હું હસબન્ડને ગાઇડ કરું એનાથી ખોટો મેસેજ જાય ખરો?

31 August, 2021 10:43 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મને લાગે છે કે સેક્સ સમયે મને ઉપર આવીને સ્ટ્રોક્સ આપવાની જે આદત છે એને લીધે કે પછી ફિંગરિંગ સમયે હું તેને જે રીતે ગાઇડ કરું છું એ જોઈને કદાચ તે મારા માટે કંઈ ખોટું વિચારતા થયા હોય.

પ્રતીકાત્મક તસવીર

હું એક કૉર્પોરેટ કંપનીમાં જૉબ કરું છું, મારા મૅરેજને હજી માંડ ચાર મહિના થયાં છે. લૉકડાઉન વચ્ચે જ અમે મૅરેજ કર્યાં, જેનો અમને પૂરતો ફાયદો થયો. અમને એકબીજા સાથે રહેવાનો ચાન્સ મળી ગયો, પણ આ ચાન્સના કારણે જ મારું ધ્યાન ગયું કે બેડની મારી ઍક્ટિવનેસને કારણે મારા હસબન્ડે હવે મારાથી સહેજ ડિસ્ટન્સ રાખવાનું ચાલુ કરી દીધું છે. મેં વાત કરવાની કોશિશ કરી, પણ તે કોઈ સ્પષ્ટતા નથી કરતા. મને લાગે છે કે સેક્સ સમયે મને ઉપર આવીને સ્ટ્રોક્સ આપવાની જે આદત છે એને લીધે કે પછી ફિંગરિંગ સમયે હું તેને જે રીતે ગાઇડ કરું છું એ જોઈને કદાચ તે મારા માટે કંઈ ખોટું વિચારતા થયા હોય. હવે હું બહુ સંકોચ અનુભવવા માંડી છું, જેની સીધી અસર અમારી સેક્સ લાઇફ પર પડતી પણ મને દેખાય છે. મારે શું કરવું જોઈએ. આ બાબતમાં તેની સાથે વાત કરું?
બોરીવલીના રહેવાસી
 મૉડર્ન જનરેશનની દસમાંથી ચાર છોકરીઓ તમારા જેવી મૂંઝવણ અનુભવે છે. હકીકત એ છે કે આ મૂંઝવણ તેમણે અનુભવવાની જરૂર નથી અને એમ છતાં આ સંકોચ તેમના ભાગે આવ્યો છે.
તમારી ઇચ્છા તમે તમારા પાર્ટનરને કહો એ સૌથી સારી રીત છે અને હેલ્ધી સેક્સ લાઇફની નિશાની છે. તમે કશું ખોટું નથી કરતાં એટલે મનમાં એ વાતનો જરાપણ સંકોચ રાખવો જરૂરી નથી. હા, તમે તમારા હસબન્ડ સાથે આ બાબતમાં જેટલી બને એટલી વહેલી સ્પષ્ટતા કરી દેશો તો એની સીધી અસર તમારી સેક્સ લાઇફ પર પડશે અને એ પૉઝિટિવ અસર હશે. બેડની જે વાત તમે શૅર કરી એ તમારા પ્લેઝરને લગતી છે, જેના પરથી અનુમાન બાંધીને કહેવાનું મન થાય કે તમે ઍક્ટિવ હો એ સારી વાત છે, પણ જો તમે સુપર ઍિક્ટવ હો તો એ તમારા હસબન્ડની ઍક્ટિવનેસ ખતમ કરી શકે છે. યાદ કરજો તમારી બેડરૂમ લાઇફને. ક્યાંય એવું નથી બનતુંને કે તમે તમારા પ્લેઝર માટે જે કરવાનું હોય એ બધું કરતાં હો અને એ આવેગ વચ્ચે તમે તમારા હસબન્ડના પ્લેઝરને સાવ નજરઅંદાજ કરી બેસતાં હો. જો એવું બનતું હોય તો પણ પુરુષ એ લાઇફથી કટ થવા માંડે એવું બની શકે.

sex and relationships columnists dr mukul choksi