પાઇલ્સની સર્જરીને કારણે ઇરેક્શનમાં પ્રૉબ્લેમ થાય ખરો?

03 January, 2022 02:28 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

શું પાઇલ્સના ઑપરેશનને કારણે ઇરેક્શનમાં પ્રૉબ્લેમ આવે અને આવામાં વાયેગ્રા લેવાય ખરી? અમારે હજી બાળકનું પ્લાનિંગ કરવું છે. શું સર્જરીની એમાં અસર પડશે? 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

દોઢેક વરસ પહેલાં પાઇલ્સનું ઑપરેશન કરાવ્યું એ પછી નવો પ્રૉબ્લેમ શરૂ થયો છે. હવે મારી સેક્સલાઇફમાં પ્રશ્નો ઊભા થવા માંડ્યા છે. હજી ૩૪ વર્ષનો છું અને મને ઇરેક્શનમાં તકલીફ થવા લાગી છે. ઘણી વાર ઇરેક્શન આવી પણ જાય તો વચ્ચે અચાનક જ એ નૉર્મલ થઈ જાય છે. મારી પાઇલ્સની સર્જરી પહેલાં હું રેગ્યુલરલી મૅસ્ટરબૅટ કરતો, પણ મને ક્યારેય આવી તકલીફ નહોતી થઈ. હવે મને એમાં પણ પ્રૉબ્લેમ ઊભો થયો છે. શું પાઇલ્સના ઑપરેશનને કારણે ઇરેક્શનમાં પ્રૉબ્લેમ આવે અને આવામાં વાયેગ્રા લેવાય ખરી? અમારે હજી બાળકનું પ્લાનિંગ કરવું છે. શું સર્જરીની એમાં અસર પડશે? 
ગોરેગામના રહેવાસી

પાઇલ્સની સર્જરીને અને પુરુષની ફર્ટિલિટીને દેખીતી રીતે કોઈ સીધો સંબંધ નથી. પાઇલ્સના ઑપરેશન દરમ્યાન જનરલ ઍનેસ્થેસિયા કે પછી સ્પાઇનમાં ઇન્જેક્શન આપીને અપાતો લોકલ ઍનેસ્થેસિયા એમ બે પ્રકારના ઍનેસ્થેસિયા આપવામાં આવતા હોય છે. જો સ્પાઇનમાં ઍનેસ્થેસિયા આપવામાં આવ્યો હોય તો એને લીધે અમુક ચોક્કસ નર્વ પર દબાણ આવવાની શક્યતાઓ રહે અને એને લીધે ઇન્દ્રિયના ઉત્થાનમાં તકલીફ આવી શકે. જોકે એ તમારા કેસમાં લાગુ નથી પડતી, કારણ કે તમે જ કહો છો કે ઇરેક્શન આવ્યા પછી અચાનક જ વચ્ચે પેનિસ નૉર્મલ થઈ જાય છે. 
ઇરેકશન આવવાની પ્રક્રિયા નૉર્મલ છે, પણ એને ટકાવી રાખવામાં તકલીફ પડે તો એનાં બે કારણો હોઈ શકે - ફિઝિકલી અને મેન્ટલી. અત્યાર સુધી જોવા મળ્યું છે એ મુજબ પર્ફોર્મન્સ ઍન્ગ્ઝાયટીને કારણે પણ આવું બનતું હોય છે. પહેલાં તો એક વાત મનમાંથી કાઢી નાખો કે તમે કોઈ જાતની સર્જરી કરાવી છે. સેક્સનો સીધો સંબંધ મન સાથે છે અને જો મનમાં ડર હશે તો એ તમારા સેક્સનો આનંદને ખાઈ જશે. એટલે મનમાં ડર રાખવાને બદલે સમસ્યા છે જ નહીં એવી માનસિકતા સાથે જ આગળ વધો. ધારો કે એ પછી પણ તકલીફ હોય તો કોઈ સેક્સોલૉજિસ્ટને કન્સલ્ટ કરો. પિતા બનવાની ક્ષમતા સ્પર્મમાં રહેલા શુક્રાણુઓની સંખ્યા અને ગતિ પર હોય છે. પાઇલ્સના ઑપરેશનને અને શુક્રાણુઓને આડો, ઊભો, સીધો, ત્રાંસો કોઈ સંબંધ નથી.

sex and relationships columnists