નિયમિત સેક્સ-ટૉય યુઝ કરું તો સેક્સમાંથી મારો રસ ઊડી જાય?

21 December, 2021 02:47 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મારો બૉયફ્રેન્ડ દેશના એક બહુ મોટા મીડિયા હાઉસ સાથે જોડાયેલો છે, પણ એનું પોસ્ટિંગ દિલ્હીમાં છે. અમે હજી એકાદ વર્ષ મૅરેજ કરીએ એવું મને લાગતું નથી.

પ્રતીકાત્મક તસવીર

મારી એજ ૩૧ વર્ષની છે, હું એક કૉર્પોરેટ કંપનીમાં જૉબ કરું છું. મારો બૉયફ્રેન્ડ દેશના એક બહુ મોટા મીડિયા હાઉસ સાથે જોડાયેલો છે, પણ એનું પોસ્ટિંગ દિલ્હીમાં છે. અમે હજી એકાદ વર્ષ મૅરેજ કરીએ એવું મને લાગતું નથી. અત્યારના આ પિરિયડમાં હું સેક્સ-ટૉય્ઝથી સેટિસ્ફેક્શન લેતી હોઉં છું, પણ હમણાં જ મેં સોશ્યલ મીડિયા પર વાંચ્યું કે એનો નિયમિત વપરાશ  રિયલ સેક્સલાઇફને ડૅમેજ કરે છે અને ધીમે-ધીમે વ્યક્તિનું મન એ રિલેશનમાંથી નીકળી જાય છે. શું આ સાચું છે? 

- અંધેરીના રહેવાસી

આજના સમયમાં દર દસમાંથી ચાર વ્યક્તિના મનમાં આ પ્રશ્ન આવે છે. ના, સેક્સ-ટૉય્ઝથી રિયલ સેક્સલાઇફને કોઈ ડૅમેજ નથી થતું અને એવું પણ નથી બનતું કે સેક્સલાઇફ ડલ થઈ જાય. સેક્સ-પાર્ટનરની અવેજી બની શકે એવા હેતુથી, પાર્ટનરના સબસ્ટિટ્યુટ તરીકે જ સેક્સ-ટૉય ડેવલપ કરવામાં આવ્યાં છે. મૅસ્ટરબેટ કરવામાં સરળતા રહે અને તમારા શરીરનો એક પણ હાથ રોકાયેલો ન રહે, તમે મૅક્સિમમ એ ફીલની નજીક જઈ શકો એ કામ સેક્સ-ટૉય કરે છે. મૅસ્ટરબેશનથી જો તમે પ્લેઝરના પ૦ ટકા પ્રાપ્ત કરી શકો તો સેક્સ-ટૉય્ઝ તમારી એ જર્નીને ૭પ ટકા સુધી લઈ જાય અને પાર્ટનર સાથેની સેક્સ-ડ્રાઇવ તમને ૯૦થી ૧૦૦ પર્સન્ટ સુધી લઈ જવાનું કામ કરે. આ ટકાવારી પરથી તમે સમજી શકશો કે સેક્સ-ટૉય ક્યારેય પાર્ટનરનું સ્થાન લઈ શકે નહીં. ઊલટું પાર્ટનર સાથેની સેક્સલાઇફને એ વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવવાનું કામ કરે અને ઑર્ગેઝમને લંબાવી આપે.

life and style sex and relationships