ઓરલ સેક્સ પછી ફીમેલ સ્પર્મ પી જાય તો તે પ્રેગ્નન્ટ થાય ખરાં?

21 June, 2021 04:17 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

ઓરલ સેક્સ એ સેક્સ ફોર-પ્લેનો એક પાર્ટ છે

પ્રતીકાત્મક તસવીર

મારી એજ ૨૨ વર્ષની છે. મારું પેનિસ ઇરેક્શન પછી માંડ ત્રણ ઇંચ લાંબું થાય છે તો મને એની સાઇઝ વધારવી છે. મારે એની માટે શું કરવું એના રસ્તા દેખાડશો. બ્લુફિલ્મમાં ફીમેલ ઓરલ સેક્સ પછી સ્પર્મ પી જતી દેખાડે છે તો શું સ્પર્મ પી શકાય ખરાં? ફીમેલ સ્પર્મ પી જાય તો પણ એ પ્રેગ્નન્ટ થઈ જાય?

ડોમ્બિવલીના રહેવાસી

ઇરેક્ટ પૉઝિશનમાં તમારા પેનિસની લેન્થ ત્રણ ઇંચની જ હોય તો એ કોઈ પ્રોબ્લેમ નથી. આ જે ત્રણ ઇંચની સાઇઝ છે એ સેક્સ કરવા અને ફીમેલને સેટિશ્ફેકશન આપવા માટે પૂરતી છે એટલે એવી સાઇઝની દોટમાં પડવાની જરૂર નથી. ઘણીવાર એવું બને કે પ્રાઇવેટ પાર્ટની આજુબાજુ વાળનું પ્રમાણ વધારે હોય તો પણ પ્રાઇવેટ પાર્ટની સાઇઝ નાની હોય એવું લાગે, પણ જો એ હૅર કાઢી લેવામાં આવે તો આ ભ્રમ દૂર થઈ જાય. લાંબો સમય એ વાળ રાખવા પણ હિતાવહ નથી એટલે સમયાંતરે એને દૂર કરતાં રહેવા. પેનિસની લંબાઈ માટે તલનું તેલ વાપરી શકો છો. એના ફાયદાના કોઈ પુરાવા નથી પણ નુક્સાન નહીં થતું હોવાના અનેક પુરાવા છે. તલના તેલનું માલિશ કરવાથી લંબાઈમાં ફાયદો થઈ શકે છે. માલિશ સમયે ધ્યાન રાખવું કે એની દિશા પેનિસની ટૉપ તરફની હોય, મતલબ કે નીચેથી ઉપરની તરફ માલિશ કરવું.

ઓરલ સેક્સ એ સેક્સ ફોર-પ્લેનો એક પાર્ટ છે. ઋષિ વાત્સ્યાયને કામસૂત્રમાં આ પ્રક્રિયાને કાકિલ તરીકે વર્ણવી છે. એનાથી ઇરેક્શનમાં જબરદસ્ત વધારો થાય છે. આ પ્રક્રિયા બહુ સામાન્ય ક્રિયા છે, પણ એમાં જબરદસ્તી ન હોવી જોઈએ, પરસ્પર સમજૂતી અત્યંત આવશ્યક છે. કોઈ વાર ફીમેલ સ્પર્મ ગળી જાય તો એનાથી કોઈ નુકસાન થતું નથી અને પીધેલા સ્પર્મથી કોઈ સ્ત્રી પ્રેગ્નન્ટ થતી નથી. પેટમાંથી સ્પર્મ સીધું યુટ્રસમાં જતું નથી એટલે ફર્ટિલાઇઝેશનની કોઈ પ્રોસેસ થતી નથી. ઓરલ સેક્સની આદત કે પછી એનો આનંદ લેવાની ઇચ્છા ધરાવતા પાર્ટનરે પોતાના પ્રાઇવેટ પાર્ટની સફાઈ બરાબર કરવી જોઈએ અને આ જ આનંદ ફીમેલ પાર્ટનરને આપવાની પણ તૈયારી રાખવી જોઈએ.

columnists sex and relationships