કૅલરી બાળવા માટે કસરતને બદલે સેક્સ વધારે કરું તો ચાલે?

25 August, 2021 04:02 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મારા વેઇટ સાથે પણ વાઇફ એ માટે રાજી છે તો શું અઠવાડિયામાં બે વારને બદલે રોજ સેક્સ કરીએ તો મારું વેઇટ અને કૉલેસ્ટોરેલ ઓછાં થાય ખરાં?

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૬૧ વર્ષ છે. મારું વેઇટ વધી ગયું હોવાથી ઉત્તેજનામાં તકલીફ પડે છે તો વાઇફને મારા વેઇટને કારણે તકલીફ પડે છે. ડૉક્ટર કહે છે કે કૉલેસ્ટરોલ વધારે છે એટલે મારે વૉક કરવી જોઈએ. જોકે મેં હમણાં ગૂગલ પર વાંચ્યું કે સેક્સ કરવાથી વજન ઘટે અને કૉલેસ્ટરોલ પણ ઘટે. અત્યારે અમે નિયમિત વીકમાં બે વાર સેક્સ કરીએ છીએ. મારા વેઇટ સાથે પણ વાઇફ એ માટે રાજી છે તો શું અઠવાડિયામાં બે વારને બદલે રોજ સેક્સ કરીએ તો મારું વેઇટ અને કૉલેસ્ટોરેલ ઓછાં થાય ખરાં?
મુલુંડના રહેવાસી

કૉલેસ્ટરોલ વધવાના એક નહીં અનેક કારણો છે. તમારે પહેલાં તો એ વધવાનું કારણ શોધવું જોઈએ. ડાયાબિટીઝ હોય, હાઇપોથાઇરૉઇડની બીમારી હોય કે લિવર બરાબર કામ ન કરતું હોય તો પણ કૉલેસ્ટરોલ વધે છે. શરીરને એક્સરસાઇઝ ન આપતા હો અને ખાવા-પીવામાં કાળજી રખાતી ન હોય તો પણ કૉલેસ્ટરોલ વધે. જો કારણ શોધીને એનો ઉકેલ ન લાવવામાં આવે તો તમે ગમે એટલી વાર સેકસ કરશો, કૉલેસ્ટરોલ ઘટાડી નહીં શકો. 
કૉલેસ્ટરોલ ઓછું કરવા માટે નિયમિત કસરત જરૂરી છે. રોજ ઓછામાં ઓછું પોણો કલાક ચાલવું જોઈએ. ઘી-તેલ, તળેલી વસ્તુઓ, ચીઝ, ક્રીમ, મેંદો અને મેંદામાંથી બનતી વાનગીઓ ખાવાનું ઓછું કરવું. તમે સેક્સ કરીને કૉલેસ્ટોરેલ ઘટાડવાની જે વાત કરો છે એ વાજબી નથી એ તમને સમજાવીને કહી દઉં. 
સામાન્ય રીતે વ્યક્તિ એક વખત સેક્સ કરે ત્યારે જેટલી કૅલરી બળે એટલી કૅલરી એકથી દોઢ હજાર સ્ટેપ ચાલવાથી બળતી હોય છે અને તમારે એનાથી તો ઘણી વધારે કૅલરી બર્ન કરવાની છે. જો તમારું વેઇટ તમારી સેક્સલાઇફમાં અડચણરૂપ બનતું હોય તો તમે નવાં આસનો ટ્રાય કરી શકો છો. ખાસ કરીને એ આસન જેમાં સ્ત્રી ઉપર હોય અને પુરુષ પાર્ટનર નીચે હોય. જો તમે અગાઉ આ આસન ટ્રાય નહીં કર્યું હોય તો તમને એનો આનંદ પણ આવશે અને નવીનતા પણ લાગશે. આ સ‌િવાય આડા પડખે સૂઈને પણ તમે સેક્સનો આનંદ માણી શકો છો. એમાં પણ તમારું વજન વાઇફ પર નહીં આવે.

sex and relationships columnists dr. mukul choksi