મારે બ્રેસ્ટ અને હિપ્સ વધારવાં છે, શું કરવું?

09 August, 2022 06:05 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મારે બ્રેસ્ટ્સ અને હિપ્સ વધારવાં હોય તો શું થઈ શકે? અમુક ચોક્કસ ભાગોમાં વજન વધે એવી ટિપ્સ આપશો.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય (આઇસ્ટૉક)

મારી ઉંમર ૨૮ વર્ષની છું. બચપણથી મને કૉમ્પ્લેક્સ હતો એટલે હું બધું ગણી-ગણીને ખાતી. એને કારણે મારું શરીર એટલું પાતળું છે કે બૉડીનાં કોઈ અંગ-ઉપાંગોનો વળાંક જ નથી. મારાં બ્રેસ્ટ્સ, કમર અને હિપ્સ બધું જ સપાટ છે. હવે મને લાગે છે કે થોડુંક ભરાવદાર શરીર હોવું જોઈએ. મારી ફ્રેન્ડ્સ અટ્રૅક્ટિવ લાગતી હોવાથી ઑફિસમાં બધા તેના પર રીતસર મરે છે. ફ્રેન્ડ્સ પણ બૉયફ્રેન્ડ્સ સાથે કિસિંગ કરે છે, પણ મને હજુ સુધી કોઈ બૉયફ્રેન્ડ નથી થયો. બહુ ઇચ્છા થાય એટલે હું મૅસ્ટરબેશન કરું છું. મૅસ્ટરબેશનને લીધે છેલ્લા એક વર્ષમાં મારું વજન પણ ઘટ્યું છે. ચીઝ અને ફ્રાઇડ આઇટમ્સ ખાઉં છું, પણ વજન વધતું નથી. કુદરતી રીતે ભૂખ જ નથી લાગતી. મારે બ્રેસ્ટ્સ અને હિપ્સ વધારવાં હોય તો શું થઈ શકે? અમુક ચોક્કસ ભાગોમાં વજન વધે એવી ટિપ્સ આપશો. મલાડ

પહેલાં તો તમે મનમાંથી એ વાત કાઢી નાખો કે પાતળી વ્યક્તિ અટ્રૅક્ટિવ ન હોય. દરેક વ્યક્તિની સેક્સ્યુઅલ ફૅન્ટસી જુદી-જુદી હોય છે. કેટલાકને ભરાવદાર શરીર ગમે તો કેટલાકને પાતળું. તમે પાતળા છો એટલે કોઈને આકર્ષી શક્યાં નથી એવી ગ્રંથિ બાંધવાની જરૂર નથી. હા, વ્યક્તિએ સ્વસ્થ હોવું જરૂર છે. ભૂખ ન લાગવી, સાવ હાડકાં દેખાવાં, સ્ટૅમિના ન હોવો એ માંદગીનાં લક્ષણો છે. 

સુડોળ કાયાની ઝંખના દરેક સ્ત્રીને હોય છે, પણ ચરબીવાળી ચીજો વધુ ખાવાથી તમે સુડોળ નહીં બની શકો. વજન વધે ત્યારે શરીરમાં ચરબી નહીં, મસલ્સ વધારવાની જરૂર હોય છે. એ માટે ફૅટ નહીં, પ્રોટીન ઇનટેક વધારીને શરીરને કસવાની જરૂર છે. ચરબીયુક્ત ચીજોથી જ્યાં જરૂર ન હોય એવી જગ્યાએ ફૅટ જમા થશે અને શરીર બેડોળ થઈ શકે છે. ફિગર બિલ્ડ કરવા માટે એક્સરસાઇઝનો સહારો લો. પ્રોટીનયુક્ત ખોરાક વધુ લો. કોઈ સારા ફિઝિયોથેરપિસ્ટ, યોગગુરુ ઇવન ટ્રેઇનરને કન્સલ્ટ કરો. કસરતથી હિપ્સ અને બ્રેસ્ટ્સની આસપાસના સ્નાયુઓને કસવાથી થોડોક ફરક પડશે. પાચન સુધારશો તો શરીરમાં આપોઆપ બળ વધશે. ફિઝિકલ ઍક્ટિવિટી કરીને પ્રોટીન-રિચ ફૂડ લેવાનું શરૂ કરો.

મૅસ્ટરબેશનથી ક્યારેય વજન ઘટે નહીં, એટલે એ ગ્રંથિ મનમાંથી કાઢી નાખશો.

columnists sex and relationships