગ હોય છે. તમે તમારા મિત્રોના ઉધાર વિચારોથી તમારા અંગત ગમા-અણગમા બાંધવાની કોશિશ ન કરો એ જ બહેતર છે. મોટા બ્રેસ્ટવાળી ફીમેલ સેક્સલાઇફમાં હૉટ હોય એવું ક્યાંય કહેવાયું નથી. ઇન ફૅક્ટ, સાયન્સ કહે છે કે નાના સ્તન ધરાવતી ફીમેલ ઝડપથી એક્સાઇટ થાય છે. ફીમેલ જેટલી વધુ ઉત્તેજિત થાય એટલી સારી રીતે તે સેક્સ-ડ્રાઇવમાં સાથ આપે.
બ્રેસ્ટ નાના હોય કે મોટા, એનાથી ફીમેલના સેક્સ વિશેના અભિગમમાં કોઈ ફરક નથી પડતો. હા, કોઈને મોટા બ્રેસ્ટ જોવાનું વધુ ગમતું હોય અને વધુ ઉત્તેજના આવતી હોય તો એ તેનું વ્યક્તિગત માનસિક કન્ડિશનિંગ છે. એ પણ સાચું કે મોટા બ્રેસ્ટ પ્રત્યે મોટા ભાગના પુરુષો વધારે અટ્રૅક્ટ થાય છે, પણ એ બિલકુલ ખોટું છે કે નાના 
બ્રેસ્ટ ધરાવતી યુવતી સેક્સની બાબતમાં નીરસ હોય છે.

sex and relationships columnists