એચઆઇવી પૉઝિટિવ સાથે ફોરપ્લે કરવાથી પણ ચેપનો ભય રહે?

13 April, 2022 09:52 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મારે જાણવું છે કે એચઆઇવી પૉઝિટિવ મહિલા સાથે કોઈ પુરુષ ફોરપ્લે કરે અથવા તો એચઆઇવી પૉઝિટિવ મહિલા પુરુષને મુખમૈથુનથી સંતોષ આપે તો શું એમાં પુરુષને ચેપ લાગવાનું જોખમ ખરું? અમે સંભોગ ભાગ્યે જ કરતા.

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૫૧ વર્ષ છે, હું વિધુર છું અને ઑલમોસ્ટ રિટાયર લાઇફ જીવું છું, પણ હમણાં-હમણાં એક ટેન્શન આવ્યું છે. મારે એક મહિલા સાથે ફિઝિકલ રિલેશન હતા, તે મહિલાને એચઆઇવી પૉઝિટિવ આવ્યો છે. મારે જાણવું છે કે એચઆઇવી પૉઝિટિવ મહિલા સાથે કોઈ પુરુષ ફોરપ્લે કરે અથવા તો એચઆઇવી પૉઝિટિવ મહિલા પુરુષને મુખમૈથુનથી સંતોષ આપે તો શું એમાં પુરુષને ચેપ લાગવાનું જોખમ ખરું? અમે સંભોગ ભાગ્યે જ કરતા. હું તેને ફોરપ્લે આપતો અને તે મુખમૈથુનથી સંતોષ આપતી. શું ટેન્શનની વાત છે?  
વિરાર

મહિલા હોય કે પુરુષ, એચઆઇવી પૉઝિટિવની સાથે સેક્સ્યુઅલ કૉન્ટૅક્ટમાં આવવું જોખમી છે. હા, કિસથી એચઆઇવીના જીવાણુ ફેલાતા નથી. એ લોહીમાં અને પ્રાઇવેટ પાર્ટમાંથી નીકળતા પ્રવાહીમાં રહેલા હોય છે એટલે એની જો આપલે થઈ હોય તો ચેપ લાગી શકે છે. ઘણી વાર બન્ને વ્યક્તિમાં અલ્સર હોય તો ચેપી વ્યક્તિનું લોહી લાળમાં ભળે અને એ લાળ પાર્ટનરના મોંમાં જાય તો એ લાળમાંથી મોંના અલ્સરમાંથી લોહી સુધી ભળી શકે છે. આ શક્યતાઓ ઘણી ઓછી છે, પરંતુ ચેપ ન જ લાગે એની કોઈ ગૅરન્ટી નથી. 
મુખમૈથુનનું પણ એવું જ છે. જો એચઆઇવીના દરદીના મોંમાં અલ્સર હોય તો ચેપની સંભાવના વધી જાય છે. લાળમાં ખૂબ જ ઓછી માત્રામાં ચેપ હોય છે, પણ એનાથી ટેન્શનમાં કોઈ રાહત નથી એ ભૂલવું નહીં.
તમે જોખમ લીધું ન હોય એવી આશા સાથે કહેવાનું કે જો તમને સહેજ પણ ડાઉટ હોય તો બહેતર છે કે તાત્કાલિક ટેસ્ટ કરાવી એ ટેન્શનનું નિરાકરણ લાવો, કારણ કે એચઆઇવી પૉઝિટિવ વ્યક્તિના શરીરમાં શરૂઆતમાં કોઈ જ લક્ષણ ન હોય એવું બની શકે, પણ એનાથી રોગપ્રતિકારક શક્તિ ક્ષીણ થતી જાય એ પછી જે રોગોની ભરમાર ઊભી થાય છે એ તકલીફદાયી છે.
જો તે વ્યક્તિ સાથે તમારા લાગણીના સંબંધ હોય અને તે વ્યક્તિ ધંધાદારી ન હોય તો તમે માનસિક રાહત અનુભવી શકો છો, પણ તમારે ચેક-અપ કરાવવું જ જોઈએ. એક સલાહ છે, જે સંબંધોને કોઈ નામ ન હોય એ સંબંધોમાં ફિઝિકલ થતી વખતે હંમેશાં કૉન્ડોમનો ઉપયોગ કરવો.

sex and relationships columnists