વાઇફને તૈયાર કરું એટલી વારમાં તો મારો મૂડ મરી જાય છે

29 December, 2021 04:30 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

ઓરલ સેક્સ કરી આપે તો કડકાઈ બરાબર આવે, પણ એ માટે તેને ખૂબ મનાવવી પડતી હોવાથી મારું મન મરી જાય અને પછી ગુસ્સે થઈ જવાય. મારો કે મારી પત્નીનો ઇલાજ કરવો પડશે એવું લાગે છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મારી ઉંમર ૫૮ અને વાઇફની ૫૪ વર્ષ છે. છેલ્લા એકાદ વર્ષથી તેની ઇચ્છા સાવ મરી ગઈ છે. પહેલાં તો એ પહેલ પણ કરતી પણ હવે તો હું પહેલ કરું તો પણ એ પીઠ ફેરવીને સૂઈ જાય. જોકે એ પછી હું તેના શરીર પર ગમતી જગ્યાઓએ ધીમે-ધીમે હાથ ફેરવું એટલે તે તૈયાર થઈ જાય. મને તે હસ્તમૈથુન પણ કરી આપે. મને પંદર-વીસ દિવસે ઇચ્છા થાય ત્યારે હું આવું કરતો ને આમ મારું કામ ચાલતું, પણ હમણાંથી મને ઉત્તેજના આવવામાં તકલીફ પડે છે. ઓરલ સેક્સ કરી આપે તો કડકાઈ બરાબર આવે, પણ એ માટે તેને ખૂબ મનાવવી પડતી હોવાથી મારું મન મરી જાય અને પછી ગુસ્સે થઈ જવાય. મારો કે મારી પત્નીનો ઇલાજ કરવો પડશે એવું લાગે છે. 
વિરારના રહેવાસી

યુવાનીમાં વિચાર માત્રથી ઉત્તેજના આવી જાય પણ યુવાની અસ્ત થયા પછી વિચાર અને કલ્પનાની સાથે સ્પર્શનો સહારો લેવો પડે. જેનું કારણ છે હૉર્મોન્સમાં આવતી ઓટ. આ નૉર્મલ છે અને કોઈ જ ઇલાજની જરૂર નથી. કામુક કલ્પનાથી ઉત્તેજના આવી જવી જોઈએ એવી અપેક્ષા તમે છોડી દો તો અડધી સમસ્યા મટી જશે. 
સફળ સમાગમ માટે હળવો-ગમતો સ્પર્શ અને રોમૅન્ટિક સંવાદોનો ઉપયોગ કરો. વાત્સાયને કહ્યું છે કે પુરુષ અને સ્ત્રીને પોતાના પાર્ટનરની ઉત્તેજના માટે તેના ગણા-અણગમા જાણી લેવા જરૂરી છે. આ ઉંમરે હવે ફોરપ્લે બેસ્ટ ઇલાજ બની શકે છે. તેને ગમતી જગ્યાએ, ગમતી રીતે સ્પર્શ કરવાથી ઉત્તેજનામાં સારો એવો વધારો થશે. વધતી ઉંમર જોડે જાતીય ઉત્તેજનાને કોઈ જ લેવાદેવા નથી. સંભોગ પહેલાંની સંવનનની ક્રિયા એટલે કે ફોરપ્લેમાં થોડો વધુ સમય આપવો પડે એ એક નૉર્મલ પ્રક્રિયા છે. તમે વાઇફના મૂડને કેવી રીતે રોમૅન્ટિક બનાવવો એ સમજી લેશો તો તેને ઉત્તેજિત કરીને ઇન્ટિમસી માટે તૈયાર કરવામાં વાંધો નહીં આવે. જો તે ખુશ હશે તો સામેથી તમને ગમતી ક્રિયાઓથી આપમેળે સંતોષ આપશે. સમજણ અને સહકાર સિવાય બીજા કોઈ ઇલાજની જરૂર નથી એટલે ખોટી દિશામાં ભાગદોડ કરતાં નહીં.

sex and relationships columnists